પ્રવાસન સ્થળો અને મંદિરો...ઈતના સન્નાટા ક્યૂં હૈ ભાઇ ?

- જયપુરનો હવા મહેલ પ્રવાસીઓ વગર હવા ખાય છે

- લાલ કિલ્લા : સલામતીના સ્ટાફની જ સલામી

- તાજમહેલને પણ લાગ્યું હશે કે મારી શાન પ્રવાસીઓને લીધે હતી

- કુતુબ મિનારનો પ્રવાસીઓને પૂકાર : હવે ક્યારે આવશો?

- પદ્મનાભ મંદિર : શ્રધ્ધાળુઓને તો તિજોરી છલકાવી આશીર્વાદ મેળવવા છે 

- જગન્નાથ પુરી : 284 વર્ષના ઈતિહાસમાં આવી મર્યાદિત રથયાત્રા નથી નીકળી

- સોમનાથ મંદિર : સૂનકારમાં 'હર હર મહાદેવ'ના પડઘા પડે

- કાશી વિશ્વનાથ : ભોલેનાથને પણ ભક્તોનો ઈંતેજાર

- સબરીમાલામાં સોપો પડી ગયો

- સિધ્ધી વિનાયક મંદિરમાં નિરવ શાંતિ

- અજમેર શરીફ : નિયમોનું ચૂસ્ત પાલન

- ગોલ્ડન ટેમ્પલ : દર્શન માટે શ્રધ્ધાળુઓની લાચારી 

- ઉજ્જૈન મંદિર  મહાકાલેશ્વરના ભક્તોને દૂરથી જ આશીર્વાદ 

- તિરૂમાલા : રોજના 80 હજાર શ્રધ્ધાળુઓની જગાએ સૂનકાર


સા માન્ય વર્ષ હોય તો જે જોવાલાયક સ્થળો કે મંદિરોમાં રોજેરોજ હજારોની મેદની ઉમટેલી જોવા મળે ત્યાં કોરોનાના લોકડાઉનને લીધે તેમજ અનલોકના નિયંત્રણો કે કોરોના થવાના ડરના લીધે આ સ્થળોના નિર્માણ પછી પહેલી વખત મહિનાઓ સુધી સન્નાટો જોવા મળ્યો... એટલે સુધી કે ઓરિસ્સાના પુરીની જગવિખ્યાત રથયાત્રા પણ ૨૮૪ વર્ષના ઈતિહાસમાં પ્રથમ વખત મર્યાદિત ટ્રસ્ટી મંડળના સભ્યો અને ભક્તોની હાજરીમાં પરંપરા જાળવવાના ભાગરૂપે જ નીકળી, આફતની વેળાએ ભારતમાં તો શ્રધ્ધાળુ નાગરિકોનો એક જ સહારો ભગવાનનું મંદિર હોય છે પણ એ પણ ઈતિહાસ રચાયો કે ભગવાનના પ્રાંગણને જ તાળા લાગી ગયા. ભગવાને જાણે માનવજગતને કહી દીધું કે માસ્ક, સેનેટાઇઝર અને સોશિયલ ડિસ્ટન્સ એ ત્રણ કવચ જ મેં તમને આશીર્વાદ રૂપે આપ્યા છે તેમ માનીને મને મળવા માટે ભીડ ન જમાવો.

ભારતમાં તો તમામ ધર્મોના સ્થળો, સ્થાપત્યો, જોવાલાયક સ્થળો અને હવાખાવાના સ્થળો સૂમસામ ભાસતા હતા. ભારતના અને તેમાં પણ દક્ષિણ ભારતના જાણીતા મંદિરોની વર્ષની કુલ અંદાજે રૂા. ૩૦૦૦૦ કરોડની આવક હોય છે. રોજના ૬૫થી ૭૦ હજાર દર્શનાર્થીઓ આવતા હોય છે. તાજમહેલમાં વર્ષે ૮૦ લાખ, તાજ જોવા જાય તે કુતુબ મિનાર જોવા જાય જ.

પદ્મનાભ મંદિરની તો વાર્ષિક આવક જ ૧ લાખ કરોડ છે. કોરોનાએ તિજોરીને પણ ફટકો પહોંચાડયો. આ સ્થળો બંધ રહ્યા તેના લીધે સ્થળો અને ઘણા મંદિરોનો સ્ટાફ બેકાર બન્યા કે તેઓએ મહિનાઓ સુધી પગાર કાપ સહન કરવો પડયો. મંદિર કે સ્થળને લીધે જ ગામ વિકસ્યા, વસ્યા અને વિસ્તર્યા હતા. ત્યાંના રહીશોની આવક મંદિર કે જોવાલાયક સ્થળે આવતા પ્રવાસીઓ પર આધારીત હતી તે રીતે પણ કેટલાયે પરિવારોની આર્થિક હાલત કફોડી થઇ તેવી જ રીતે ટુર, ટ્રાવેલ્સ અને રેલની આવક પર પણ ભારે ફટકો પહોંચ્યો.



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3hjlJQA
Previous
Next Post »