'ટાઈમ' મેગેઝિન 'પર્સન ઓફ ધ 'યર' એટલે વર્ષની આગવી પહેચાન

- જીનિયસ વિજ્ઞાાની આઈન્સ્ટાઈન શતાબ્દીના મહાનુભાવ જાહેર થયા હતા : ગાંધીજી પણ નોમિનેટ થયેલા :ગાંધીજી 1930નાં પર્સન ઓફ ધ 'યર' જાહેર થયેલા

- 1927થી 'પર્સન ઓફ ધ 'યર'ની પ્રથા શરૂ થઇ : પ્રથમ વખત ચમકનાર વિમાની ઉડ્ડયનના પ્રણેતા ચાલ્સ લિન્ડબર્ગ હતા


અ મેરિકાના જગવિખ્યાત 'ટાઈમ' મેગેઝિનનો પ્રથમ અંક ૩ માર્ચ, ૧૯૨૩ના રોજ ૯૦૦૦ નકલો સાથે પ્રકાશિત થયો હતો. પ્રથમ અંકના ટાઈટલ પર અમેરિકાના ઈતિહાસના સૌથી વિચક્ષણ મનાતા સ્પિકર (૧૯૦૩-૧૯૧૧) જોસેફ ગૂર્ને કેનોન હતા.

૨૦૧૨માં તેની ૩૩ લાખ નકલો વેચાતી હતી. ઓનલાઈન વાચનનો વ્યાપ વધતા અત્યારે 'ટાઈમ' મેગેઝિનનું સર્ક્યુલેશન ૨૦ લાખની નીચે સરકી ગયું છે અને હજુ ગબડશે તેમ અંદાજ મંડાય છે.

'ટાઈમ' અને 'ન્યુઝ વીક' વચ્ચે ૮૯ વર્ષ સધી કટ્ટી હરિફાઈ જોવા મળી હતી જેના લીધે વિશ્વને બહેતરીન પત્રકારત્વ, ફિચર્સ, ફોટોગ્રાફી અને વિવિચેનની દ્રષ્ટિ મળી.

ઓનલાઈન પબ્લિકેશન સામે 'ન્યૂઝ વીક' મેગેઝિને ડિસેમ્બર, ૨૦૧૨માં છેલ્લો પ્રિન્ટ આવૃત્તિનો અંક પ્રકાશિત કરીને શરણાગતિ સ્વીકારી. ૂબંને મેગેઝિન વચ્ચેની પ્રિન્ટ એડિશનની હરિફાઈનો આ રીતે અંત આવ્યો હતો.

૨૦૧૪થી નવી માલિકી સાથે 'ન્યૂઝ વીક' પ્રિન્ટ આવૃત્તિ પ્રકાશિત કરે છે પણ હરિફાઈથી દૂર રહી માત્ર ન્યૂઝ સ્ટેન્ડ પર હાજરી પૂરાવવા. ૧૭ ફેબુ્રઆરી, ૧૯૩૩ના રોજ 'ન્યૂઝ વીક'ના પ્રથમ અંકમાં તે અઠવાડિયાના સાત ન્યૂઝમેકરના મુખપૃષ્ઠ પર 'કોલાજ' હતા. જેમાં એડોલ્ફ હિટલર, ફ્રેન્કલીન રૂઝવેલ્ટ, જોસેફ સ્ટાલિન, ફ્રાંઝ વન પાપેન અને સ્વસ્તિકના ચિહ્ન સાથેના હિટલરના જૂથની શરૂઆત દર્શાવતા ધ્વજ લઈને નીકળેલ સેનાની તસ્વીરો હતો. ૧૯૬૧ થી ૨૦૧૦ સુધી 'ન્યૂઝ વીક' 'ધ વોશિંગ્ટન પોસ્ટ કંપની'ની માલિકી હેઠળ હતું ત્યારે તે એક પછી એક શ્રેષ્ઠ અંકો સાથે પ્રકાશિત થતુ રહેલું. તે વખતે આ ૩૨ પાનાના આ બંને મેગેઝિનની કિંમત ૧૦ સેન્ટ હતી. ૨૦૦૩માં 'ન્યૂઝ વીક' 'ટાઈમ' કરતા નોંધપાત્ર સરસાઈ ધરાવતું હતું અને તેની ૪૦ લાખ નકલ વેચાતી હતી. જે ૨૦૧૦માં સીધી જ ૧૪ લાખ પાર આવી ગઈ હતી. આ વખતે 'ટાઈમ' વેચાણમાં ખાસ્સુ આગળ હતું. જ્યારે ન્યૂઝવીક મેગેઝિન બંધ થયું ત્યારે ૧ લાખ નકલ પર આવી ગયું હતું.

