બહાર વાવાઝોડાની ભીતિ વચ્ચે શહેરનાં લોકો પોતપોતાનાં ઘર તરફ ભાગી રહ્યાં હતાં. પણ, મારી ભીતર ગજબની શાંતિ હતી જાણે. કારણ ? મને હવે કશાનો ડર નથી લાગતો. ડરને પણ ખબર છે કે, આ ીને હવે બધું કોઠે પડી ગયું છે. ચાલો, આ ઘેરી રાતને મારી વાતોથી વધુ ઘેરી બનાવું. ક્યાંથી શરુ કરું? હું ખુદ મૂંઝવણમાં છું. બધાને ક્યાં ખબર છે કે, હું નામે 'અનન્યાદ ! મારું દુ:ખ પણ એવું જ મારાં નામ જેવું, અનન્ય !
આમ તો હું રાતોની રાણી કહેવાતી હતી. 'હતી???' હા, મને પણ આ જ શબ્દ ખૂંચે છે. પણ શું થાય? હવે હું 'રાતરાણી' ની જેમ સુગંધ નથી ફેલાવી શકતી ! દિવસમાં મારી જાતને શોધતી ફરું છું અને રાતે અંધકારમાં છુપાઈ જાઉં છું. કોને ખબર હતી મારું આ જ ભાગ્ય હશે?
મારું ઘર ગામમાં દરેક જણને ખબર, કારણ એટલું જ કે, હું પશા પટેલની દીકરી. ગામમાં એકપણ એવું માણસ ન મળે જે અમારાં કુટુંબને ન ઓળખે. મોટું ખોરડું, ખાવા-પીવાની લીલા લહેર. બસ. મજાથી ફરવાનું, ભણવાનું ને રમવાનું. હું ખૂબ જ લાડકોડમાં ઉછરી રહી હતી. મારી પંદરમાં વર્ષની વસંત પૂરબહારમાં ખીલી હતી. પણ, સમય કંઈ બધને એકસરખાં લાડ થોડો લડાવે છે?
અચાનક ઉપરાછાપરી ગામમાં બે વર્ષ દુકાળ પડયો. દુકાળને લીધે ખેતર અને ઘરમાં પપ્પાને થયેલું નુકસાન સમજવા જેટલી ઉંમરે ક્યાં હું પહોચી હતી? ચાલીસ વર્ષ પહેલાં પણ દુકાળ પડવાથી, આજનાં સમય જેવી જ દારુણ સ્થિતિ રહેતી હતી. મમ્મીના ઘરેણાં વેચી કરવું પડેલું દેવું પપ્પાને માથે ચઢતું જતું હતું. ધીમે ધીમે મને સમજાતું ગયું કે ઘરની પરિસ્થિતિ પહેલાં જેવી નથી રહી. એ ઉછળકૂદ અને મસ્તીના દિવસો નથી રહ્યાં હવે. ગામમાં બધની હાલત એવી હતી કે કોણ કોના દુ:ખ વહેંચે? ભાઈ તો મારાથી નાનો, એ પણ જાણે અચાનક મોટો થઈ ગયો.
એક દિવસ પપ્પા-મમ્મીને રાતે વાત કરતાં સાંભળ્યા કે, શહેરમાં કોઈ નોકરી શોધવા જવું પડશે અને ખેતર વેચી દેવું પડશે. નહી તો જીવવું મુશ્કેલ છે. ધીમે ધીમે કરતાં ઘરનાં બધં નોકર-ચાકરને વિદાય તો ક્યારની આપી દેવાઇ હતી. એક દિવસ પપ્પા શહેરમાં નોકરી શોધવાં ગયા.
... અને એ દિવસે પપ્પા ગયા તો ગયા,પાછાં આવ્યા જ નહીં. અચાનક થયેલાં એક અકસ્માતમાં પપ્પાની સાથે-સાથે રહીસહી આશાએ પણ વિદાય લીધી. બસ, તે ઘડીથી જિંદગીએ જે દુકાળ જોયો છે ! આજે આ ઉંમરે પણ મારી જિંદગીની ધરતી પ્રેમનાં એ ઝરમર ટીપાં વરસે તેની રાહ જોઈ રહી છે. અફસોસ ! એ ધરતી સુકીભઠ્ઠ જ રહી ગઈ !
પપ્પાનાં ગુજરી જવાં પછી મમ્મીએ પણ વધુુ સમય સાથ ન નિભાવ્યો. હું ને ભાઈ એકલાં મૂંઝાયા કરતાં હતાં. અને એવામાં પપ્પાનાં મિત્ર, દિનુકાકા વ્હારે આવ્યાં. ગામનાં ઘરને તાળું મારી, અમે એમનાં ભરોસે સાથે ચાલી નીકળ્યાં. ભાઈને એમણે કોઈ બીજાં શહેરમાં કામ પર લગાડી દીધે. અમે બંને હજી પૂરી સમજણની સપાટીએ આવ્યાં નહોતાં. ત્યાં ભાઈ-બહેનનું આમ જુદાં થવું શું ભગવાને લખ્યું હશે? મને કોઈ મોટાં શેઠને ત્યાં કામ પર મૂકી હતી. ઘરમાં બાળકો હતાં નહીં ને શેઠ મોટાભાગનો સમય બહારગામ જ રહેતાં. શેઠાણીને મળવા અલગ અલગ મિત્રો આવતાં રહેતાં.
