પૃથ્વી પરનું સુપરબગ : કીડી


હા થી, સિંહ, ડાઈનોસોર વગેરે શક્તિશાળી પ્રાણીઓ ગણાય છે પરંતુ જાણીને નવાઈ લાગશે કે શરીરના કદની સરખામણીમાં પૃથ્વી પરનો સૌથી શક્તિશાળી જીવ કીડી છે. કીડી પોતાના શરીર કરતાં ૨૦ ગણું વજન ઊંચકીને ચાલી શકે છે. કોઈ પ્રાણીમાં આટલી તાકાત નથી.

કીડી વિશે બીજી પણ વાતો રસપ્રદ છે. 

પૃથ્વી પર ૧૦૦૦૦ કરતાં વધુ જાતની કીડી જોવા મળે છે. મોટાભાગની કીડી ૩ થી ૪ મી.મી. કદની હોય છે. જંતુજગતનો મોટો ભાગ કીડીઓ રોકે છે.

કીડીના શરીરના રચના જટિલ છે. તેના મુખ્ય ત્રણ અંગો માથું, પેટ અને પેડુ. માથામાં ચટકો ભરવા માટે ત્રણ અંકોડાવાળું જડબું અને આંખો. કીડીની આંખમાં ૧૦૦૦ સુક્ષ્મ લેન્સ હોય છે તે નજીકની વસ્તુ સારી રીતે જોઈ શકે છે. માથા પર એન્ટેના જેવા બે વાળ હોય છે. આ બધુ માઈક્રોસ્કોપ વડે જોઈ શકાય તેટલું સુક્ષ્મ હોય છે. કીડીના બંને પડખે ત્રણ ત્રણ એમ છ પગ હોય છે. 

પગના છેડે પંજો પણ હોય છે. કીડી લાખોના સમુહમાં રહે છે. સમુહમાં એક રાણી કીડી હોય છે. બાકીની મજૂર કીડીઓ દર બનાવવાનું અને ખોરાક લાવવાનું કામ કરે છે. કીડી કતારબંધ ચાલે છે અને રસ્તો ભૂલતી નથી. તેના દરમાં ખોરાક સંઘરવાના ખાના ઉપરાંત અનેક સુવિધાઓ હોય છે. સતત કામ કરતી કીડી ધારે તો મોટા પહાડને ફેરવી શકે.



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3450M6M
Previous
Next Post »