અભિનેત્રી શિખા મલ્હોત્રા લકવો થતાં હોસ્પિટલમાં દાખલ


(પ્રતિનિધિ દ્વારા)મુંબઇ,તા. 12 ડિસેમ્બર 2020, શનિવાર

અભિનેત્રી શિખા મલ્હોત્રાને ગુરુવારે ૧૦ ડિસેમ્બરના રોજ લકવાનો સ્ટ્રોક આવ્યો હતો. ત્યારે તરત જ તેને મુંબઇના અંધેરીની કોકિલા બેન હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. આ પછી તેને કુપર હોસ્પિટલમાં શિફ્ટ કરવામાં આવી હતી, પરંતુ તેના સ્વાસ્થ્યમાં સુધારો ન જણાતા તેને સરકારી હોસ્પિટલ કેઇએમમાં દાખલકરવામાં આવી છે. 

શિખાના મેનેજરે જણાવ્યું હતું કે,પેરેલિસિસના કારણે તેના શરીરનો જમણો ભાગ પૂરી રીતે પ્રભાવિત થયો છે. તે પોતાના હાથ અને પગ હલાવી કે ઉઠાવી શકતી નથી. તેમજ તેનો ચહેરો પણ થોડો વાંકો થઇ ગયો છે. તે જલદી ઠીક થઇ જાય તે પ્રાર્થના કરવી રહી.શિખાની માતાએ જણાવ્યું હતું કે,શિખાને લકવાનો હુમલો આવ્યો ત્યારે તે ઘરમાં જ હતી. અમે સાંજના સાથે ડિનર પણ લીધું હતું અને તે સ્વસ્થ હતી. અચાનક જ આ દુર્ઘટના ઘટી ગઇ. તે સર્ટિફાઇડ નર્સ હોવાથી કોરોના રોગચાળા દરમિયાન તે છેલ્લા છ મહિનાથી કોવિડન ાદરદીઓની સેવા કરી રહી હતી. તે જાણતી હતી કે તેના સ્વાસ્થ્ય સાથે કાંઇક ગરબડ થશે. તેને પોતાને પણ કોરોના થઇ ગયો હતો. તેણે ૨૨મી ઓકટોબરે હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ લીધા પછી તે ઘરમાં જ હતી. 

શિખાના મેનેજરે જણાવ્યું હતું કે,  કૂપર હોસ્પિટલમાં તેના સ્વાસ્થયમાં સુધારો થતો જોવા મળ્યો નહોતો. પરિણામે તેને સરકારી હોસ્પિટલ કેઇએમમાં શિફ્ટ કરવામાં આવી હતી. આ હોસ્પિટલમાં ન્યૂરોલોજીનો એક મોટો ડિપાર્ટમેન્ટ છે. મુંબઇના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશ્નરે શિખાની વ્યવસ્થા કરી છે. શિખા છેલ્લા છ મહિનાથી કોવિડ દરદીઓની સેવા કરી રહી હતી. તેથી કમિશ્નર આ કેસ અંગત રીતે હેન્ડલ કરી રહ્યા છે. શિખાના ઇલાજ માટે બે દિવસમાં જ આ ત્રીજી હોસ્પિટલ હશે. 

મેનેજરે વધુમાં કહ્યું હતુ કે, તેનેે લકવાનો સ્ટ્રોક આવતા અમે તેને તરત જ કોકિલાબેન હોસ્પિટલમાં દાખલ કરી હતી પરંતુ તેનો ખરચો ઉઠાવાની અમારી તાકાત નથી. આ એક લકઝરી ફાઇવસ્ટા હોસ્પિટલ છે જેની ટ્રીટમેન્ટ બહુ મોંઘી છે. તેથી અમે તેને રાતના કુપર હોસ્પિટલમાં લઇ આવ્યા હતા. જોકે ત્યાં તેના સ્વાસ્થ્યમાં ફરક ન પડતો જોતા કેઇએમ હોસ્પિટલમાં હવે સારવાર અપાઇ રહી છે.



from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3r1tUps
Previous
Next Post »