બધંનું વર્તન મને ઘણી વાર રહસ્યમય લાગતું. મારાં તન-મનને ભેદતી એમની આંખો મને રીતસર વાગતી. પણ હું કંઈ બોલી શકતી નહીં. દિનુકાકા ત્યાર પછી ક્યારેય દેખાયાં નહોતાં. એક દિવસ મેં ભાઈને મળવા જવાની ઇચ્છા જતાવી. પહેલાં તો શેઠાણીએ ના પાડી, પણ પછી શું વિચારી તૈયાર થયા. બીજાં દિવસે એને મળવા આવતાં એમનાં મિત્ર સાથે મોકલી આપી, એમ કહીને કે 'મારો ભાઈ કામ કરે છે તે જગ્યા એને ખબર છે.' હું પણ સાવ નાદાન નહીં તો, બેસી ગઈ એમની ગાડીમાં. રસ્તામાં એક જગ્યાએ ચા પીવા રોકાયા એ જ !
બસ, પછી તો સીધી આંખ ખૂલી તો અહી જ ! મેં છૂટવા અને ભાગી જવાં માટે ખૂબ પ્રયત્ન કર્યા. પણ, મારી એ દુનિયાના દરવાજા હવે હંમેશ માટે બંધ થઈ ગયા હતાં. મારાં ી હોવાનો અહેસાસ કરાવી જતાં એ અત્યાચારો સહેવા જેટલી હું મજબૂત ક્યાં હતી ત્યારે? પુરુષ જાત પર પહેલી વાર મને નફરત થઈ આવી. ધીમે ધીમે મને સમજાયું કે પેલી શેઠાણી મારાં જેવી કંઇ કેટલીય છોકરીઓને વેચીને પૈસાદાર બની હશે. શું એ ી થઈને ીજાત સાથે, એની દીકરી સમાન છોકરીઓ સાથે આવું કરી શકે? શું એ ી કહેવાને લાયક ખરી?
ખેર ! જિંદગી સતત વહેતી રહી, મારી સંવેદનાની ધાર બહારથી બુઠ્ઠી અને અંદરથી તીક્ષ્ણ થતી રહી. રોજ રાતે મા-બાપને આકાશમાં લાખો તારાઓ વચ્ચે શોધ્યા કરું છું. કેમ અમને આમ છોડી ગયા હશે? સંવેદનહીન લોકો વચ્ચે રહેવાનું ને જીવવાનું હતું. હું કેટલાયે લોકોની રાત-રાણી બની હતી. કહેવાય છે ને, રાતરાણીની માદકતા જ કઇંક અલગ હોય છે, મારી જેમ જ ! રાતે ખીલવાનું અને સુગંધ પણ રાતે જ ફેલાવવાની. પણ, હા હું દિવસ રાત હવે મૂરઝાયેલી જ રહું છું. મા કહેતી જે ઘરનાં આંગણે રાતરાણી હોય તે ઘરનું વાતાવરણ હંમેશા પ્રફુલ્લિત અને શાંત રહે છે અને ત્યાં સુખ સમૃધ્ધિ બની રહે છે. કદાચ મારું ભાગ્ય જ એવું હશે કે, જેની સુગંધ તો લોકો લઈ જાય છે પણ કોઈ એનાં આંગણે રાખવાં તૈયાર નથી હોતું.
***
હું ત્યાર પછી મારાં ભાઈને ક્યારેય મળી નથી, કયા મોઢે મળું અને શું કહું? ઘણીવાર આંખોમાં મારી જ લાચારી જોઈ લોહી સી આવતું. મેં મારી જિંદગી બીજાને નામ કરી દીી. ન હું કોઈને ચાહતી, ન કોઈ મને ચાહતું. ને જે લોકો ચાહવાનો દાવો કરે છે તે મને નહિ, મારાં આ સુગંધિત અને ખીલેલાં મારાં શરીરરૂપી ફૂલને ચાહે છે. મને ઘણીવાર, અકારણ- મારું ગામ, ગામનું પાદર, મારી શાળા, ખુલ્લાં લહેરાતાં અમારાં ખેતરો ખૂબ જ યાદ આવે છે. ગામનાં લોકોએ શું અમને યાદ રાખ્યાં હશે? શું હું પાછી ગામ જાઉં તો લોકો આવકારે ખરાં? આવા તો કેટલાંય પ્રશ્નો ઊઠીને વિખેરાઈ જાય છે.
મારી મા મને ઘણીવાર રાત્રે આકાશમાં ટમટમટા તારા બતાવી કહેતી, 'બેટા, આપણી જિંદગીને આવી રીતે ચમકતી બનાવવી જોઈએ. જ્યાં સુધી ચમક છે ત્યાં સુધી બીજાને રોશની આપો અને જયારે એને પણ લાયક નથી રહેતાં તો લોકોની ઇચ્છા પૂરી કરતાં ખરી પડો.' મા મને ખૂબ યાદ આવતી. શું એ પણ ક્યાંક તારો બનીને મારાં જેવી હજારો દીકરીઓને રોશની આપી રહી હશે !? મને એની પડખે ફરી સૂઈ જવું છે પણ, એ માટે તો મારે એની પાસે જવું પડે ને ! હા, એક દિવસ ચોક્કસ જઈશ એવી આશામાં વર્ષો વીતતાં ગયાં અને મારી ઉંમર વધવાની સાથે મારી સુગંધ ઘટતી ગઈ. હવે મારાં થોડાં-થોડાં બેડોળ થવા લાગેલ શરીરે, એ તાજાં ખીલેલાં ફૂલ જેવી સુંદરતા ગુમાવી દીી છે. રાતોની રાતો ચૂથાંતો રહેલો મારો આત્મા હવે એ પડેલાં ઘા પર મલમ ઝંખી રહ્યો છે. હવે હું બીજાંને, બગીચામાંથી કળીઓ અને રંગબેરંગી ફૂલોને તોડતાં મક્કમતાથી અટકાવું છું. એક ીધર્મ નિભાવું છું !
લેખક-ઉમા પરમાર (સુરત)
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3oy3MA0
ConversionConversion EmoticonEmoticon