'ટાઈમ' મેગેઝિન તેની કવર સ્ટોરી અને ટાઈટલની મહત્તાને લીધે તમામ ન્યૂઝ મેગેઝિન્સમાં આગવું સ્થાન જમાવી શક્યું છે. તેમાં પણ દર વર્ષે 'ટાઈમ' દ્વારા વર્ષની સૌથી પ્રભાવી હસ્તી કે ટ્રેન્ડને, ગુ્રપને 'પર્સન ઓફ ધ યર' જાહેર કરવાની પ્રણાલીએ 'ન્યૂઝ વીક' પર સરસાઈ મેળવવામાં ભૂમિકા ભજવી.

૧૯૨૭થી 'ટાઈમ' મેગેઝિને વર્ષના અંતિમ અંકમાં 'પર્સન ઓફ ધ યર'ને ટાઈટલ પર ચમકાવવાની શરૂઆત કરી હતી. આ પ્રથમ બહુમાન પ્રાપ્ત થયું ચાર્લ્સ લિન્ડબર્ગને જેણે ૧૯૨૭માં ટ્રાન્સએન્ટલાન્ટિક સોલો ફ્લાઈટ ગાર્ડન સીટી, ન્યુયોર્કથી પેરિસમાં પૂર્ણ કરી ઉડ્ડયન વિશ્વમાં ઐતિહાસિક સીમાચિહ્ન પ્રાપ્ત કર્યું. તેના 'મોનોપ્લેન'નું નામ 'સ્પિરિટ ઓફ સેન્ટ લુઈસ' હતું. 'ટાઈમ' મેગેઝિને આ સૌપ્રથમ 'પર્સન ઓફ ધ યર'ની જાહેરાત સાથે તેના વિશ્વવ્યાપી વાચકોને એ મેસેજ પણ આપ્યો કે તેઓ માત્ર રાજકારણીઓને વિશ્વને બદલનારા પ્રભાવક નથી ગણવાના.

૧૯૨૭માં આ પ્રથા શરૂ થઈ તે અગાઉના અમેરિકાના જે પ્રમુખ હતા (કાલ્વિન ક્લિજ અને હર્બર્ટ હૂવર) તેઓ અને ફોર્ડને બાદ કરતા અમેરિકાના તમામ પ્રમુખ 'પર્સન ઓફ ધ યર' બની ચૂક્યા છે. આ ૨૦૨૦ના વર્ષમાં જો બાઈડેન અને કમલા હેરિસને કરાયા છે તેમ એક જ વર્ષે એક કરતા વધુ વ્યક્તિઓને પણ સંયુક્ત રીતે 'પર્સન ઓફ ધ યર' જાહેર કરાતા હોય છે. ૧૧ વખત કોઈ વ્યક્તિ નહીં પણ વ્યક્તિ સમૂહ કે જેઓએ વિશ્વની દિશા બદલવાનો પ્રયત્ન કર્યો હોય તેઓને પણ 'પર્સન ઓફ ધ યર' જાહેર કરાય છે જેમ કે અમેરિકાના સૈનિકો, અમેરિકાના વિજ્ઞાાનીઓ, આંદોલનકારો, ઈબોલા (વાયરસ)ના વોરિયર્સ, વિશ્વયુધ્ધ પછી ૧૯૪૬ થી ૧૯૬૪ દરમ્યાન જન્મેલા (બેબી બૂમર્સ), નવા પરિવર્તનને સ્વીકારનારા આપણે સૌ (યુ), કોઈને કોઈ વિરોધમાં હિંમત કરી વ્હીસલ બ્લોઅરની જેમ અવાજ ઉઠાવનારા (સાયલન્સ બ્રેકર્સ - મી ટુ) અને 'વાલીઓ' (ધ ગાર્ડિયન્સ)ને પણ 'પર્સન ઓફ ધ યર' જાહેર કરાયા છે.

