- હું 25 વર્ષનો પરિણીત યુવક છું. મારી સમસ્યા એ છે કે હું સેક્સ કરું છું ત્યારે તરત જ સ્ખલન થઈ જાય છે. મારા મિત્રો મને વાયેગ્રા લેવાની સલાહ આપે છે. મને વાયેગ્રાનો કેવી રીતે ઉપયોગ કરવો એ વિશે સલાહ આપવા વિનંતી.
હું ૨૬ વર્ષનો છું. હું ઘણીવાર મારી ગર્લફ્રેન્ડનાં બ્રેસ્ટ સાથે રમું છું અને ક્યારેક વધુ પડતું દબાણ આપું છું. શું આનાથી બ્રેસ્ટ કેન્સર કે બીજી કોઈ બીમારી થઈ શકે?
- એક યુવાન (સૂરત)
* શરીરના બીજા ભાગ પર દબાણ આપવાથી કેન્સર નથી થતું એ જ રીતે સ્તન પર દબાણ આવવાથી પણ કેન્સર નથી થતું. હા, એ વાત જૂદી છે કે કોઈને દબાણ સારું લાગે, કોઈને ન પણ ગમે. તમે તમારી ગર્લફ્રેન્ડને પૂછશો તો એ જ તમને તેનોે ગમોઅણગમો કહી શકશે. એને દર્દ થતું હશે તો પણ જણાવશે.
મારે શિશ્ન (પેનિસ)ની સાઈઝ વધારવી છે. તે માટે દવા ઉપચાર બતાવશો. શિશ્નની લંબાઈ કેટલી હોવી જોઈએ?
- એક યુવાન (વડોદરા)
* કોઈ દવા ઉપચારથી પેનિસની સાઈઝ લંબાઈ વધી શકે નહીં. તેવી દવા કે સાધનો વેચનારા ધનલોભથી નરી છેતરપીંડી કરે છે. શિશ્નની સાઈઝ તે આનુવાંશિક (જિનેટિક) બાબત છે. તેથી કોઈ દવા ઉપચારથી તે વધી શકે નહીં. બટ હાઉલોંગ શુડ અ પેનિસ બી? આ વારંવાર પુછાતા પ્રશ્નના જવાબમાં અબ્રાહમ લિંકનને નામે જોડાયેલો એક પ્રસંગ ટાકું છું. કોઈએ લિંકનને પૂછ્યું : ''માણસના પગ કેટલા લાંબા હોવા જોઈએ?'' લિંકને એકાદ ક્ષણમાં જવાબ આપ્યો : ''જમીન સુધી પહોંચે એટલા લાંબા.''
પેનિસની લંબાઈ તે યોનિમાર્ગમાં પ્રવેશીને યોનિપ્રદેશના એક તૃતીયાંશ ભાગ સુધી પહોંચી શકે તેટલી હોવી જોઈએ. ઉત્થાન (ઈરેક્શન) પામેલા પેનિસની લંબાઈની આ વાત છે. ઉત્થાન પામેલા પેનિસની બે ઈંચ જેટલી લંબાઈ હોય તો તે કામસુખ પામવા માટે અને આપવા માટે પર્યાપ્ત છે. સ્ત્રીના યોનિપ્રદેશના આરંભના એક તૃતીયાંશ ભાગમાં જ કામસંવેદનાના જ્ઞાાનતંતુઓ હોય છે. યોનિનો મધ્ય ભાગ અને અંતિમ ભાગ અને આ સંવેદનાની દ્રષ્ટિએ 'ડેડ' હોય છે. આ વૈજ્ઞાાનિક સત્ય છે. માટે ઉત્થાન પામેલા શિશ્નની લંબાઈ બે ઈંચની કે તેથી વધારે હોય તેમણે લઘુતાની લાગણી અને પીડામાંથી મુક્ત થવું.
