વૈકલ્પિક સારવાર માટે વિવિધ આભૂષણો પહેરવાનો ટ્રેન્ડ


વૈકલ્પિક સારવારના નામે હાલ બજારમાં કંઈ કેટલાંય નુસખા ઉપલબ્ધ છે. રૂદ્રાક્ષથી લઈને ક્રિસ્ટલ થેરપી સુધીના અને  જાંબુ પાવડરથી  તુલસીના કાઢા સુધીના  ઓસડીયા પણ મળે છે. પરંતુ હવે આ બધામાં એક નવો ચીલો શરૂ થયો છે. તમારે વિવિધ આભૂષણ જેવા  કે  બ્રેસ્લેટ, પેન્ડન્ટ, કે વીંટી પહેરવાના અને શરીર સુખાકારી આપોઆપ વધી જાય!

જાપાનમાં ઉદ્ભવેલા ક્વોન્ટમ સાયન્સ  પર આધારિત આ અસરકારક ઓલ્ટરનેટીવ થેરપી છે. આ કુદરતી ઉત્પાદનો પ્રાચીન કાળથી આ ધરતી પર એક યા બીજા સ્વરૂપે  અસ્તિત્ત્વ ધરાવે છે. જે શરીર પર પોઝીટીવ અસર કરે છે અને એનર્જી વધારે છે. વળી આની કોઈ  આડઅસર થતી નથી.

'હેલ્થ બ્લીસ' એટલે કે સારા સ્વાસ્થ્ય માટે આશીર્વાદરૂપ આ ઉત્પાદનો   વિવિધ પ્રકારનો દુખાવો ઘટાડવામાં  ઉપયોગી છે. વા અને સાંધાનો દુખાવો, આધાશીશી-માથાનો દુખાવો, સ્નાયુનો દુખાવો, પેટનો દુખાવો, પગ મચકોડાઈ જવાનો દુખાવો, રમતગમત થતા ઈજાનો દુખાવો આ પેન્ડન્ટ, બ્રેસ્લેટ ઘટાડે છે.  નિરાશા, દમ, કોલેસ્ટ્રોલ, બ્લડપ્રેશર, લકવો, મધુપ્રમેહ, ચરબી અને વજનઘટ, એસીડીટી, ઊંઘની બીમારી વગેરેમાં તે ઉપયોગી છે. આ બાયો એનર્જી પ્રોડક્ટ્સ એકબાજુ વધારાનું એસીડ, કેલ્શ્યિમ, કોલેસ્ટ્રોલ, ચરબી દૂર કરે છે અને બીજી બાજુ નુકસાનકારક રેડીએશન, વાયુ-જળ પ્રદૂષણ, હાનિકારક અલ્ટ્રા વાયોલેટ કિરણો, ચેપી રોગના  બેક્ટેરિયા સામે રક્ષણ પૂરું પાડે છે.

આમાં બ્લીસ  બાયો- મેગ્નેટિક બ્રેસલેટ જેમાં નાનો સ્ટોન બ્રેસલેટ, સ્ટોલ મેગ્નેટીક  ટંગસ્ટન બ્રેસલેટ, ટીટાનીયમ મેગ્નેટીક બ્રેસ્લેટ વગેરે પ્રસ્તુત કર્યા છે.  આ સિંગલ બ્રેસલેટ અને ડબલ લાઈન બ્રેસલેટ રૂ।. ૧૫૦૦ થી ૪૦૦૦ છે.

અન્ય નવા ઉત્પાદનોમાં ફ્યુઝન એનર્જી  વેન્ડ પેન જે છે તે મીનરલ્સ અને ક્રીસ્ટલના આગવા ફ્યુઝન થકી બનેલી હોય છે. આથી ઊંઘ ઘસઘસાટ આવે છે, શરીરની પોઝીટીવ એનર્જી  વધે છે. દુખાવો હળવો થાય છે.

બ્લીસ અલ્કાઈન વોટર સ્ટોકમાં સીરેમીક્સ, પાણીમાં ઓગળે એવું કેલ્શ્યિમ  કાર્બોનેટ, કોરલ ફોસીલ,   બ્લેક સ્ટોન વગેરે છે. આ સ્ટોક જ્યારે પાણીમાં બોળી રખાય છે ત્યારે આ કાચી ધાતુનું વિઘટન થાય છે. તે ક્લોરીન અને અન્ય અણગમતી દુર્ગંધ દૂર કરે છે. તે પાણી ક્ષારના ગુણધર્મવાળું બને છે. 

હવે તો પેન્ડન્ટ અને પેચ રૂપે પણ સુરક્ષા કવચ મળે છે.  જેમા એન્ટી રેડિએશન સેલફોેન પેચ મુખ્ય છે.  સેલફોેન દ્વારા પેદા થતા રેડિએશન અને ઈલેક્ટ્રો મેગ્નેટીક ફીલ્ડની બાયોલોજીકલ અસરો નિવારે છે. આ વૈજ્ઞાાનિક શોધ છે.



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/37kxrHi
Previous
Next Post »