માનવજાત માતૃભાષા ધર્મ - ધર્મગુરૂ


સુનોંધ: આ સમય ઇ.સ. ૨૦૨૦ના વર્ષનો આખર મહિનો છે. વર્તમાન કાળમાં ક્રિકેટની રમતમાં ટ્વેન્ટી-ટ્વેન્ટી ૨૦-૨૦ ઓવરની બહુ જ અસરકારક અને બહુ જ આનંદદાયક રમત પ્રચલિત થઇ છે. પરંતુ આ ૨૦-૨૦ના આખર મહિનામાં પૃથ્વી પરની પ્રારંભની પળો પર આપણું મન ચલિત કરીએ કેમ કે પૃથ્વીના પ્રારંભથી ઇશ્વર માનવ સાથે રહ્યા છે. હા તેથી જ માનવ સર્જિત કોરોનાનાં કારમાં અને કાળા કાળમાં ઇશ્વર કોરોનાથી થતા કડવા એવા અકાળ અવસાનથી આપણને અળગા રાખે. જેથી આપણે ૨૧મી સદીના ૨૧માં વર્ષમાં પ્રવેશ પામી શકીએ.

સ્વયંની સ્વચ્છતા સારું સ્નાન પછી આપણે આપણાં શરીરને સારું રૂમાલનો ઉપયોગ કરીએ છે. વહાલા વાચક, રૂમાલ શું સ્વયંભુ છે ના. ખેડૂત ખેતર ખેડેલું. કપાસના બી વાવેલા, કપાસના છોડ ઉગેલા. તે ઉપર ફુલ થયેલા. પછીથી જીંડવા થયેલા. જીંડવામાં રૂ થયેલું. રૂને પીંજીને સુતર બનાવવામાં આવેલું. સુતરના તાંતણાંને વણીને રૂમાલ બનાવવામાં આવેલો. તો વહાલા વાચક, માનવ શું સ્વયંભુ છે ? ના.

અવનિ (પૃથ્વી) પરની માનવજાત તરીકે આપણે ધર્મને આધારે સર્જનહાર એટલે ઇશ્વર છે એવું માનીએ છીએ. સકળ સૃષ્ટિમાંની માનવજાત તેમાંના જે જે લોકો જે જે ધર્મ પાળે છે તે અવનિમાંના આપણાં એશિયા ખંડની ભૂમિ ઉપર સ્થપાયા છે, એટલે હિન્દુ શીખ બૌધ જૈન ભારતમાં, પારસી ઇરાનમાં, ઇસ્લામ, અરબસ્તાનમાં, યહૂદી અને ખ્રિસ્તી ઇઝરાએલમાં.

વહાલા વાચક, ઈશ્વર તેમાનો પ્રથમ અક્ષર ઇ અગત્યનો છે, તો... મોટાભાગના ધર્મમાં ધર્મગુરૂ તરીકે ઓળખાતા સજ્જનોની ઓળખ માટેના શબ્દો તેમની પાછળનો અક્ષર ઇ પણ અગત્યનો છે એટલે હિન્દુમાંના પુજારી, શીખમાંના જંત્રી, જૈનમાંના મુનિ, ઇસ્લામમાંના મૌલવી અને કાજી. વળી ખ્રિસ્તીમાંના પાદરી. દરેક ધર્મમાંના ધર્મલોક પોતાના ધર્મગુરૂને અને અન્ય ધર્મના ધર્મગુરૂને વળી અંદરોઅંદર એકબીજા ધર્મલોકને અંતઃકરણથી પ્રેમ કરશે તો પ્રપંચ પ્રગટ થશે જ નહિ. એમ ઇર્ષા અદેખાઈ જુદાપણું વેરભાવ મારામારી અને બળાત્કાર એવા પાપ પાકી શકશે નહિ. એમ માનવજાત, ભાષાઓ, ધર્મ એટલે દરેક ધર્મ, ધર્મલોક એટલે દરેક ધર્મલોક, બહું જ સશક્ત બનશે. એમ દરેક દેશ બહું જ સશક્ત બનશે એમ શત્રુ શેતાન બિનસશક્ત બનશે તો શું પણ પરાજય પામશે.

ઇશ્વર દ્વારા બનાવાયેલા માટીના પૂતળાના નસકોરામાં ઇશ્વર દ્વારા જ ફુંકાએલ શ્વાસથી ભૂતકાળમાં આદમરૂપી માનવ, જીવન પામ્યો હતો તો વર્તમાન કાળમાં માનવજાતની સાથે કરૂણમાં કરૂણ દુર્દશા એવી સર્જાઈ છે કે માનવજાતમાં છૂપાઈને વસેલા દાનવરૂપ માનવ દ્વારા જ સર્જિત કોરોનાના ભૂખ્યા જીવાણું માનવ પોતાના નસકોરા દ્વારા જે શ્વાસ લે છે તે દ્વારા તેના ફેફસામાં પ્રવેશ પામીને ફેફસાને કોરી ખાઈ છે. તેથી ફેફસા પોતાનું કાર્ય કરી શક્તા નથી. તેથી શ્વસન ક્રિયા અટકી જવાને કારણે વ્યક્તિ અવસાન પામે છે. કોરોનાને કારણે અવસાન એવું કારમુ છે કે અવસાન પામેલાના સ્વજનોને સ્વજનનું અંતિમ સમયનું મુખ પણ જોવા દેવામાં આવતું નથી.

એટલે મેડિકલ વિભાગના સર્વને, અન્યને કોરોના થાય નહિ માટે સમય સમયે નાકમુખ ઢાંકેલા રાખવા, શરીરને અને વિશેષે કરીને હાથને અને પહેરવેશને અતિ સ્વચ્છ રાખવા, વ્યક્તિ વ્યક્તિ વચ્ચેની માપસરની દૂરી રાખવાની સુચના આપનાર સરકારશ્રીને અને અન્ય સુચકોને કોરોનાને મટાડવા ઉપલબ્ધ મેડિકલ જરૂરીયાતો મળે તે માટે ઉત્તમ દાનં આપનારાઓ તથા જરૂરિયાતમંદોને કોઈ અને કોઈ પણ રીતે જીવન જરૂરિયાતો પુરી પાડનારાઓને અભિનંદન.

- મેજર લુકિયસ એમ. કિશ્વિયન



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3pkIkiJ
Previous
Next Post »