દરવાજે નેમપ્લેટનું સ્થાન તમારા મિજાજની પહેચાન છે


પૃથ્વીનો છેડો ઘર કહેવાય છે. અને તે ઘરની બહાર લગાડેલી નામની તક્તી (નેમ પ્લેટ) ઘરમાલિકના ઘરેલું સંબંધોની  ચાડી ખાતી હોય છે. વ્યક્તિની માનસિકતા પ્રમાણે નામની તક્તીની  ડિઝાઈન બનાવાતી  હોય છે. અથવા પસંદ કરાતી હોય છે. ઘરની બહાર જડેલી નેમપ્લેટ તે ઘર વિશે ઘણું  બધું કહી જાય છે.  જે ઘરની બહાર નામની તક્તી વધુ પડતી નીચે  લાગેલી  હશે તો એ ઘરના રહેતા લોકો વચ્ચે વિશ્વાસની કમી હશે.

કાળા અક્ષરોવાળી નામ  તક્તી અથવા  જે તક્તિમાં  કાળો રંગ વધુ વપરાયો હોય તે ઘરમાં  વ્યવસાયની અસ્થિરતા બતાવે છે.

મોટા  અક્ષરવાળી નેમપ્લેટવાળા ઘરની વ્યક્તિઓ મદદગાર સ્વભાવની, સંવેદનશીલ અને સહાયક હોય છે.

નાના અક્ષર કંજૂસ અને સ્વાર્થી વિચારસરણી ધરાવતું કુટુંબ દર્શાવે છે.

કાચની નેમપ્લેટ સમય સમયે દગો અને હાનિનું નિર્દેશન  કરે છે.

મોટા અક્ષરોવાળી લાકડાની નેમપ્લેટ આત્મવિશ્વાસી, મદદગાર અને વિપરીત પરિસ્થિતિઓનોે સામનો કરવાવાળું  દ્રઢ મક્કમ મનોબળ દર્શાવે છે. 

વધુ પડતી મોટી સાઈઝની નેમપ્લેટ આત્મવિશ્વાસનો અભાવ, દંભી, દેખાડાવાળી અને લોભી મનોવૃત્તિનો સંકેત દર્શાવે છે.

પીળો, ગુલાબી, સોનેરી, સફેદ, ક્રિમ, બ્રાઉન જેવા રંગો ધરાવતી નેમપ્લેટ પ્રેમાળ, સ્નેહસભર અને સહુને સાથે  રાખીને ચાલવાવાળા વ્યક્તિત્વનું   દર્શન કરાવે છે.

ઘેરી અને વધુ માટી નેમપ્લેટ અને  ડબલ નેમપ્લેટ પરિવારની શારીરિક  મને માનસિક હાનિનો સંકેત આપે છે.

ગોળ નેમપ્લેટ લગાવનાર હમેશાં  દ્વિધાભરી માનસિક સ્થિતિમાં હોય છે. એ લોકો કોઈપણ કાર્ય સમજી વિચારીને નથી કરતાં તદ્ઉપરાંત તેમની  નિર્ણયક્ષમતા પણ ઓછી હોય છે. ધૂળ જામેલી  નેમપ્લેટ સામાજીક  બદનામી  અને સંબંધોમાંની  અવિશ્વસનીયતા છતી  કહે છે.

કાચની નેમપ્લેટ અપશુકનિયાળ મનાય છે. કારણ તે ઘરના સભ્યો હમેશાં એક અકળ ડર હેઠળ જીવન ગુજારતા જાવો મળે છે.

લાલ રંગ મંગળકારી છે. નેમપ્લેટ હમેશાં લાલ રંગનો મહત્તમ ઉપયોગ કરવો જોઈએ. જેથી કુટુંબના સભ્યોમાં પ્રેમ અને સ્નેહ જળવાઈ રહે  સંબંધો મંગલકારી બની રહે.

નેમ પ્લેટ કદી દરવાજે ટાંગવી નહીં.  દરવાજા પર લાગેલી નેમપ્લેટ કુટુંબના સભ્યો વચ્ચે વિખવાદ પેદા કરે છે.

 તૂટેલી નેમપ્લેટ પારિવારિક મુશ્કેલીઓ પેદા  કરે છે અને કુટુંબ અનેક પરેશાનીઓ વચ્ચે ઘેરાઈ જાય છે.

નેમપ્લેટ હમેશાં કુટુંબ પ્રમુખની  ઊંચાઈને અનુકૂળ આવે એ રીતે લગાડવી જોઈએ.  આમ  કરવાથી વિરોધીઓ  દૂર રહે છે.

નવી  નેમપ્લેટ હમેશાં શુક્રવારે જ લગાડવી. શુક્રવારે લગાડાતી નેમપ્લેટ ઘરમાં મીઠાશભર્યા સંબંધો બાંધે છે.

નેમ પ્લેટ પર ક્યારેય કોઈ વસ્તુ ચિપકાવવી કે  ટીંગાડવી નહીં, કારણ આવી નેમપ્લેટ કુટુંબને કોઈ ષડયંત્રનો  શિકાર



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2WR6mWl
Previous
Next Post »