દિલ્હી, મુંબઈમાં હોસ્પિટલોમાં બેડ નહીં હોઈ મેદાનમાં કોવિડ હોસ્પિટલ ઉભી કરાઈ


કો રોના જ્યારે પીક પર હતો ત્યારે ભારતના મોટાભાગના રાજ્યોની ખાનગી અને સરકારી હોસ્પિટલો એ હદે ભરચક થઈ ગઈ કે જાણે મેડિકલ કટોકટી જેવી સ્થિતિ નિર્માણ પામી હતી. જે તે સમયે મોટા મેદાનોમાં, શાળા-કોલેજોમાં, રેલ્વે કોચમાં પણ બેડની સિસ્ટમ ખડી કરવી પડી હતી. તેવી જ રીતે ઓક્સિજન, વેન્ટીલેટર્સની પણ તંગી સર્જાઈ હતી. કોરોનાના કેસો શરૂના મહિનાઓમાં વધતા જ જતા હતા તેનું એક કારણ નાગરિકોના ટેસ્ટિંગ નહતા થતા તે પણ હતું. જે પછીથી ભુલ સુધારાઈને વધારાયું હતું. હોસ્પિટલમાં ક્રીટિકલ દર્દીઓની સ્થિતિ જોઈને દ્રવી ઉઠાય તેવું હતું. એક એક શ્વાસ માટે ઉધામા નાંખતા હતા. જો કે આ બધા વચ્ચે કોરોના વોરિયર્સને સલામ આપવી જ રહી. ખરેખર તો તેઓ ભગવાન જ કહી શકાય. આપ્તજનો પણ દૂર ભાગે કે અંતિમ વિધિમાં ન આવે તેવી સ્થિતિ અને ભય વચ્ચે.

કોરોના વોરિયર્સ દિવસ-રાત ખડેપગે રહીને, વજનદાર પીપીઈ સાથે સેવા કરતા રહ્યા. હોસ્પિટલના ટોપ ટુ બોટમ તમામ મેડિકલ અને નોન-મેડિકલ સ્ટાફનો સૌથી પહેલા સમાવેશ કરવો પડે. એમ્બ્યુલન્સ સ્ટાફ, અગ્નિદાહ કે દફન કરનાવનાર, પોલીસ કર્મી, સફાઈ કર્મી, બેંકર્સ અને પોસ્ટલ કર્મચારી, લેબ ટેસ્ટિંગ સ્ટાફ, મીડિયા, ઈલેક્ટ્રીક કંપની, જુદી જુદી જાહેર કે ખાનગી સેવાનો કર્મચારી કે એક શ્રમિક, કારીગર, રીપેરર જે જે કોરોનાના ડર વચ્ચે નાગરિકોના જીવનને કથળતુ અટકાવવામાં અગ્રેસર રહ્યા તે બધા કોરોના વોરિયર્સ જ છે. આપણે આપણી જાતનું અને આપણા કારણે બીજાને કોરોના ન થાય તે તકેદારી રાખીએ તો આપણે પણ કોરોના વોરિયર્સ જ કહેવાઈએ. ભગવાનને એટલી જ પ્રાર્થના કે કોરોના થાય જ નહીં, થાય તો ઘેર ક્વોરન્ટાઈન સુધી જ સીમીત રહે. આમ છતાં હોસ્પિટલ જવું પડે તો હકારાત્મકતા અને આત્મશ્રદ્ધા જાળવી રાખીએ.

- શેરી-મહોલ્લામાં  પણ ટેસ્ટિંગ

- ભરચક હોસ્પિટલમાં કતારબંધ દર્દીઓ

- ડોક્ટરો  રીપોર્ટ, એક્સ-રેના નિદાનમાં વ્યસ્ત

- ખાસ નિષ્ણાંત તબીબોની સલાહ

- ટેસ્ટિંગ માટે લાઈનો... સરકાર જાગી પણ ઘણી મોડી

- બસમાં પણ બેડ ઉભા કરાયા

- રેલ્વેના કોચ પણ હોસ્પિટલમાં ફેરવાયા

 - કોરોના વોરિયર્સને બિરદાવતા ભારતીય હવાઈ સેના દ્વારા પુષ્પવર્ષા

- એમ્બ્યુલન્સની અવિરત સેવા

- બાળકોનું પણ થર્મલ ગનથી સ્ક્રીનિંગ



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2JhGb80
Previous
Next Post »