પાં ચમી ડિસેમ્બરના રોજ જાપાનના રોબોટિક સ્પેસ પ્રોબ ''હાયાબુસા-૨''એ અંતરિક્ષમાંથી લાવેલ એક સંપેતરુ પૃથ્વીવાસીઓને પહોંચાડયું છે. વૈજ્ઞાાનિકો માટે આ સંપેતરુ ખૂબ જ મહત્વનું સાબિત થાય તેમ છે. ''હાયાબુસા-૨''એ ૨૦૧૪માં પોતાની અંતરિક્ષ સફર શરૂ કરી હતી. ૫૨૩.૦૩ કરોડ કિલોમીટરની મુસાફરી કરીને, ''હાયાબુસા-૨'' પૃથ્વીને તેનું સંપેતરુ પાછું આપવા માટે આવ્યું હતું. એસ્ટરોઇડ ''રીયુગું''ના માટીના અવશેષો લઈને આવેલ ''હાયાબુસા-૨'', રોક સેમ્પલને પૃથ્વી પર પહોંચાડી, ફરીવાર તેની આગળની અંતરિક્ષ સફર ઉપર ઉપડી ચૂક્યું છે. ગયા ઓક્ટોબર મહિનામાં, નાસાએ. ''બેન્નુ'' નામના એસ્ટરોઇડની સપાટી ઉપરથી સોઇલ સેમ્પલ ભેગા કરવામાં સફળતા મેળવી હતી. નાસાને અત્યાધુનિક રોબોટિક સ્પેસ ક્રાફ્ટ ''ઓસિરીસ રેક્ષ'' દ્વારા આ સફળતા મળી છે. વૈજ્ઞાાનિકો સૂર્ય-માળાની રચના અને પૃથ્વી ઉપર સજીવ સૃષ્ટિ ની શરૂઆત કઈ રીતે થઈ ? તેની જાણકારી સૂર્યમાળાની રચના સમયે જ પેદા થયેલ એસ્ટરોઇડનો અભ્યાસ કરીને મેળવવા માગે છે. એસ્ટ્રોઈડ, સૂર્યમાળાની રચનાનો ઇતિહાસ અને ભૂતકાળ, પોતાની માટી અને ખડકાળ પથ્થરમાં સંગ્રહીને બેઠા છે. નાસા કરતા ઓછા ખર્ચમાં, એસ્ટરોઇડ ''રીયુગું''ના અવશેષો મેળવી આપનાર હાયાબુસા-૨ મિશનની સફળતાની વાતો વાગોળીએ. જેણે અંતરિક્ષ વિજ્ઞાાન માટે, ''સેમ્પલ રિટર્ન મિશન''નો ગોલ્ડન પિરિયડ એટલે કે સુવર્ણકાળ શરૂ કર્યો છે.
''હાયાબુસા-૨'' : લાંબી અંતરિક્ષ સફર
લગભગ ૭૦૦ કિલોગ્રામ વજનના ''હાયાબુસા-૨'' સ્પેસ ક્રાફ્ટનું લોન્ચિંગ ડિસેમ્બર ૨૦૧૪માં કરવામાં આવ્યું હતું. હાયાબુસા નો અર્થ 'એક પ્રકારનું જાપાનનું બાજ પક્ષી' થાય છે. જે વિશ્વનું સૌથી ઝડપી ઉડતું બાજ પક્ષી છે. ૨૭ જૂન ૨૦૧૮ના રોજ, ''હાયાબુસા-૨''નો મેળાપ એસ્ટરોઇડ ''રીયુગું'' સાથે થયો હતો. જાપાનીમાં ''રિયુગુ''નો અર્થ ''ડ્રેગન પેલેસ'' થાય છે. જે નામનો ઉલ્લેખ જાપાની લોકકથામાં દરિયાના 'તળિયાના કિલ્લો' તરીકે થયેલ છે. અહીંથી જ એસ્ટરોઇડ 'રીયુગું'નો વિગતવાર અભ્યાસ શરુ થયો હતો. એસ્ટરોઇડ ''રીયુગું''ની સપાટી ઉપર ''હાયાબુસા-૨'' દ્વારા અસંખ્ય મીની રોવર ઉતારવામાં આવ્યા હતા. ''રીયુગું''ની સપાટી પર ઉતરેલ અતિસૂક્ષ્મ કદના લેન્ડરને સ્છજીર્ભં્ એટલેકે ''મોબાઈલ એસ્ટરોઇડ સરફેસ સ્કાઉટ'' તરીકે ઓળખવામાં આવેછે. ફ્રાન્સની સ્પેસ એજન્સીના સહયોગથી જર્મનીએ, ટચુકડા મીની-રોવરની રચના કરી જાપાનને સોંપ્યા હતા. ''હાયાબુસા-૨''ના અંતરિક્ષ મિશનમાં ''રીયુગું''ની બે વાર મુલાકાત લેવાનું નક્કી કરવામાં આવ્યું હતું.
