।। વચનામૃતમ્ ।।
(માગશર સુદ ચોથ-૨૦૧ મી પ્રાગટય જયંતિ)
શ્રી સ્વામિનારાયણ ભગવાને માનવીના જીવનમાં આવતી નાનામાં નાની સમસ્યાથી લઈને મોટામાં મોટા પ્રશ્નોના ઉકેલ માટેનું જો કોઈ પ્રેક્ટિકલ મેન્યુઅલ આપ્યું હોય તો એ વચનામૃત ગ્રંથ છે. આ વચનામૃત ગ્રંથની વિશિષ્ટતા એ છે કે, સામાન્યમાં સામાન્ય માણસ પણ તેને સમજી શકે છે, અને પોતાના જીવનને ઉર્ધ્વાગામી બનાવી શકે છે. આ વચનામૃત ગ્રંથમાંથી આપણે જીવન કેવી રીતે જીવવું જોઈએ તે શીખવા મળે છે.
આ વચનામૃત વાંચવાથી આપણને ખબર પડે છે કે, આપણે ક્યાં છીએ ? આપણે ક્યાં જવાનું છે ? અને તે મંજિલે પહોંચવા માટે મારે શું-શું કરવું જોઈએ અને તે કેવી રીતે કરવું જોઈએ ?
આજથી ૨૦૧ વર્ષ પૂર્વે શ્રી સ્વામિનારાયણ ભગવાનના સ્વમુખમાંથી 'વચનામૃત' રૂપી વાણી અવતરી હતી. આ વચનામૃત ગ્રંથના દરેક વચનામૃતના પ્રારંભમાં શ્રી સ્વામિનારાયણ ભગવાન કયા વર્ષે, કયા માસમાં, ક્યા પક્ષમાં, કઈ તિથિએ, કયા ગામમાં, કયા સ્થાનમાં, કઈ દિશાએ મુખ રાખીને, કેવા આસન પર બેસીને, કેવાં વસ્ત્રાભૂષણ વગેરે ધારણ કરીને વાત કરે છે તેવું વર્ણન આવે છે.
આટલી સૂક્ષ્મતાભરી સચોટ માહિતી આ વચનામૃત ગ્રંથમાંથી પ્રાપ્ત થાય છે તે અન્યત્ર ભાષે છે.
માગશર સુદ-ચોથ- તા.૧૮ ડીસેમ્બરને શુક્રવારના રોજ આ વચનામૃત ગ્રંથની ૨૦૧મી જયંતી છે, તેથી આ દિવસે સદ્ગુરુ શાસ્ત્રી શ્રી આનંદપ્રિયદાસજી સ્વામીની નિશ્રામાં આ ગ્રંથનું પૂજન, અર્ચન અને આરતી કરવામાં આવશે.
આપણે પણ આપણા ઘરે આ ગ્રંથનું પૂજન, અર્ચન અને આરતી કરીએ અને તેમાં આપેલા સદ્ઉપદેશને આપણે આપણા જીવનમાં ઉતારીને કૃતાર્થ બનીએ.
- સાધુ પ્રેમવત્સલદાસજી કુમકુમ
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3mld2X2
ConversionConversion EmoticonEmoticon