મનુષ્ય જન્મ સુરદુર્લભ છે


આ મનુષ્ય શરીર વારંવાર મળનાર નથી. એ તો આપણને એકમાત્ર સાધનરૂપે જ પ્રાપ્ત થયું છે, કે જેના માધ્યમથી આપણે પ્રભુ સુધી પહોંચવાનું આપણું પરમ લક્ષ્ય પ્રાપ્ત કરીએ. પરંતુ અજ્ઞાાાનને કારણે સાંસારિક ભોગવિલાસોમાં ભટકી જઇને આપણે આવો સુઅવસર ગુમાવી બેઠા છીએ. ધન-દોલત, સાધનસંપત્તિ, પત્ની-પુત્ર, ભાઈઓ, મિત્રો, સગાંસંબંધીઓએ બધા આપણા કોઈ જ કામમાં આવવાના નથી.

કામમાં આવશે માત્ર આપણાં સત્કર્મો. જે શરીરને મોટા લાડ પ્યારથી સજાવવા અને સંભાળવા માટે આપણે સત્ય-અસત્ય, છલ, દ્વેષ, પ્રપંચ, નીતિ અનીતિ વગેરેનો સહારો લઇએ છીએ અને ન જાણે તેથી કલ્પી ન શકાય તેવાં પાપકર્મો કરીએ છીએ, તેજ શરીર એક દિવસ આગમાં બળીને ભસ્મીભૂત થઇ જશે આ શરીરનો એક ક્ષણનો પણ ભરોસો નથી. શ્રીરામ શર્મા આચાર્યજીના મતે બે વસ્તુને ક્યારે પણ ભૂલવી ન જોઇએ એક છે કર્તવ્યપાલન અને બીજું છે મોત.

- જયેન્દ્ર ગોકાણી



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2M7YUnP
Previous
Next Post »