ફેબુ્રઆરી ૨૦૧૯માં ''હાયાબુસા-૨'' દ્વારા સપાટી ઉપરથી માટીના નમૂના ચમચા વડે ઉપાડતા હોય તે રીતે એકઠા કરવામાં આવ્યા હતા. બીજીવારની મુલાકાતમાં, ''હાયાબુસા-૨'' દ્વારા એપ્રિલ ૨૦૧૯માં તાંબાના બનેલ અઢી કિલો વજનના ગોળાની એસ્ટરોઇડ ''રીયુગું''ની સપાટી સાથે અથડામણ કરી હતી. જેના કારણે સપાટી ઉપર ૧૦ મીટર પહોળો ખાડો પડયો હતો. સપાટી પરના ખડકો અને માટી ઉછળીને અંતરિક્ષમાં ફેલાયા હતા. જુલાઈ મહિનામાં આ સ્થાન ઉપરથી ખડક અને માટીના નમૂના ''હાયાબુસા-૨'' એકઠા કરવામાં આવ્યા હતા. બંને વખત મેળવવામાં આવેલ નમૂનાને, ''હાયાબુસા-૨'' દ્વારા અલગ ચેમ્બરમાં સાચવવામાં આવ્યા હતા, કારણકે બંને સમયે સેમ્પલ મેળવતી વખતે એસ્ટરોઇડની સપાટી, અલગ પર્યાવરણ સાથે કામ કરતી હતી. પ્રથમ સેમ્પલમાં એસ્ટરોઇડની સપાટી ઉપર સોલાર અને કોસ્મિક રેડિયેશનની અસર જોવા મળે તેમ હતી. જ્યારે બીજીવાર માટીના નમૂના સપાટીથી નીચે આવેલ ભાગમાંથી એકઠા કરવામાં આવ્યા હતા. આ ભાગમાં પાણી અને કાર્બનિક સંયોજનોવાળા ખનીજ અંતરિક્ષમાં રેડિયેશનથી રક્ષિત થયેલા હતા.