૧૯૮૨માં 'ધ કમ્પ્યુટર'ને કોઈ વ્યક્તિ કરતા મહત્વ આપીને 'મશીન ઓફ ધ યર' જાહેર કરાયું જ્યારે ૧૯૮૮માં 'ઈનડેન્જર્ડ અર્થ' પર વિશેષ ફિચર બનાવીને પૃથ્વી જે ભયજનક વિષમ પર્યાવરણની પડતી તરફ જઈ રહી છે તેને જ 'પ્લેનેટ ઓફ ધ યર' જાહેર કરાઈ હતી.

૧૯૪૯માં વિન્ટસન ચર્ચિલને અર્ધી સદીની મહાહસ્તી 'મેન ઓફ ધ હાફ સેન્ચ્યુરી' તેમજ ૧૯૮૯માં રશિયાના મિખાઈલ ગોર્બાચેવ (મેન ઓફ ધ ડિકેડ) (દાયકાની મહાહસ્તી) અને ૩૧ ડિસેમ્બર, ૧૯૯૯ના અંકમાં લેજન્ડ વિજ્ઞાાની આલ્બર્ટ આઈન્સ્ટાઈનને 'પર્સન ઓફ ધ સેન્ચ્યુરી' - શતાબ્દીના મહામાનવ જાહેર કરવામાં આવ્યા હતા. 'ટાઈમ' મેગેઝિને વિશ્વને એની પ્રતીતિ કરાવી હતી કે ૨૦મી સદીને કોઈ રાજકારણી, ધાર્મિક નેતા કે ક્રાંતિકારીએ નહીં પણ વિજ્ઞાાનીએ માનવજગતને આ મૂકામ આપ્યો છે. ખરેખર તો આ સદીમાં જ બે વિશ્વયુધ્ધ થયા હતા. વિશ્વયુધ્ધના સેનાપતિઓ, મહાસત્તાઓના રાષ્ટ્ર નેતાઓ અને ક્રાંતિકારીઓ વચ્ચે વિજ્ઞાાનનો જયજયકાર થયો.

ઘણાને કદાચ ખબર નહીં હોય પણ સદીના મહાનુભાવ બનવાની સ્પર્ધામાં અમેરિકાના પ્રમુખ ફ્રેન્કલીન રૂઝવેલ્ટ અને મહાત્મા ગાંધીજી પણ હતા. 'ટાઈમ' મેગેઝિને જુદા જુદા ક્ષેત્રોના વિશ્વના સદીના ૧૦૦ મહાનુભાવોની યાદી બનાવી હતી જેમાં ગાંધીજી, ચર્ચિલ, હેરી ડ્રુમેન, રૂઝવેલ્ટ અને મંડેલા આઈન્સ્ટાઈન  નજીકની આખરી હરિફાઈમાં હતા.

'ટાઈમ'ને 'પર્સન ઓફ ધ યર'ની જાહેરાતમાં અમુક વર્ષે અમેરિકા સહિત વિશ્વભરના વાચકોના વિવાદ અને રોષનો સામનો પણ કરવો પડયો છે. જર્મનીના ક્રૂર નાઝી નેતા એડોલ્ફ હિટલરને ૧૯૩૭માં, રશિયાના સરમુખત્યાર જોસેફ સ્ટાલિનને (૧૯૩૯ અને ૧૯૪૨), રશિયન પ્રમુખ નિકિતા ખુશ્ચેવ (૧૯૨૭), અમેરિકાના પ્રમુખ રીચાર્ડ નિક્સન (૧૯૭૦ અને ૧૯૭૧), ઈરાનના અમેરિકા વિરોધી નેતા આયોતોલ્લાહ ખોમેની (૧૯૭૯)ને 'પર્સન ઓફ ધ યર' જાહેર કરાયા ત્યારે 'ટાઈમ' મેગેઝિનનો બહિષ્કાર કરવા સુધીનો પ્રચંડ વિરોધ જોવા મળ્યો હતો.

