માણસાઈને દીપાવવા.. .


સ ત્યમાં  સ્થિર થયેલો માનવ  પોતાના જ જીવનમાં પરમ શાંતિ અને આનંદ ઉપલબ્ધ કરી જ શકે તો તે ચત્રભુજને પણ ઝાંખો પાડી દે તેવી તાકાત, શક્તિ અને સમજ પરમાત્માએ દરેકમાં મુકેલ જ છે, માત્ર એમણે પોતાના સ્વભાવને જાણીને સ્વભાવ પ્રમાણે જીવવાની જ જરૂર છે, પણ સ્વભાવ પ્રમાણે જીવતો જ નથી, જેથી  સાચો માનવ બની શકતો નથી, અને બીજા જેવો થવા બીજાના કહેવાથી મથે છે, તે થઈ શકતો જ નથી જેથી દુખી છે.   

જીવનમાં સાચા માનવ બનીને, આત્મિક સત્યના આધારે જીવવાનું અને માણસાઈ ને દિપાવવાનું  જીવનનું લક્ષ લઈને આ સંસારમાં પગ મૂક્યા છે, અને આ શરત સાથે જ આપણો જન્મ પણ થયો છે. પણ જેમ જેમ ઉંમર વધતી જાય છે, તેમ તેમ જે હેતુથી આ સંસારમાં  આવ્યો છે તે જ ભૂલી જાય છે, અને  અહંકાર, રાગદ્વેષ , તૃષ્ણા, વાસના આસક્તિ મોહ વગેરેમાં  સ્થિર થઈ જાય છે. ને  બીજાને બનાવવા મંડી પડે છે, અને આ રીતે અસત્યનો માર્ગ ગ્રહણ કરે છે ,અને બીજાનું માનીને જ ચાલતો  હોઈ છે , જે અસત્યનો માર્ગ છે, જેથી જીવનનો હેતુ  બાજુ પર રહી જાય છે, 

પરમાત્માએ આપણને જેવા બનવું હોય તેવા બનવાની સો ટકા છૂટ આપેલ છે. તેમાં તેની કોઈ જ રૂકાવટ નથી,કે ના પણ નથી બધી જ શક્યતાઓ  આપણાંમાં મુકેલ જ છે. આપણે તેનો આપણાં સત્ય પ્રમાણે  ઉપયોગ કરવાનો હોય છે, તે પ્રમાણે જ આપણો સ્વભાવ અને સ્વધર્મ  નક્કી કરીને આપણને  મોકલેલ છે, પણ આપણે આપણાં સ્વભાવ અનુસાર જીવતા જ નથી, ત્યાંજ આપણાં સમગ્ર જીવનના  ઉત્કર્ષની ચાવી રાખવામાં આવેલ છે, પણ આપણે તે ચાવીનો ઉપયોગ જ કરતાં નથી અને જીવનનું તાળું ખોલતા જ નથી, અને બીજાની સામે દ્રષ્ટિ અને મોઢું રાખી ને બીજાની ચાવીથી બીજા કહે તે તાળું ખોલવા મથીએ છીએ જેથી એ તાળું  કદી  પણ ખૂલતું જ નથી, અને તે ખૂલનાર પણ નથી. બીજા જેવા અને બીજા કહે તેવા આપણે કદી  પણ થઈ શકતા જ નથી, 

આમ બીજા  કહે તેમ જીવીએ  છીએ, જેથી આપણે જેવા બનવા જોઈએ તેવા બનતા જ નથી, અને બીજાને બનાવવામાં પડી જઇએ છીએ, બીજાને બનાવવા એ અસત્યનો માર્ગ છે, અને અસત્યના માર્ગે  કદી  પણ આધ્યાત્મિક ઉન્નતિ શક્ય જ નથી, આમ ખોટી આશા  રાખીએ  છીએ, આપણે માનવ તરીકે જન્મ્યા છીએ, તે સત્ય છે ,પણ માનવ તરીકે જીવતા નથી, તે પણ એટલું જ સત્ય છે, આપણે  જીવનમાં  બીજાને બનાવવાના કારતૂતો  તો એવા કરીએ છીએ કે દાનવ પણ શરમાઈ  જાય,