''સેમ્પલ સ્પેસ કેપ્સુલ'' : સફળ અને સલામત ઉતરાણ
હાયાબુસા-૨માથી મુક્ત થયેલ સ્પેસ કેપ્સ્યુલ પૃથ્વી ઉપર ઉતરે તેના એક દિવસ પહેલાં જ, ઉતરાણના વિસ્તારમાં ભારે વરસાદ અને વાવાઝોડું ફૂંકાયું હતું. જેણે સ્પેસ કેપ્સ્યુલને ઉતારવાનો માર્ગ ધોઈને સાફ કરી આપ્યો હતો. ઓસ્ટ્રેલિયામાં રવિવાર સવારે લોકોએ તેજ લિસોટા સાથે પૃથ્વી ઉપર ખરતા એક તારાને નિહાળ્યો હતો. જે ખરેખર હાયાબુસા-૨ દ્વારા મુક્ત થયેલ સ્પેસ કેપ્સ્યુલ હતી. ''હાયાબુસા-૨''ની સેમ્પલ કેપ્સુલ દ્વારા લાવવામાં આવેલ નમૂના એકઠા કરવા માટે જાપાન દ્વારા ટાર્ગેટ એરિયાના અનેક સ્થળો ઉપર સેટેલાઈટ ડીસ અને મરીન રડાર પણ ગોઠવવામાં આવ્યા હતા. આ ઉપરાંત સર્ચ ઓપરેશન માટે ડ્રોન વિમાન અને હેલિકોપ્ટરને ફરતા રાખવામાં આવ્યા હતા. અગન ગોળા જેવી સ્પેસ કેપ્સ્યુલ પોતાની અંદર રહેલ રેડીયો ઇન્સ્ટ્મેન્ટ દ્વારા રેડિયો તરંગો છોડીને પોતાનું સ્થાન અને રડાર ડેટા ટ્રેકિંગ સેન્ટરને મોકલી આપ્યા હતા. જેના ઉપરથી ગણતરી કરીને રિકવરી ટીમે એક હેલિકોપ્ટરને અંધારી સવારમાં જ સ્પેસ કેપ્સ્યુલને શોધી કાઢવા માટે રવાના કર્યું હતું.
સ્પેસ કેપ્સ્યુલ હાથમાં આવતાંની સાથે જ વૈજ્ઞાાનિકોને ઉતાવળ વધી ગઈ હતી. સ્પેસ કેપ્સ્યુલનું કન્ટેનર, સંપૂર્ણ લિકપ્રૂફ નહતું. તેના કારણે પૃથ્વીની હવા, સેમ્પલ કન્ટેનરમાં પ્રવેશવાની શક્યતા રહેલી હતી. જો આમ થાયતો એસ્ટરોઇડમાંથી મેળવેલ સૂક્ષ્મ સેમ્પલ, પૃથ્વીની હવા અને સૂક્ષ્મ જીવાણુઓ દ્વારા દુષિત થવાની શક્યતા રહેલી હતી. સ્પેસ કેપ્સ્યુલને પૃથ્વી ઉપર લેન્ડિંગ થયાના, સો કલાક બાદ તુરત જ વિમાન દ્વારા જાપાન રવાના કરવામાં આવી જાણવા માંગતા હતાકે ''એસ્ટરોઇડની સપાટી પર સૌર પવન તરીકે જાણીતા હિલિયમના પરમાણુની અથડામણ થઈ હતી કે નહીં? સેમ્પલમાં તેની હાજરી છે કે નહીં? જો સૌર પવનની હાજરી મળી આવેતો, વૈજ્ઞાાનિકો ચોક્કસ કહી શકે છે ''હાયાબુસા-૨એ ખરેખર સફળતાપૂર્વક એસ્ટરોઇડ ઉપરથી નમૂના એકત્રિત કર્યા છે.'' વૈજ્ઞાાનિકો માને છેકે ''સેમ્પલનું વજન કેટલાક ગ્રામ જેટલું હશે.''
''સેમ્પલ રિટર્ન મિશન'' : અનોખી સફળતા
હાયાબુસા-૨ની સફળતા એ જાપાનની આબરૂને ''ડીપ સ્પેસ એક્ષ્પ્લોરેશન'' કરનાર નાસા, યુરોપિયન સ્પેસ એજન્સી, રશિયા અને ચીન સામે વધારી દીધી છે. જાપાનની અંતરિક્ષ સંસ્થા ''જાપાન એરોસ્પેસ એક્સપ્લોરેશન એજન્સી'' ''જાક્ષા''નું એક સ્પેસ ક્રાફ્ટ હાલમાં શુક્રની ભ્રમણકક્ષામાં ફરી રહ્યું છે. બુધ ગ્રહ ઉપર સંશોધન કરવા માટે જાપાને યુરોપિયન સંઘ સાથે સહયોગ કર્યો છે. આ ઉપરાંત આવતા વર્ષે જાપાન મંગળના ચંદ્ર ફોબોસ ઉપરથી રોક સેમ્પલ પૃથ્વી ઉપર લાવવાનું છે. જાપાન, નાસાના ''મૂન મિશન'', ''આર્ટેમીસ મિશનમાં'' સહયોગ આપી રહ્યું છે. આર્ટેમીસ મિશન દ્વારા નાસા માનવીને ફરીવાર ચંદ્ર ઉપર ઉતારનાર છે. આવા તબક્કે જાપાન માટે સૌથી મોટી ચેલેન્જ, એસ્ટરોઇડ ''રીયુગું'' ઉપરથી મેળવેલ સોઇલ સેમ્પલને સલામત રીતે ઓસ્ટ્રેલિયામાં નિશ્ચિત જગ્યાએ ઉતારવાની હતી.