'ટાઈમ' મેગેઝિન અને તેના ટાઈટલ પર લાલ ચોકડીનું ચોઘડિયું

૨૦ ૨૦ના આ વર્ષનાં આખરી મહિનાના એક અંક પર ટાઈટલ પર મોટા અક્ષરે  ૨૦૨૦ એવું પ્રિન્ટ કરીને તેના પર લાલ ચોકડી લગાવવામાં આવી છે. તેની સાથે અંદર સમાવિષ્ટ લેખનું હેડિંગ મૂકવામાં આવ્યું છે  ''ઉર્ંઇજી્ રૂઈછઇ ઈફઈઇ.

૧૯૧૮માં સ્પેનિશ ફ્લૂમાં વિશ્વવ્યાપી કરોડો નાગરિકો મૃત્યુ પામ્યા હતા તો પણ 'ટાઈમ' જ નહીં તમામ વિશ્લેષકો ૨૦૨૦ને માનવ જગતના ઈતિહાસનું સૌથી ખરાબ વર્ષ માને છે. ૧૯૧૮માં વિશ્વનો આ હદે આર્થિક, સામાજિક, ટેકનોલોજી અને તબીબી શોધ સંશોધનની રીતે વિકાસ નહતો થયો. ૧૯૧૮ની માનવજગતની લાચારી નિરક્ષરતા, શૈક્ષણિક, તબીબી, વહીવટી અને આર્થિક પછાતતાને લીધે હતી. તે લાચારી સમજી શકાય તેમ હતી પણ ૨૧મી સદીમાં વિશ્વ તમામ મોરચે વિકસિત અને સજ્જ હોવા છતાં જાણે એક સદી પાછળ હોય તેમ લાચાર જોવા મળ્યું. અમેરિકા, યુરોપિય દેશો પણ દયનીય બન્યા છે ત્યારે ત્રીજા વિશ્વના અને ગરીબ દેશોની સ્થિતિ કેવી થઇ તે તો વિશ્વએ જોયું છે.

જાણે કોરોનાએ ધનાઢ્યો, શિક્ષણ, ટેકનોલોજી અને શોધ સંશોધનના માંધાતાઓને ખુલ્લા પાડીને તેમના પ્રગતિના અહંકાર પર જોરદાર તમાચો લગાવ્યો છે.

'ટાઈમ' મેગેઝિને વિશ્વના વિલનો કે તેવી ઘટનાને જ્યારથી 

હિટલર, સ્ટાલિન, ખુ્રશ્ચેવ અને ખોમેની જેવાને 'પર્સન ઓફ ધ યર' જાહેર કર્યા અને જે હદે વૈશ્વિક રોષ પ્રગટ થયેલો તે પછી હકારાત્મક પ્રદાનકર્તાઓ કે તેવા દૂરોગામી અસર કરનારા મહાનુભાવોને જ 'પર્સન ઓફ ધ યર' જાહેર કરવાનું નક્કી કર્યું છે.

આમ છતાં આવી નકારાત્મક વ્યક્તિ કે ઘટના બને તો તેને વર્ષના આખરી મહિનાના અંકમાં લાલ ચોકડી લગાવીને જાહેર કરવામાં આવે છે.

૨૦૨૦માં લાલ ચોકડી લગાવવાનું 'ટાઈમ'ના ટાઈટલના ઈતિહાસમાં પાંચમી વખત બન્યું છે જેમા એક વખત કાળી ચોકડી લગાવાઇ હતી.

૧૯૪૫માં હિટલરના મૃત્યુ વખતે સૌ પ્રથમ વખત તેની તસવીર પર લાલ ચોકડી લગાવીને ટાઈટલ પ્રકાશિત થયું હતું.

જાપાનના શરણગતિ અને ઉદય સાથે ૧૯૪૬ના અંકમાં જાપાનનો નકશો ટાઈટલ પર મૂકાયો પણ તે લાલ રંગનો હોઇ ચોકડી દેખાય તે માટે કાળા રંગની કરવામાં આવી હતી.

