શુભ સ્વાગતમ્ ઇ.સ.2021


હવે ઇ.સ.૨૦૨૧ના નૂતન વર્ષનો પ્રારંભ થશે. નવું વર્ષ એટલે જીવનની નવી ડાયરીમાં નવું લખવાનો દિવસ. અત્યાર સુધી આપણે જે કાંઈ ભૂલો કરી, તેને ભૂલી જઈએ અને ઉત્સાહ અને ઉમંગ સાથે ફરીથી નવીન રીતે જીવન જીવવાનો પ્રારંભ કરીએ.

આપણે ઘણી વખત નવા વર્ષમાં નૂતન સંકલ્પો લઈએ છીએ, અને પછી થોડા દિવસમાં પહેલાની જેમ જ જીવન જીવતા થઈ જઈએ છીએ... પછી વર્ષ પૂરું થઈ જાય છે. અને આપણે હતા ત્યાં ના ત્યાં....

શું આ ઇ.સ. ૨૦૨૧ના વર્ષમાં પણ આપણે એમ જ કરવું છે ? નથી કરવું ને ? તો પછી સાવધાન થઈ જઈએ. પ્રાતઃકાળ થાય છે અને નૂતન સૂરજના કિરણો આપણા ઘરમાં પ્રવેશ કરે છે, અને જેમ ઘરમાં પ્રકાશ ફેલાવે છે. તેમ નવા વર્ષમાં આપણા હૃદયમાં પણ નવો ઉજાસ ફેલાવીએ. હૃદયમાં રહેલા કામ, ક્રોધાદિ દોષો અને સ્વભાવો તેને આપણે તજવા જોઈએ. આપણામાં કાંઈક નવીન ચેતના જાગવી જોઈએ. આધ્યાત્મિક ક્ષેત્રમાં આગળ વધીને શ્રી સ્વામિનારાયણ ભગવાનના શાશ્વત સુખને પામવા માટે નિત્ય પ્રાર્થના, ધ્યાન, યોગ, વગેરે કરવું જોઈએ.

- સાધુ પ્રેમવત્સલદાસજી કુમકુમ



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3aTirT1
Previous
Next Post »