- જેનેલિયાએ અમારી જરૂરિયાતો એકદમ મર્યાદિત રાખી છે. અમારી પાસે જે છે તેમાં અમે ખુશ છીએ. જ્યારે તમે આવશ્યકતાઓનો દાયકો સીમિત રાખો ત્યારે તમે સંતુષ્ટ રહી શકો
તાજેતરમાં રિતેશ દેશમુખ અને જેનેલિયા ડિ'સોઝાના લગ્નને નવ વર્ષ પૂરાં થયાં. તેમના આંગણે રિયાન (૬) અને રાહિલ (૪) ધીંગામસ્તી કરે છે. આ ખૂબસુરત યુગલ અવારનવાર પોતાના સંતાનો સાથેના મસ્તી કરતાં, પોતાના ડાન્સ કરતાં વિડિયો સોશ્યલ મીડિયા પર મૂકતું રહે છે. થોડા સમય પહેલા જેનેલિયાએ ફરીથી ફિલ્મોમાં આવવાની પોતાની ઇચ્છા પણ જાહેર કરી હતી.
વર્ષ ૨૦૦૧માં પોતાની સૌપ્રથમ ફિલ્મ 'તુજે મેરી કસમ' વખતે જ એકમેકના પ્રેમમાં પડેલા રિતેશ-જેનેલિયાએ લાંબા વર્ષો સુધી આ બાબતે મગનું નામ મરી નહોતું પાડયું. આ મૂવી ૨૦૦૩માં રજૂ થઈ ગઈ, પરંતુ તેમનો પ્રેમ સંબંધ છેક ૨૦૧૨ની ત્રીજી ફેબુ્રઆરીએ તેમણે લગ્ન કર્યાં ત્યારે જાહેર થયો અને હવે જ્યારે તેમના વિવાદને નવ વર્ષ થઈ ગયાં છે ત્યારે રિતેશ મજાકના સૂરમાં કહે છે કે અમે લગ્નના બંધનમાં ભલે નવ વર્ષ પહેલા બંધાયા હતા. પરંતુ અમારો સાથ ૧૯ વર્ષનો છે. જોકે તે તરત જ ગંભીર થતાં કહે છે કે મારા જીવનના આ ૧૯ વર્ષ બહુ સરસ રીતે વિત્યાં, મારા માટે અમારો સંબંધ ઈશ્વરના આશીર્વાદ સમાન છે.
રિતેશ પોતાના વિવાહિત જીવનમાં બહુ સુખી-ખુશ છે. અને આ ખુશીનું કારણ જણાવતાં તે કહે છે કે મેં અને જેનેલિયાએ અમારી જરૂરિયાતો એકદમ મર્યાદિત રાખી છે. અમારી પાસે જે છે તેમાં અમે ખુશ છીએ. જ્યારે તમે આવશ્યકતાઓનો દાયકો સીમિત રાખો ત્યારે તમે સંતુષ્ટ રહી શકો. વળી જેનેલિયાએ તો મારા જીવનને વ્યવસ્થિત રીતે ગોઠવી દીધું છે. તેણે મારી ખાવાપીવાની આદતો સુધારી છે. એક તબક્કે હું રાત્રે ૧૧ વાગે જમતો. હવે હું સાંજે સાત વાગે જ જમી લઉં છું. અગાઉ હું માત્ર માંસાહાર કરતો. ધીમે ધીમે તેણે મને શાકાહાર તરફ વાળ્યો. અને છેલ્લા આઠ મહિનાથી તો હું માત્ર વેગન આહાર લઉં છું. તેણે મને સમય વ્યવસ્થાપનની કળા શીખવી છે. અગાઉ મારી પાસે ક્યારેય આટલો બધો સમય નહોતો બચતો.
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3k3QXwQ
ConversionConversion EmoticonEmoticon