તે પછી માનવજગતે પ્રમાણમાં પાંચ દાયકા વિષમ પડકારો છતાં ઐતિહાસિક કે વિશ્વમાં બદલાવ લાવે તેવી ઘટના કે વ્યક્તિ ન જોઇ. ૨૦૦૩માં ઈરાકના સરમુખત્યાર સદ્દામ હુસેનને ૨૦૦૩માં ચમકાવી તેના પર લાલ ચોકડી વાગી. ઈરાકના સદ્દામ જીવતા કે મૃત ભાવિ વિશ્વને ભયંકર ઘટનાક્રમને આકાર આપશે તે 'ટાઈમ' પામી ગયું હતું. ૨૦૦૬માં તેને ફાંસી અપાઇ તેના ત્રણ વર્ષ અગાઉ તેમની હયાતીમાં જ 'ટાઈમ' દૂરંદશી  પૂરવાર થયું હતું.

તેવી જ રીતે આગામી પાંચ વર્ષમાં અલ કાયદા અમેરિકા સામે જંગ છેડીને કેવા વિશ્વને જન્મ આપશે તે પણ 'ટાઈમ' પામી ગયું હતું. તે વખતે અલ કાયદાના કમાન્ડર અબુ મૌઉસાબ ઝરકાવીનાં ખોફ કે નેતૃત્વનો અંદાજ નહતો પણ અમેરિકાએ તેનો ખાત્મો બોલાવતા તે ટાઈટલ પર લાલ ચોકડી સાથે ચમક્યો.

ફરી 'ટાઈમ' સચોટ પૂરવાર થયું. ઝરકાવીના સંગઠને હવે બિન લાદેનના નેજા હેઠળ 'નાઈન ઈલેવન'થી ખ્યાત ન્યૂયોર્કના વર્લ્ડ ટ્રેડ સેન્ટર પર આતંકી હૂમલો કર્યો અને સુરક્ષા જાંચ, ગૃહમંત્રાલયની જવાબદારી, સૈન્યની સજ્જતાની રીતે વિશ્વ બદલાઇ ગયું. ૨૦૧૧માં બિન લાદેનને અમેરિકાએ ઠાર કર્યો ત્યારે 'ટાઈમ' મેગેઝિને લાદેનને ટાઈટલ પર રજૂ કરી લાલ ચોકડી લગાવી હતી પણ લેખમાં ખાસ લખ્યું હતું કે લાદેનના મૃત્યુથી કોઇ પ્રકરણનો અંત કે હાશકારો માનવજગતે નથી અનુભવ્યો. તે જે આતંકવાદની વિચારધારા અને પધ્ધતિ તેમજ વૈશ્વિક રાજકારણને જન્મ આપી ચૂક્યો છે તેનો અંત ક્યારેય નહીં આવે. પ્રત્યેક માનવીને શંકાની નજરે જોવામાં આવશે. તેવી જ રીતે ૨૦૨૦ના વર્ષ પર લાલ ચોકડી લગાવી 'ટાઈમ' લખે છે કે 'વર્સ્ટ યર એવર' લખવું હાલ યોગ્ય તો નથી જ. ેતેવી જ રીતે ૨૦૨૦ પર ચોકડી એટલે એવું પણ ન સમજવું કે કોરોનાએ અને માનવજગતના સૌથી વિષમ વર્ષે વિદાય લીધી છે. હજુ કોરોના આગામી સમયગાળામાં કેવી હાલત કરે છે તે અકળ છે. હા, કોરોના પર કાબુ મળશે તો પણ માનવજગતની તમામ ક્ષેત્રોમાં હવેથી દુનિયા બદલાઇ જશે. જીવન પધ્ધતિ અને દ્રષ્ટિમાં પણ આમૂલ પરિવર્તન આવી જશે. આશા રાખીએ ૨૧મી સદીમાં 'ટાઈમ'ના ટાઈટલ પર આવી લાલ ચોકડી ફરી ન પ્રિન્ટ થાય.



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2MmeXhX
Previous
Next Post »