- જો પેલી ચારઆની અંધશ્રધ્ધાને લીધે નદીમાં ના પધરાવી હોત તો બાબા માટે અવશ્ય પાણીની જોગવાઈ થઈ હોત
ગુ જરાતની ઉનાળાની ગરમી એટલે તોબા સવારથી સાંજ સુધી અવિરત પરસેવાના રેલાથી જ ઠંડક માણો. સાંજ પછી અગાસીમાં કે પંખા નીચે થોડી નિરાંત, પરંતુ એના સિવાય તો ગરમીની એની એજ બલિહારી. ઉગતી પરોઢના સોનેરી કિરણો, ભરબપોરે તો આદિવાસીના તીર કરતાં પણ વધુ વેગથી હાનીકરાક રીતે પથરાતા રહે છે. બપોરના બળાપાથી ટાઢક મેળવવા, આત્મસંતોષ માટે કોઈ ઝાડની નીચે, કોઈ ઘરનાં છાંયડામાં કોઈ પાણીનો સહારો લે છે. જાણવા છતાં કે આ નિષ્ફળ પ્રયાસ છે.
આવી જ એક ઉનાળાની ભરબપોરે હું મારી જાતને બચતો બચાવતો અંકલેશ્વરનાં સ્ટેશન ઉપર ઠંડા પીણા ઉપર પીણા પીતો વડોદરા આવવા માટે ટ્રેનની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યો હતો.
ધંધાકીય બાબતોનો વાગોળવાનો ખાસ અવકાશ ના મળ્યો. ટ્રેન આવી ગઈ. જગ્યા મળી ગઈ અને ટ્રેન ઉપડતા એક કલાકમાં વડોદરા પહોંચીશ એમ મનને મનાવી મેં રાહતનો દમ લીધો.
કમ્પાર્ટમેન્ટમાં સહયોગી તરફ નજર કરતા લગભગ બધા જ અપડાઉન કરવાવાળા અને વહેલા ઘેર પહોંચનારા જણાતા હતા. પરંતુ બારી પાસે એક કાકા તથા તેમનો નાનો છોકરો સંકળાશમાં બેઠા હતા. ગરમી અને ગીડદીથી અકળાયેલો, અણસમજુ બાબો શોષને કારણે વારંવાર કાકા પાસે પાણીની માંગણી કરતો હતો. કાકાએ ખીસામાંથી પાકીટ કાઢ્યું અને નવરાશની આડાખીલીથી ટેવ ના હોવા છતાં પણ અનાયાસે જ કાકાના પર્સમાંની દસ દસની ત્રણ નોટો તથા એક પાવલી પર પડી. કાકાએ ટ્રેનની બારીમાંથી આમતેમ નજર કરી.
પાણી માટે દૂર ઉભેલા એક પાણીવાળા છોકરાને પાસે બોલાવ્યો. પરંતુ તેના કાકા પાસે પહોંચતા પહેલા જ ગાર્ડે સિગ્નલ આપ્યું અને ગાડી ઉપડી પડી. નજીકના આવતા સ્ટેશન પર ચોક્કસ પાણી મળશે ના આશ્વાસનથી બાબાનું રૂદન શાંત થયું. ગાડીએ સ્પીડ પકડી નર્મદાના પુલ પરથી ગાડી પસાર થઈ રહી હતી અને કાકાએ જલ્દી જલ્દી પોતાનું પાકીટ કાઢી તેમાંથી પરચુરણની એકમાત્ર ચારઆની પોતાના બાબાને નદીમાં નાખવા આપી. બાબાએ પિતાની ઈચ્છાનુસાર ચારઆની નદીમાં પધરાવી પ્રણામ કર્યા. ભરૂચ સ્ટેશન પર ગાડી પહોંચતા, ગળુ સુકવાની ફરીયાદો કરતો બાબો ફરી પાણી માટે રડવા લાગ્યો.
કાકાએ એક પાણીવાળાને બોલાવ્યો. બપોરના ટાઈમની ઘરાકીમાં ડબ્બે ડબ્બે પાણી પીવડાવતો એ પાણીવાળો થોડીવારે કાકા પાસે આવ્યો. પાણી માટે બાબાનું રૂદન ચાલુ જ હતું. પાણીવાળાએ કહ્યું પાણીના પૈસા છુટા જ જોઈએ. કાકાએ પોતાનું પાકીટ ફંફોળ્યું. દસ દસની ત્રણ નોટો સિવાય આંજીયાબાની ચારઆની તો નદીમાં સિધવાઈ હતી. સમયની પાબંધીમાં ગાડીને સિગ્નલ મળતા ગાડી પ્લેટફોર્મ છોડી રહી હતી. કાકા બાવરા બની ખિસ્સા ફંફોળી રહ્યા હતા અને અત્યાર સુધી ધીરજ ધરી રહેલા બાબાનું રૂદન ગાડીની વધતી જતી સ્પીડને સાથ આપી રહ્યું હતું.
ખૂણામાં બેઠેલો હું આ પ્રસંગ જોઈ ખરેખર આશ્ચર્યમાં રહી ગયો. ધાર્મિકતાના અતિરેકથી કેટલું નુકસાન થાય છે તેનું નીરીક્ષણ મેં પ્રત્યક્ષ કર્યું. આજે પણ મને થાય છે કે જો પેલી ચારઆની અંધશ્રધ્ધાને લીધે નદીમાં ના પધરાવી હોત તો બાબા માટે અવશ્ય પાણીની જોગવાઈ થઈ હોત.
- રાજીવ શાહ
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3k6kyp5
ConversionConversion EmoticonEmoticon