- એક દિવસ માટે ખાધેલું પચાવવા ચૂરણની ફાકી જોઈતી હતી અને એ વિદૂષાએ મને જાુલાબની ફાકી પધરાવી દીધી. મારું ખાધેલું પચવું તો બાકી રહી ગયું. પણ જે મોડી રાત સુધી મારે ઊંઘ બગાડીને દોડાદોડ કરવી પડી તેની જાણ છેક સવારે એ ફેમિલિ ડૉક્ટરને પડી
મા રા એક મિત્ર ચંપક દેસાઈને ઘેર મળવાનું થયું. એના ઘરમાં પ્રવેશ કરતાં જ દીવાનખાનામાં ભીંત પર જડેલું એક મોટું કબાટ હતું. મને જરા કુતૂહલ થયું કે કબાટમાં ચોપડીઓ ભરેલી હશે... ! એને વાંચવાનો ખાસ શોખ હોય એમ હું જાણતો નહોતો. પુસ્તક ખરીદવામાં તો એ માનતો જ નહોતો એની મને ખબર હતી. પણ કદાચ ભેટ મળેલાં પુસ્તકો અગર તો વાંચવા માટે લઈ આવીને પાછાં વાળવાનું ભૂલી જવાને કારણે પુસ્તકો કબાટમાં ગોઠવ્યાં હશે. મને પુસ્તકો વાંચવાનો શોખ વિશેષ મને જરા લોભ થયો કે કદાચ કબાટમાં સારું પુસ્તક વાંચવા માટે મળી જાય...!
'તારું પુસ્તકાલય જરા જોઉં ?' એમ કહીને એની વગર રજાએ મેં કબાટ ખોલ્યું 'અરે, અરે ચંપક કબાટમાં આટલી બધી શીશીઓ, બાટલીયો...! કોને માટે છે ? ઘરમાં કોઈ ડાકતર છે ?
ના રે ભઈ ! ડૉક્ટર તો નથી ક્યાંથી પોષાય પણ પ્રસંગે પ્રસંગે એમણે પ્રીસ્કાઈબ કરેલી- સૂચવેલી દવાઓ મેં એકઠી કરી રાખી છે ?
'પણ આટલી બધી દવાની શીશીઓ ?તારું તે શરીર છે કે દવાખાનું ? આટલી બધી દવા, તું પીએ છે ?'
'એ દવાઓ પર તો જીવતો છું. તને ખાસ ખબર નહિ હોય પણ મારું શરીર અનેક નાના મોટા રોગોનું યજમાન છે. હું મારા એ મહેમાનોને કહેતો નથી કે મહેમાનો વહાલા પુન:પધારજો. પણ એમને કદાચ મારી મહેમાનગીરી માફક આવી ગઈ હશે. એટલે અવારનવાર જુદા જુદા મહેમાનો આવી ચડે છે અને મારું શરીર તેમને વાસો કરવા માંઅનુકૂળ પડતું હશે એટલે ઝટ ઝટ જવાનું નામ લેતા નથી.
'પણ દવાની આટલી બધી શીશી ? મેં આશ્ચર્યથી પૂછ્યું.
જાુદા જુાદા રોગો માટે જુદી જુદી શીશી. તારા કબાટમાં જેમ પુસ્તકોનો વાસ છે તેમ મારા કબાટમાં ઔષધોનો વાસો છે તારા કબાટમાં તું જુદા જુદા લેખકોનાં પુસ્તકો સાચવીને કદાચ તરવરાટ મૂકતો હોઈશ. તેમ હું મારા જાુદા જુદા રોગો માટે જુદા જુદા ઔષધો અને એને માટે જુદી જુદી શીશીઓ-બાટલીઓ અને બાટલાય સમખાવા પૂરતા ખરા !
મારા મિત્ર ભલે મારા બાટલીપુરાણ કે શીશી-પુરાણથી અજાયબ થયા, પણ મારા શરીરમાં જુદા જુદા રોગો અવારનવાર મહેમાન થઈને આવે છે તેમને વિદાય કરવા માટે જુદા જુદા તરીકા અજમાવવા પડે છે.
મારે રોજેરોજ કોઈને કોઈ શીશી કોઈને કોઈ શારીરિક તકલીફ માટે ખોલવી પડે છે. અને હવે મારા ક્યા રોગ માટે ક્યી શીશીની દવા કામ લાગશે તેનું ગણિત મોઢે થઈ ગયું છે.
જેમ અનુભવી લેખકને એના બુકકેસમાંથી જે ચોપડી જોઈતી હોય તેના પર જ તેનો હાથ પડે છે. તેમ મારો પણ હાથ ઔષધ માટે ચોક્કસ શીશી પર જ પડે છે. ક્યા રોગ માટે કયી શીશીમાંથી ટેબ્લેટ-ગોળી લેવી. ક્યારે ક્યા રોગ પર ફાકી લેવી તેની મને અંધારામાંય સૂઝ પડી જાય છે મુશ્કેલી તો ત્યારે આવે છે, જ્યારે મારાં રોગચિકિત્સક પત્ની દવાની શીશીઓમાં ઝાપડઝુપટ કરે છે ત્યારે...એમની ઝાપટઝુપટ કોઈવાર મારા શરીરનું નખ્ખોદ વાળી દે છે.
એક દિવસ માટે ખાધેલું પચાવવા ચૂરણની ફાકી જોઈતી હતી અને એ વિદૂષાએ મને જાુલાબની ફાકી પધરાવી દીધી. મારું ખાધેલું પચવું તો બાકી રહી ગયું. પણ જે મોડી રાત સુધી મારે ઊંઘ બગાડીને દોડાદોડ કરવી પડી તેની જાણ છેક સવારે એ ફેમિલિ ડૉક્ટરને પડી. એ માટે મારે જુલાબ બંધ થવાની ગોળી લઈ આવ્યાં. મેં અવિશ્વાસ પૂર્વક ગોળી જોઈ. નામ વાંચ્યું, પછી જ એનો ઉપયોગ કર્યો.
હવે મેં નક્કી કર્યું છે કે મારી દવાઓની તિજોરીમાં કોઈનેય સ્પર્શ કરવા દેવો નહિ.
પણ મારી ગફલતમાં નોકરે ઔષધોનું કબાટ ખોલીને સાવરણી ફટકારી તેમાં મારી કેટલી બધી જીવનદાતા શીશીઓનો ખુડદો બોલી ગયો. હું ગભરાઈને નોકરને ધમકાવવા દોડયો ત્યારે મારા ઔષધની શીશીઓના કાચ મારા પગમાં જ આશરો લઈ બેઠા એની કથા વળી જુદી.
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2YDwrsS
ConversionConversion EmoticonEmoticon