નડિયાદ નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપ-કોંગ્રેસ અને અપક્ષ વચ્ચે જંગ


- પાલિકાની 49 બેઠકો વચ્ચે 113 ઉમેદવારો 13 વોર્ડની ૫૨ બેઠકોમાં ત્રણ બિનહરીફ

નડિયાદ, તા. 18 ફેબ્રુઆરી 2021, ગુરુવાર


ખેડા જિલ્લામાં આવનાર સમયમાં પાંચ નગર પાલિકા અને આઠ તાલુકા પંચાયતની ચૂંટણીઓ યોજાશે.જેમાં નડિયાદ,કપડવંજ,કણજરી,કઠલાલ અને ઠાસરામાં નગરપાલિકાની ચૂંટણીઓ યોજાશે.ફોર્મ ચકાસણી અને ઉમેદવારી ફોર્મ પરત ખેંચ્યા બાદ ઉમેદવારો વચ્ચે સિધ્ધો જંગ જોવા મળી રહ્યો છે.ઠાસરામાં ત્રીજા મોરચા તરીકે આમ આદમી પાટીએ પોતાના ઉમેદવારો ચૂંટણી મેદાનમાં ઉતારતા પાલિકા અંકે કરવા ધમાસાણ જોવા મળી રહ્યુ છે. 

નડિયાદ નગરપાલિકાની કુલ ૪૯ બેઠકો પર કુલ-૧૧૩ ઉમેદવારો વચ્ચે  જંગ જામ્યો છે.નગરપાલિકાના કુલ-૧૩ વોર્ડની  બાવન  બેઠકમાં ત્રણ બેઠક બિનહરીફ થઇ છે.અને બાકીની ૪૯ બેઠક માટે કુલ-૧૧૩ ઉમેદવારો વચ્ચે રસાકસી જોવા મળી રહી છે.નડિયાદ નગરપાલિકાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી,અપક્ષ અને કોગ્રેસ વચ્ચે ટક્કર જોવા મળશે.

કપડવંજ નગરપાલિકાની સાત વોર્ડ માટે કુલ-૨૮ બેઠકો પર ચૂંટણી યોજાશે.જેમાં ૭૯ ઉમેદવારો ચૂંટણી મેદાનમાં ઉતર્યા છે.પાલિકા ચૂંટણીમાં સૌથી વધુ વોર્ડ નં-૩ માં કુલ-૧૫ ઉમેદવારો છે.રાજકીય પક્ષોમાં ભારતીય જનતા પાર્ટી અને અપક્ષ ઉમેદવારો વચ્ચે સિધ્ધી ચૂંટણી યોજાવા જઇ રહી છે.કણજરી નગરપાલિકાના છ વોર્ડની કુલ-૨૪ બેઠકો પર ચૂંટણી યોજાશે.જેમાં કુલ-૪૯ ઉમેદવારો મેદાનમાં  છે.પાલિકાના વોર્ડ નં-૨માં નવ ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ જોવા મળી રહ્યો છે.જ્યારે અન્ય વોર્ડમાં આઠ-આઠ ઉમેદવારો વચ્ચે સિધ્ધિ ટક્કર જોવા મળી રહી છે.

કઠલાલ નગરપાલિકાના છ વોર્ડમાં આઠ-આઠ ઉમેદવારો મેદાનમાં છે.કુલ-૪૮ ઉમેદવારો મેદાનમાં છે.કઠલાલ નગર પાલિકામાં ભારતીય જનતા પાર્ટી અને સમાજવાદી પાર્ટી વચ્ચે સિધી ટક્કર જામી છે.ઠાસરા નગરપાલિકાના કુલ-છ વોર્ડમાં કુલ-૮૫ ઉમેદવારો  છે.અહી વોર્ડ નં-૧ અને ૩ માં કુલ-૧૮ ઉમેદવારો છે.જ્યારે વોર્ડ નં-૬ માં નવ ઉમેદવારો વચ્ચે ચૂંટણી છે.અહી ત્રણ રાજકીય પક્ષો સીટ અંકે કરવા માટે જહેમત ઉઠાવી રહ્યા હતા.જેમાં ભારતીય જનતા પાર્ટી,આમ આદમી પાર્ટી અને અપક્ષ વચ્ચે ચૂંટણી યોજાશે.



from Kheda anand News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3s67frB
Previous
Next Post »