(પ્રતિનિધિ દ્વારા) મુંબઇ,તા.18 ડિસેમ્બર 2020, શુક્રવાર
શાહરૂખ ખાનની આગામી ફિલ્મ પઠાનની તૈયારી થઇ રહી છે. તેમાં એક પછી એક કલાકારો ઉમેરાતા જાય છે. આ ફિલ્મમાં મુખ્યત્વે શાહરૂખ, દીપિકા પદુકોણ, જોન અબ્રાહમ અને ડિમ્પલ કાપડિયા કામ કરી રહ્યા છે. આ ફિલ્મમાં સલમાન ખાન કેમિયોમાં જોવા મળવાનો છે. અને હવે હૃતિક રોશનનું નામ પણ આ ફિલ્મ સાથે જોડાયું છે.
આ ફિલ્મના નિર્માતા આદિત્ય ચોપરાની ઇચ્છા છે કે, હૃતિક પણ આ ફિલ્મમાં નાનકડી ભૂમિકા ભજવે. હૃતિક અને આદિત્યએ છેલ્લે ફિલ્મ વોરમાં કામ કર્યું હતું. હૃતિકે જે રોલ વોરમાં કર્યો હતો તે પઠાનમાં પણ કરતો જોવા મળશે.
સલમાન ખાન પણ આ ફિલ્મમાં મહેમાન ભૂમિકામાં છે અને તે ટાઇગર ફ્રેન્ચાઇઝીના પાત્રમાં આ ફિલ્મમાં જોવા મળશે.
અવેન્જર્સ સીરીઝમા ંજે રીતે ઘણા સુપરહીરો ટૂંકા પાત્રોમાં જોવા મળ્યા હતા. તે જ ફોર્મ્યુલા બોલીવૂડના માંધાતાઓ પણ પકડી રહ્યા છે. રોહિત શેટ્ટીની સિમ્બામાં સિંધમ અજય દેવગણ જોવા મળ્યો હતો. જ્યારે સૂર્યવંશીમાં સિમ્બા અને સિંઘમ બન્ને જોવા મળશે. આવો જ પ્રયોગ આદિત્ય ચોપરા અને સિદ્ધાર્થ આનંદ પણ પોતાની ફિલ્મમાં કરી રહ્યા છે.
પઠાન ફિલ્મ એક એકશન મુવી છે અને શાહરૂખ આ ફિલ્મ દ્વારા લાંબા સમયે રૂપેરી પડદે પાછો ફરી રહ્યો છે.
from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3nClItI
ConversionConversion EmoticonEmoticon