2024ના પેરિસ ઓલિમ્પિક્સમાં થશે બ્રેકડાન્સ

- યુવાનોમાં  બ્રેકડાન્સિંગની વધેલી લોકપ્રિયતાને ધ્યાનમાં રાખી તેને સ્પોર્ટસ તરીકે ઓલિમ્પિક્સમાં સામેલ કરી છે. આઈઓસીની  આ પહેલ ઘણાં ખેલાડીઓને ગમી નથી. 


૨ ૦૨૪ પેરિસ ઓલિમ્પિક્સમાં ચાર નવી રમતો ઉમેરવામાં આવી, એવી જાહેરાત તાજેતરમાં જ ઇન્ટરનેશનલ ઓલિમ્પિક્સ કમિટી (આઈઓસી)એ કરી, આથી સ્વાભાવિક રીતે જ આ ચાર નવી રમતો કંઈ છે, એ જાણવાની તાલાવેલી દરેકને થાય અને એ ચાર રમતોમાં સ્કેટબોર્ડિંગ, સ્પોર્ટ ક્લાઈમ્બિંગ, સર્ફિંગ રિસિવર્ડ ફેવરેબલ રિસેપ્શન અને કોમ્પેટેટિવ બ્રેકડાન્સિંગનો સમાવેસ થાય છે. આ ચાર રમતોની વાતો જાણી ઘણાંના આંખના ભવાં તણાઈ ગયા. હજુ થોડા દિવસો પહેલાં જ અભિનેતા હૃત્વિક રોશન અને ટાઇગર શ્રોફે કે જેઓ બિલિયન્ટ ડાન્સિંગ સ્કીલ ધરાવે છે તેમણે તેમની સ્મુથ અને દોષરહિત-વિના વિલંબે બ્રેકડાન્સ મુવ્ઝ દેખાડી દર્શકોને આશ્ચર્યમાં નાખી દીધા હતા. બ્રેક ડાન્સિંગમાં આ બંને તો ચેમ્પિયન છે. જો કે સત્તાવાર રીતે તેને બ્રેકિંગ તરીકે ઓળખવામાં આવે છે અને કેટલાંક વર્ષતી તે ગેમમાં પણ સમાવિષ્ઠ છે. એક અહેવાલમાં એવું પણ જણાવાયું છે કે આઇઓસીએ તેની વિઝ્યુઅલ અપીલ અને યુવાનોમાં તેની વધેલી લોકપ્રિયતાને ધ્યાનમાં રાખી તેને સ્પોર્ટ તરીકે ઓલિમ્પિક્સમાં સામેલ કરી છે. આ સાથે એટલું પણ સાચું છે કે આઈઓસીની  આ પહેલ ઘણાં ખેલાડીઓને ગમીય નથી. આમ છતાં, વિશ્વભરના ડાન્સરો આ ડાન્સને એથ્લેટ તરીકેનું બીડું અને સ્થાન મળ્યું તેનાથી ઘણાં ખુશખુશાલ છે. જો કે ઘણાં આ બાબતની ટીકા પણ કરે છે અને એક નૃત્યને રમતનું સ્થાન કેમ આપવામાં આવ્યું તેવી ટીકા પણ કરે છે.

આ અંગે શાંતનું મહેશ્વરીની વાત જ કાને ધરવા જેવી છે. શાંતનુ કહે છે, બ્રેકિંગનું અર્થઘટન ઓછું હેતુલક્ષી ચે. બ્રેકિંગની ટીકા એટલા માટે પણ કરવામાં આવે છે કે સ્પોર્ટ એ છે કે જે અંગે જજ કરવું એ હેતુલક્ષી હોવું જોઈએ. આમ છતાં, એક્ટર-ડાન્સર શાંતનુ કહે છે કે 'જિમ્નાસ્ટિકની જેમ જ - સરખી લાઈન પર તેનું જજિંગ થવું જોઈએ, પણ અહીં તો ઓછું હેતુલક્ષી અર્થઘટન થયું છે અને તે પણ અન્ય નૃત્યોની સરખામણીમાં.' દેખિતી રીતે એક ડાન્સર જ જ્યારે આવું કહે ત્યારે ટીકા તો થવાની જ છે. 

બાસ્કો માર્ટિસ શું કહે છે ?

મોટાભાગના ડાન્સરો અને કોરિયોગ્રાફર્સ બ્રેકિંગ એ સ્પોર્ટ નથી, એવું ભારપૂર્વક કહે છે. તેઓ કહે છે, બ્રેકિંગની સુસ્પષ્ટ નિસર્ગ તેની ટેકનિકો અને સ્પોર્ટી એલિમેન્ટ સાથે સ્પોર્ટ અને કળા વચ્ચે પડેલી ખાઈ પર એક બ્રિજ (પુલ)નું કામ કરે છે. બીજી તરફ કોરિયોગ્રાફર બોસ્કો માર્ટિસ કહે છે, 'બ્રેકિંગ ખરેખર એથ્લેટિક છે. અને એ સંપૂર્ણપણે સ્કીલ આધારિત છે. એકને શક્તિ-તાકાત જોઈતી હોય છે અને વર્ષોની ટ્રેનિંગ પછી એ મુવ્ઝને ફરી પાછી ખેંચી લે છે. આસપાસની ઘણી રમતોથી આ કેમ જુદી છે, એ હું સમજી નથી શકતો. ડાન્સના દરેક ફોર્મ્સ અને બ્રેકિંગ ખાસ કરીને આર્ટ ફોર્મ્સ અને સ્પોર્ટ ફોર્મ્સમાં એમ બંને રીતે વિચારવું જોઈએ. કેમ કે એમાં બંને ફિલ્ડના પરિબલો સમાવિષ્ઠ હોય છે. આ સાથે જ બોસ્કો ઉમેરે છે કે મોટા ભાગની બ્રેકિંગ સ્પર્ધામાં વન-ઓન-વન - ફેસ - ઓક્સને પરવાનગી આપવામાં આવે છે તેને ડાન્સ ફોર્મમાં લેવામાં આવે છે અન સ્પર્ધાત્મક સ્પોર્ટ પણ માનવામાં આવે છે. 'આને બ્રેકિંગમાં વન-ઓન-વન બેટલ્સ ગણવામાં આવે છે, જે વન-ઓન-વન સ્પોર્ટ જેવી જ હોય છે. ડાન્સરો કહે છે કે એથ્લેટ્સ અને ડાન્સરો એક સરખી તાલીમમાંથી જ પસાર થાય્ છે અને ફિટનેસના થાક પણ એવી રીતે જ ભણે છે. 