આજનો માહોલ  એવો છે કે કેટલાકને તો મહા માનવ તરીકે ઓળ ખાવાની  ઘેલછા જ લાગી  છે,, અને પોતે પોતાની રીતે અનુયાઈઓ દ્વારા  બ્રહ્મ જ્ઞાાની  જાહેર કરી દે છે, ને અનુયાઈઓ  તેનો જોરદાર પ્રચાર અને પબ્લિસિટી  કરે છે,  તેથી આવા બધા  એવા અહકારમાં  અટવાય જાય છે કે  મહા માનવ પણું તો ઠીક પણ  સહજ માણસપણું  પણ આવા બધાથી  હજારો માઈલ દૂર તેનાથી રહે  છે, આંતર ત્યાગ ને અને આંતર  ત્યાગના સિધ્ધાંતને બટ્ટો લગાડે છે  અને પૈસો , પ્રતિષ્ઠા પદ પ્રચાર અને પ્રપંચ  દ્વારા લોકોને બનાવવામાં આવે છે, ને પોતે જે જાણતા જ નથી,  જેનું પોતાને આંતર જ્ઞાાન પણ નથી, તેવા બનાવટી  જ્ઞાાન પીરસીને લોકોને બનાવવાનું મોટે પાયે કર્મ  કરે છે,  આમ સમાજને છેતરે છે, બાહ્યા ચારો  એ કોઈ ધર્મ જ નથી ધર્મ એટલે  આંતર સાધના કરી  મન બુધ્ધિ અને અહંકાર , વાસના ને  શુદ્ધ કરી નિયંત્રીત  કરીને જીવવું એનું નામ જ સત્ય ધર્મ છે, જ્યાં ચિત્તની શુદ્ધતા પવિત્રતા સ્થિરતા અને એકાગ્રતા નથી ત્યા સત્ય ધર્મની હાજરી જ નથી,  આમ માણસને  માનવ બનવાનું બાજુ પર રહી જાય છે,  ને પદાર્થની પકડ ધારી જ  બની જાય છે,,અને અસત્યના માર્ગ પર ચાલે છે, જેથી દુખ તણાવ જ જીવનમાં ઉપલબ્ધ રહે છે, શાંતિ સુખ અને આનંદ દૂર રહી જાય છે , ને મૃત્યુ ભેટો કરે છે, ત્યારે પસ્તાવો થાય છે, કે આવ્યો હતો માનવ બનવા પણ  બીજાના પનારે પડયો માટે બની શક્યો નહીં ,મારી રીતે સત્ય સ્વરૂપ થઈને જીવ્યો નહીં,  અને બનાવતિયોમાં અટવાય ગયો  ને પસ્તાય  છે,  ને જીવન એળે ગયું  એવો ભાસ થાય છે,   આપણાં ઋષીઓની કલ્પના હતી કે માણસ સત્ય ધર્મને જાણીને  સત્ય ધર્મનું સ્વરૂપ સમજીને અનુસરણ  કરશે,  માણસ સુખ શાંતિ અને આનંદમાં  સ્થિર થઈને   સત્યની આગળી  પકડી  સમૃધ્ધિને પામશે, આ હતી આશા તે આશા પણ આપણે ખોઈ નાખી છે, આ છે આપના સૌની કહાણી,  સમય છે   હજી, તમો તમારી પોતાની પરમ ચેતનામાં જાગૃતતા પૂર્વક સ્થિર થઈને વર્તમાનમાં જીવન જીવે જાવ,  અને પદાર્થની પકડ છોડો,  અને અનાશક્ત ભાવમાં સ્થિર થઈ  ઉપયોગના ભાવમાં જીવો જરૂર  ખરેખર માનવ બની જ શકશો, અને આ માટે ક્યાંય ભટકવાની જરૂર નથી તમોને જે સત્ય લાગે તેનું અનુસરણ કરો તેજ તમારું સત્ય જ  તમોને માનવ બનાવશે જ , તેવી પાકિ શ્રધ્ધા અને વિશ્વાસ  સાથે જીવો , અને ભયથી મુક્ત થાવ તમારું પોતાનું સત્ય જ ભય થી તમોને મુક્ત કરશે,  ત્યાંજ શાન્તિ છે.

તત્વચિંતક  વિ પટેલ 



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/37mgtrG
Previous
Next Post »