-બોલિવૂડમાં ફરી વળી અફવા, બંને લાંબા સમયથી અફેરમાં છે
-બંને પક્ષના વડીલો સંમતિ આપી ચૂક્યા છે
મુંબઇ તા.30 ડિસેંબર 2020 બુધવાર
બોલિવૂડનની હિટ અને હૉટ જોડી રણબીર કપૂર અને આલિયા ભટ્ટ રાજસ્થાનમાં ગુપચુપ સગાઇ કરીને પોતાના હજારો ફેન્સને સરપ્રાઇઝ આપવાના હોવાની અફવા બોલિવૂડમાં જંગલના દવની પેઠે ફેલાઇ ગઇ હતી.
રણબીર અને આલિયા વચ્ચે લાંબા સમયથી ઇલુ ઇલુ થઇ રહ્યું હતું. બંને પક્ષના વડીલોએ પણ આ સંબંધને સમર્થન આપ્યું હતું. વચ્ચે જો કે એવી પણ વાત વહેતી થઇ હતી કે કપૂર ખાનદાનના નિયમ મુજબ લગ્ન પછી આલિયાએ કદાચ એક્ટિંગ છોડી દેવી પડશે. પરંતુ સમયના વહેવા સાથે એ વાત ભૂલી જવામાં આવી હતી.
આમ તો આ બંને ક્યારના કાયદેસર રીતે એક થઇ ગયાં હોત. પરંતુ વચ્ચેના સમયગાળામાં રણબીરના પિતા અને બોલિવૂડના સિનિયર કલાકાર રિશિ કપૂરને કેન્સર હોવાનું નિદાન થતાં રણબીર પિતાની સાથે અમેરિકા જવા રવાના થઇ ગયો હતો. એ સમયે રાજ કપૂરનાં પત્ની કૃષ્ણા કપૂરનું નિધન થયું ત્યારે રણબીર પિતાની સાથે અમેરિકામાં હોવાથી દાદીના અંતિમ સંસ્કારમાં હાજરી સુદ્ધાં આપી શક્યો નહોતો. બાકી એ પોતાના દાદીનો સૌથી લાડકો હતો. રિશિના મોટા ભાઇ રણબી કપૂરને બે પુત્રીઓ છે એટલે રણબીર દાદીનો ખૂબ લાડકો હતો.
ત્યારબાદ રિશિ ભારત પાછા ફર્યા હતા અને તેમની સારવાર નિયમિત રીતે ચાલી રહી હતી. પરંતુ એ સારવાર પણ કામિયાબ નીવડી નહોતી અને રિશિનું પણ મરણ થયું હતું. આમ એક કરતાં વધુ વખત આલિયા અને રણબીરનાં લગ્ન મોકૂફ રહ્યાં હતાં.
હવે એવી વાત વહેતી થઇ હતી કે રાજસ્થાનના રણથંભોરમાં વેકેશન ગાળવાને બહાને રણબીર અને આલિયા ત્યાં સગપણ કરવા જઇ રહ્યાં હતાં. આ વાત ફેલાવાનું બીજું એક મહત્ત્વનું કારણ એ છે કે બોલિવૂડના બીજા પણ કેટલાક કલાકારો રણથંભોર પહોંચી ગયા હતા. ત્યાં પહોંચી ગયેલા તમામ કલાકારો અમન હૉટલમાં જ ઊતર્યાં હતાં. પહેલાં એવી વાત થઇ હતી કે આલિયા અને રણબીર રણથંભોર જઇ રહ્યાં હતાં પરંતુ પાછળથી જ્યારે એવી વાત આવી કે બંનેનાં સ્વજનો પણ રણથંભોર પહોંચી રહ્યાં હતાં અને એક જ હૉટલમાં ઊતરી રહ્યાં હતાં ત્યારે આ અફવાને સમર્થ મળી રહ્યું હતું કે આલિયા અને રણબીર કોઇ ધડાકો કરવા જઇ રહ્યાં હતાં. હજુ સુધી કોઇ ઔપચારિક જાહેરાત કરાઇ નથી.
અત્યારે રણવીર અને દીપિકા પાદુકોણ ઉપરાંત ટોચના ફિલ્મ સર્જક કરણ જોહર, રણબીર કપૂરની બહેન રિદ્ધિમા, નીતુ કપૂર, મહેશ ભટ્ટ, વગેરે લોકો પણ રાજસ્થાનમાં છે. નીતુએ તો એક એવી સેલ્ફી પણ રજૂ કરી હતી જેમાં એ રણવીર અને દીપિકાની સાથે દેખાતી હતી.
from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3rFUlkE
ConversionConversion EmoticonEmoticon