હું ત્રીસ વર્ષનો અપરિણીત પુરુષ છું. મેં હજી સુધી સંભોગ નથી કર્યો. મેં તેરમા વર્ષે હસ્તમૈથુન કરવાનું શરૂ કર્યું હતું અને પચીસમાં વર્ષ સુધી ચાલુ રાખ્યું હતું. જોકે છેલ્લા કેટલાક સમયથી મારાં વૃષણનું કદ ઘટી ગયું છે. શું કોઈ ઊણપ કે ખામી અથવા બીમારીને કારણે આમ થતું હશે? આને પરિણામે લગ્ન પછી મારા જાતીય જીવન પર કોઈ અસર થશે ખરી?
- એક પુરુષ (રાજકોટ)
* જો તમે પરાકાષ્ઠાની હદ સુધી હસ્તમૈથુન કરી શકતા હો અને પૂરતા પ્રમાણમાં વીર્ય આવતું હોય તો તમારા શરીરમાં ટેસ્ટોસ્ટેરોેનનું સંતુલન એકંદરે નોેર્મલ છે. ઉપરાંત તમારા લગ્નજીવનમાં પણ કશી સમસ્યા નહીં સર્જાય. જોકે તમને હજી પણ શંકા રહે તો મૂત્રરોગના કોઈક નિષ્ણાતની સલાહ લેજો.
પ્રશ્ન : હું ૨૫ વર્ષનો પરિણીત યુવક છું. મારી સમસ્યા એ છે કે પત્ની સાથે સેક્સ કરું છું ત્યારે તરત જ સ્ખલન થઈ જાય છે. મારા મિત્રો મને વાયેગ્રા લેવાની સલાહ આપે છે. મને યોગ્ય વાયેગ્રાનું નામ અને એનો કેવી રીતે ઉપયોગ કરવો એ વિશે સલાહ આપવા વિનંતી.
ઉત્તર : ૨૫ વર્ષની ઉંમર છે એટલે લગ્નને બે-ત્રણ વર્ષ થઈ ગયાં હશે એવું માની લઈએ તો અત્યારે તમે ભરજુવાનીમાં છો. આ ઉંમરે સેક્સપાવર ઘોડાના વેગે વહેતો હોય છે અને મને ચોક્કસ ખાતરી છે કે તમારામાં પણ વહી રહ્યો હશે.
તમે ખોટી મુશ્કેલી એ ઊભી કરી છે કે સેક્સની બાબતને એક મેડિકલ બાબત ન ગણતાં મિત્રો સાથે એની આપ-લે કરી તમારામાં ૨૫ વર્ષની ઉંમરે સેક્સપાવર ઓછો થઈ ગયો છે અને તમને વાયેગ્રા લેવાની જરૂર લાગે છે.
તમારે તેમારા ફેમિલી ડૉક્ટર પાસે જઈ, યોગ્ય તપાસ કરાવીને તેમની સલાહ મુજબ મેડિસિન લેવી અને એક્સ સાઈઝ કરવી જોઈએ તથા જરૂર પડે તો એક્સપર્ટની સલાહ લેવી જોઈએ. વાયેગ્રા તો ઠીક, એવી કોઈ પણ ગોળી લો ત્યારે એક વાત ખાસ ધ્યાનમાં રાખવી કે એ એક કેમિકલ છે. એની ચાર સારી અસર હશે તો એક આડઅસર પણ હોઈ શકે છે. તમે ફેમિલી ડૉક્ટરની સલાહ હેઠળ દવા લો ત્યારે ડૉક્ટર દવાની તમારા શરીર પર શી અસર થશે એ જોઈને યોગ્ય દવા પ્રિસ્ક્રાઈબ કરશે. મહેરબાની કરીને વાયેગ્રા લેવાનાં ફાફાં ન મારતાં પહેલાં તમારા પાર્ટનર સાથે વાતચીત કરો. જો તેને યોગ્ય સંતોષ મળતો હોય તો તમારે આગળ વધવાની કોઈ જરૂર નથી. પણ જો તેને સંતોષ ન મળતો હોય તો તમારો ડૉક્ટરને મળવું જરૂરી છે.
- અનિતા
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3aoNeXg
ConversionConversion EmoticonEmoticon