ઓસ્ટ્રેલિયાના પાટનગર એડેલેઇડથી ૫૦૦ કિમી દૂર આવેલ, દક્ષિણ ઓસ્ટ્રેલિયાના વુમેરા નજીક એક ઉજ્જડપ્રદેશમાં એસ્ટરોઇડના ''રિયુગુ'' ટુકડાઓ લઈ આવનાર, ૧૬ કિલો વજનની કેપ્સુલ પેરાશૂટ દ્વારા પૃથ્વી ઉપર ઉતરી હતી. વુમેરાનો વિસ્તાર ઓસ્ટ્રેલિયન લશ્કર માટે વિવિધ પ્રકારના ટેસ્ટ અને સંશોધન કરવા માટે વપરાય છે. જ્યાં સામાન્ય માણસની અવરજવર ખુબ જ ઓછી હોય છે. આ કારણે સ્પેસ કેપ્સ્યુલને શોધી કાઢવામાં વૈજ્ઞાાનિકોની ટીમને ઝાઝી મહેનત કરવી પડી નહતી. સ્પેસ કેપ્સ્યુલ, ૫ ડિસેમ્બર શનિવારના રોજ પૃથ્વીની સપાટીથી, બે લાખ કિલોમીટરની ઊંચાઈએ, ''હાયાબુસા-૨''થી અલગ થઈ પૃથ્વી તરફની પોતાની મુસાફરી શરૂ કરી હતી. ત્યારબાદ ''હાયાબુસા-૨'' અંતરીક્ષ મુસાફરીના નવા મુકામ તરફ આગળ વધી ગયું હતું.
મુક્ત થયેલ સ્પેસ કેપ્સ્યુલનો ડેટા ''હાયાબુસા-૨'' દ્વારા પણ મોકલવામાં આવતો હતો. જાપાનની ક્યોટો યુનિવસટીના ટેલિસ્કોપ્સ દ્વારા સ્પેસ કેપ્સ્યુલ ઉપર નજર રાખવામાં આવી હતી. સાથે સાથે ડીપ નેટવર્ક સ્પેસના રેડિયો ટેલિસ્કોપ દ્વારા પણ સ્પેસ કેપ્સ્યુલનો ડેટા મેળવવામાં આવતો હતો. જાપાની અંતરિક્ષયાત્રી સોચિ નોગુચિ,આંતરરાષ્ટ્રીય અવકાશ મથકના કૂમાં જોડાયો હતો. તેણે નવેમ્બરમાં આંતરરાષ્ટ્રીય અંતરિક્ષ મથકની ભ્રમણકક્ષામાં રહીને હાયાબુસા-૨ને નિહાળ્યું હતું.