આ બધા વચ્ચે સૌથી મોટો પ્રશ્ન તો બ્રેકિંગ શું છે ? - આ મોટો સવાલ છે. બ્રેક ડાન્સિંગ - સત્તાવાર રીતે તેને બ્રેકિંગ તરીકે ઓળખવામાં આવે છે અને તેને બી-બોયિંગ અતવા બી-ગર્લિગ તરીકે પણ જાણવામાં આવે છે. ૧૯૭૦માં અમેરિકામાં મૂળભૂત રીતે આ સ્ટ્રીટ ડાન્સરોની એથ્લેટિક્સ સ્ટાઈલ તરીકે ઓળખાતી. આ પછી તે મેઈન સ્ટ્રીમની ફિલ્મો જેવી કે 'ફ્લેસડાન્સ', 'બીટ સ્ટ્રીટ અને એ પહેલાં 'સ્ટેપ અપ' સીરિઝ તેમાં જોવા મળી અને વિશ્વબરમાં પ્રસિધ્ધ અને લોકપ્રિય ઠરી હતી. ભારતમાં તો 'સ્ટ્રીટ ડાન્સર' થ્રીડી આવી હતી જેનું દિગ્દર્શન રેમો ડિ'સોઝાએ કર્યું હતું, આમાંની એક ફિલ્મમાં રેમોએ પણ ડાન્સ કર્યો હતો. ભારત અને પશ્ચિમ એમ બંનેમાં આ ડાન્સ ફોર્મ ઘણો લોકપ્રિય બન્યો અને તેનો વિકાસ પણ ઘણો થયો. ડાન્સ રિયાલિટી શોઝને કારણે આ ડાન્સ બહુ જ લોકપ્રિય બન્યો. આ ડાન્સનું ફોર્મ સ્પર્ધામાં વન-ઓન-વન બેટલ અને આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં મલ્ટીપલ બેટલને સ્થાન મળ્યું. વિશ્વભરમાં દર વર્ષે પ્રાદેશિક સ્તરની સ્પર્ધા યોજાતી જ રહે છે.

અમારા માટે ગ્રેટ એક્સપ્લોઝર : બ્રેકડાન્સર્સ

બ્રેકડાન્સ અંગે જે નિર્ણય લેવાયો તેની જે ટીકા થઈ તેનાથી વ્યાવસાયિક બ્રેકડાન્સરોને બહુ ફરક પડયો નથી. આરિફ ચૌધરી (વ્યાવસાયિક ક્ષેત્રમાં જે બી-બોય ફ્લાંઇગ મશીન તરીકે જાણીતો છે) કહે છે કે, બ્રેકિંગ કદી પણ વ્યાવસાયિક રમત બની શકે નહીં, કેમ કે તે અંગે ગેરસમજ પ્રવર્તે છે, આ નિર્ણયને કારણે વિશ્વભરના બ્રેકરોને મોટું પ્લેટફોર્મ મળશે અને હવે તેઓ તેમની પ્રતિભા ઓલિમ્પિક્સમાં પણ દાખવી શકશે. મને એ વાતનો આનંદ છે.' ઘણાને એવી આશા છે કે આને કારણે દેશમાં બ્રેકિંગ માટેનું માળખાકીય સ્તર ઘણું સુધરી શકે  છે. 

આરિફ કહે છે, 'ઉચ્ચ સ્તરે સ્પર્ધામાં ઊભા રહેવા માટેની તૈયારી કરવા માટે આપણને વિવિધ સવલતોની જરૂર છે.' રમેશ યાદવ (બી-બોય ટર્નિડો તરીકે ઓળખાય છે) ઉમેરે છે કે, 'આપણે મોટાભાગના લોકો કઠણ સિમેન્ટની સપાટી પર પ્રેક્ટિસ કરે છે, જેને કારણે ઇજાનો ભય સૌથી વધુ રહે છે. જો આપણને તાલીમ સ્ટુડિયોમાં અથવા તો મેટ્સ પર પ્રેક્ટિસની સવલતો પૂરી પાડવામાં આવે તો તે આપણા માટે મોટી સવલત બની રહે અને આપણને ઘણી ઉપયોગી ઠરે છે. આવું થાય તો આપણે ઇજાના ભય વિના સરળતાથી પ્રેક્ટિસ કરી શકીએ છીએ.' 



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3axKdTm
Previous
Next Post »