જો તમને કોઈ એમ કહે કે તમારા પગરખાં તમારા વ્યકિત્ત્વ- સ્વભાવનો પરિચય આપે છે તો તમે માનો ખરાં. ભલે આ વાત સો ટકા સાચી હોય કે ન હોય, પરંતુ ઘણા અંશે ખરી છે. આજે બજારમાં આપણને સંખ્યાબંધ ડિઝાઈનના જૂતાં મળે છે. સ્વાભાવિક રીતે જ દરેક માનુની પોતાની પસંદગીના જોડા ખરીદે છે. અને તેમની પગરખાંન ી પસંદગી તેમના વ્યક્તિત્વ સાથે સંકળાયેલી હોય જ. આજે આપણે કેવું વ્યક્તિત્વ ધરાવતા લોકો કેવા જૂતાં પસંદ કરે છે તેના વિશે જાણીશું.
- બેલરીના ફ્લેટ્સ: બેલેરીના ફ્લેટ્સ પહેરીને ચાલવું એકદમ સુવિધાજનક હોય છે. તેથી પોતાના આરામ-સગવડ બાબતે સજાગ સ્ત્રીઓ આવાં જૂતાં પહેરવાનું પસંદ કરે છે. તેમને ઝાઝા સ્ટાઈલિશ દેખાવાની અબળખા નથી હોતી. આ પગરખાં પહેરતી યુવતીઓ સરળ સ્વભાવની અને પોતાના ધ્યેય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રાખનારી હોય છે. આ જોડા તમારા પગમાં નાજુક લાગે છે.
- સ્ટ્રેપી ગ્લેડિયેટર સેંડલ: આવા પગરખાં એકદમ નાજુક અને સ્ત્રૈણ દેખાય છે. અલબત્ત, આવા સ્ટ્રેપી ગ્લેડિયેટર પહેરવા પૂરો આત્મવિશ્વાસ જોઈએ. આ સિવાય માત્ર પાતળા -નાજુક- સુંદર-સુંવાળા પગ ધરાવતી યુવતીઓએ જ આવા પગરખાં પહેરવાનો પ્રયાસ કરવો જોઈએ. પુષ્ટ- ખરબચડા પગમાં આ જૂતાં જરાય નહીં શોભે. સામાન્ય રીતે પોતાના ફિગર પ્રત્યે સજાગ અને આત્મવિશ્વાસુ માનુનીઓ સ્ટ્રેપી ગ્લેડિયેટર સેંડલ પહેરે છે.
- વેજીસ - પ્લેટફોર્મ હીલ્સ: વેજીસ અને પ્લેટફોર્મ હીલ્સમાં જે તે રમણી ઊંચી દેખાય છે. આવા જૂતાં પહેરીને ચાલતી વખતે તમારું વ્યક્તિત્વ પણ પ્રભાવશાળી લાગે છે. આમ છતાં તમને તેમાં પેન્સિલ હીલ્સની જેમ શરીરનું સંતુલન જાળવવાની આવશ્યક્તા નથી રહેતી. તેથી જે માનુનીઓ માત્ર પોતાના ધ્યેય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરવા જેટલું મક્કમ મનોબળ ધરાવતી હોય, આમ છતાં ફેશનેબલ સ્ટાઈલિશ અને પ્રભાવશાળી દેખાવાનો આગ્રહ રાખતી હોયર તે વેજીસ કે પ્લેટફોર્મ હીલ્સ પહેરવાનું પસંદ કરે છે.
- હાઈ હીલ્સ: સામાન્ય રીતે પેન્સિલ હીલ્સ સામાન્ય રીતે પેન્સિલ હીલ્સ તરીકે ઓળખાતા સ્ટિલેટો કે કિટન હીલ્સ દરેક રમણીને લલચાવે છે. પરંતુ તેમાં સંતુલન જાળવવું અઘરું હોય છે. તેથી આ જૂતાં પહેરવા બધી સ્ત્રીઓ માટે શક્ય નથી હોતા. અલબત્ત, પોતાની જાતને સંભાળવામાં પાવરધી , સ્ટાઈલીશ, ગ્લેમરસ, આધુનિક દેખાવાનો આગ્રહ રાખતી યુવતીઓ હાઈ હીલ્સ પહેરવાનું પસંદ કરે છે.
- એસ્પાડ્રિલ : સ્ટાઈલિશ છતાં આરામદાયક જૂતાં પહેરવા માગતી મહિલાઓ એસ્પાડ્રિલ પર પહેલી પસંદગી ઉતારે તે સ્વાભાવિક છે. કેન્વાસ અથવા કોટન ફેબ્રિકમાંથી બનાવવામાં આવતા આ પગરખાનું તળિયું સરળતાથી વધી શકે એવું હોવાથી તે આરામદાયક લાગે છે. વળી તેના ઉપર સુંદર વર્ક કરેલું હોવાથી તે આકર્ષક સ્ટાઈલિશ પણ દેખાય છે. ગ્લેમરસ પામેલાઓ પણ એસ્પાડ્રિલ્સ પહેરવાનું નથી ચૂકતી.
- ફ્લેટ સેંડલ: જેમને આખો વખત ખડે પગે રહેવું પડતું હોય તેઓ ફ્લેટ સેંડલ પર સૌથી પહેલી પસંદગી ઉતારશે. આ જૂતાં એકદમ આરામદાયક હોવા સાથે સુંદર પણ દેખાય છે. પોેતાના કામ પ્રત્યે સમર્પિત અને સમજદાર યુવતીઓ આવાં જૂતાં પહેરવાનું પસંદ કરે છે.
- ફ્લિપ - ફ્લોપ: ખુશમિજાજ અને આરામમાં રહેવાની આગ્રહી યુવતીઓ ફ્લિપ- ફ્લોપ પહેરવાનું પસંદ કરે છે. જો કે આ પગરખાં ઘરમાં અથવા રજાઓ ગાળવા બહારગામ ગયા હોઈએ ત્યારે જ પહેરવા જોઈએ.
- લિમિટેડ એડિશન સ્નીકર્સ: નોખા તરી આવવાની શોખીન અને ખર્ચ કરવામાં બિન્ધાસ્ત યુવતીઓ મર્યાદિત સંખ્યામાં મળતાં સ્નીકર્સ ખરીદે છે. આવા જૂતાં કોમન નથી થતા તેથી તેનો અલગ તરી આવવાનો શોખ પૂરો થાય છે. અલબત્ત, મર્યાદિત સંખ્યામાં બનતા આ જૂતાં મોંઘા જ હોવાના. પણ ખર્ચ કરવામાં પાછું વળીને ન જોનારી માનુનીઓને તેનાથી કાંઈ ફરક નથી પડતો. તેઓ આવા બૂટ પાછળ ૧૦ થી ૧૫ હજાર રૂપિયા સહેજે ખર્ચી નાખે છે.
- ઋજુતા
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2KltTvA
ConversionConversion EmoticonEmoticon