એસ્ટરોઇડ ''રીયુગું'' અને ''બેન્નું'': થોડીક સમાનતા પણ છે
મિશન મેનેજર માકોટો યોશીકાવા જણાવ્યું હતુંકે ''સંશોધન માટે અને મિશનને સફળ બનાવવા માટે ૦.૧ ગ્રામ માટીના સેમ્પલ પૂરતા થઇ પડશે''.એસ્ટરોઇડ ''રિયુગુ'' માથી મેળવેલ સેમ્પલમાં જો ખનીજની સાથે પાણીના અણુઓ મળી આવેતો, સૂર્યમાળાના સર્જન બાદ પૃથ્વી ઉપર રચાયેલ મહાસાગરનું પાણી, વિવિધ એસ્ટરોઇડ ઉપરથી આવ્યું હોવું જોઈએ. તેઓ પુરાવો મળી રહે. સેમ્પલમાં જો કાર્બન આધારિત કાર્બનિક સંયોજનોના અણુઓ મળી આવેતો, પૃથ્વી ઉપર સજીવ સૃષ્ટિ ની શરૂઆત કઈ રીતે થઈ તેના ઉપર પણ પ્રકાશ પડી શકે છે.
એસ્ટરોઇડ ''રીયુગું'' ઉપરથી રોક સેમ્પલ મેળવનાર, ''હાયાબુસા-૨'' જાપાનનું પ્રથમ અંતરિક્ષ મિશન નથી. આ પહેલા, ''હાયાબુસા-૧'' લોન્ચિંગ ૨૦૦૩માં કરવામાં આવ્યું હતું. જે ૨૦૧૦માં પૃથ્વી તરફ પાછું ફર્યું હતું. પરંતુ લેન્ડિંગ સમયે તેને કેટલીક ટેકનિકલ સમસ્યાઓ નડી હતી. જેના કારણે, ''હાયાબુસા-૧'' મિશનને સફળતા મળી નહતી. ૨૦૦૩માં જાપાનના મંગળ મિશનને પણ નિષ્ફળતા મળી હતી. અંતરીક્ષ ક્ષેત્રની આવી નિષ્ફળતા વચ્ચે, ''હાયાબુસા-૨'' ની સફળતાએ જાપાનની છાતી ૫૬ ઇંચની કરી દીધી છે. અનેક નિષ્ફળતાઓ બાદ, જાપાનનું ''હાયાબુસા-૨'' મિશન સંકટ રહિત માર્ગે આગળ વધ્યું હતું. જાપાનના અંતરિક્ષ મિશન નાસાની સરખામણીમાં ખૂબ જ ઓછા ખર્ચે તૈયાર કરવામાં આવે છે. નાસાના ''ઓસિરીસ રેક્ષ'' મિશન પાછળ, એક અબજ ડોલરનો ખર્ચ થનારો છે. જેની સામે ''હાયાબુસા-૨'' મિશન, માત્ર ૩૦ કરોડ ડોલરના ખર્ચે સફળતા પ્રાપ્ત કરી ચુકયું છે.
''હાયાબુસા-૨'' રોબોટિક સ્પેસ ક્રાફ્ટ વડે મેળવવામાં આવેલ એસ્ટરોઇડના માટીના નમુનાનો કેટલો ભાગ, અમેરિકાની નાસાને પણ વધારે સંશોધન માટે આપવામાં આવશે. નાસા હાલમાં તેના મિશન ''ઓસિરીસ રેક્ષ'' દ્વારા કાર્બનિક સંયોજનોથી ભરપૂર એવા એસ્ટરોઇડ ''બેન્નું''ના રોક સેમ્પલ મેળવવામાં સફળ રહ્યુંછે. માટીના નમૂના, સેમ્પલ ૨૦૨૩ના સપ્ટેમ્બર મહિનામાં પૃથ્વી ઉપર પહોંચવાની ધારણા છે. એસ્ટરોઇડ ''રીયુગું'' અને ''બેન્નું'' વચ્ચે કેટલીક સમાનતા પણ છે. બંને એસ્ટરોઇડ ખૂબ જ ઝડપથી ફરતા ભમરડા જેવા છે. એસ્ટરોઇડ ઉપર પાણીના અવશેષ ઓછા હોવાની શક્યતા રહેલી છે.
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2J3Jmjx
ConversionConversion EmoticonEmoticon