નડિયાદ, તા.6 ફેબ્રુઆરી 2021, શનિવાર
નડિયાદ સેશન્સ કોર્ટે કઠલાલ તાલુકાના છીપડી સીમવિસ્તારમાં રહેતા આરોપીને આજીવન કેદની સજા અને દંડ ફટકાર્યો છે. સગીરાના અપહરણ તથા બળાત્કારના ગુનામાં કોર્ટે આ સજા ફરમાવી છે.જ્યારે અન્ય એક વ્યક્તિને કોર્ટે નિર્દોષ જાહેર કર્યો છે.
કઠલાલ તાલુકાના છીપડી ખેતરમાં પાટામાં રહેતા બળવંતભાઇ ઉર્ફે ભલાભાઇ ભીખાભાઇ છગાભાઇ રાઠોડ ગત તા.૨૪-૭-૨૦૧૯ ના રોજ કપડવંજ ગામ નાની સુલતાનપુર વ્હોરા કબ્રસ્તાનની સામે ખેતરથી સગીર વયની દિકરી ઉં.૧૫ની ને લલચાલી ફોસલાવી જાર કર્મ કરવાના ઇરાદે ભગાડી લઇ ગયો હતો. આરોપી બળવંતભાઇ રાઠોડને રાજુભાઇ દલસુખભાઇ તાવીયાડ રહે,હોળીફળિયુ કાળીયા આંબા,તા.સંતરામપુર જી.મહીસાગર પોતાના રહેણાંક ઘરે આશરો આપ્યો હતો.આ બનાવ અંગે કપડવંજ ટાઉન પોલીસ મથકે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.આજ રોજ આ કેસ નડિયાદ પોસ્કો કોર્ટમાં ચાલી જતા સરકારી વકીલ મિનેષભાઇ આર પટેલે કુલ-૧૯ થી વધુ દસ્તાવેજી પૂરાવા અને મૌખિક પુરાવાઓ સાથે દલીલોકરી હતી. જે દલીલો કોર્ટે ગ્રાહ્ય રાખી આરોપી બળવંતભાઇ ઉર્ફે ભલાભાઇ રાઠોડને ગુનેગાર ઠેરવી આજીવન કેદની સજા અને કુલ રૂા.૪૨,૦૦૦ હજારનો દંડ ફટકાર્યો છે.
જેમાં ઇ.પી.કો કલમ ૩૬૩ મૂજબના ગુનામાં કામે તકસીરવાન ઠેરવી પાંચ વર્ષની સખત કેદની સજાઅને રૂા.૫,૦૦૦ નો દંડ,દંડ ન ભરે તો વધુ છ માસની સાદી કેદની સજા,ઇ.પી.કો કલમ ૩૬૬ મૂજબના કામે તકસીરવાન ઠેરવી પાંચ વર્ષની સખત કેદની સજા અને રૂા.૫,૦૦૦ નો દંડ અને દંડ ન ભરે તો વધુ છ માસની સખત કેદની સજા,ઇ.પી.કો કલમ ૩૭૬(૨)એન(૩) મૂજબના કામમાં આજીવન કેદની સજા અને રૂા.૧૦,૦૦૦ નો દંડ,દંડ ન ભરે તો વધુ એક વર્ષની કેદની સજા, સ્પે.પોંક્સોની કલમ ૩(એ),૪ મૂજબના ગુનાના કામે તકસીરવાન ઠરાવી આજીવન કેદની સજા અને રૂા.૧૦,૦૦૦ દંડ,દંડ ન ભરે તો વધુ એક વર્ષની સજા ભોગવવાનો હુકમ કર્યો છે. જ્યારે નડિયાદ પોંક્સો કોર્ટમાં ચકચારી મચાવનારા કેસમાં આજે કોર્ટે ચૂકાદો આપ્યો છે. તેમાં આરોપી નં-૨ રાજુભાઇ દલસુખભાઇ તાવીયાડે રહે, હોળીફળિયુ કાળીયા આંબા, તા. સંતરામપુર જી.મહીસાગર પોતાના રહેણાંક ઘરે બળવંતભાઈને આશરો આપ્યો હતો. રાજુભાઈને કોર્ટે નિર્દોષ ઠેરવી છોડી મૂકવાનો હુકમ કર્યો છે.
from Kheda anand News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3q0sM4g
ConversionConversion EmoticonEmoticon