કોરોનાકાળમાં દેશભરના 100 સિનેમાઘરોમાં રજૂ થશે રિચા ચઢ્ઢા- પંકજ ત્રિપાઠીની ફિલ્મ


મુંબઈ, તા.23 ડિસેમ્બર 2020, બુધવાર

છેક ચોથા અનલોક બાદ ખોલવામાં આવેલા સિનેમાગૃહોમાં ધીમે ધીમે નવી ફિલ્મો રજૂ થવા લાગી છે. પરંતુ તાળાબંધી ખુલ્યા પછી મોટા પાયે રજૂ થનારી ફિલ્મ રિચા ચઢ્ઢા અને પંકજ ત્રિપાઠીની હશે.

સૂત્રોએ જણાવ્યું હતું કે રિચા ચઢ્ઢા અને પંકજ ત્રિપાઠીને ચમકાવનારી 'શકીલા' ભારતભરના ૧૦૦૦ સિનેમાઘરોમાં પાંચ ભાષામાં સાગમટે રજૂ કરવામાં આવશે. કોરોનાકાળમાં વિશાળ પાયે રિલીઝ થનારી આ સૌપ્રથમ મૂવી હશે. સૂત્રોએ વધુમાં કહ્યું હતું કે નાતાલના દિવસે આ ચિત્રપટ સિનેમાઘરોમાં રજૂ થશે તેનાથી પહેલાં પ્રત્યેક મૂવી થિયેટરમાં કોવિડ-૧૯ સામેની સલામતીના સઘળાં પગલાં લેવામાં આવશે. ફિલ્મ સર્જકો નથી ઈચ્છતા કે તેમની ફિલ્મ જોવા આવનારાઓને મનમાં કોરોનાનું સંક્રમણ થવાનો ફફડાટ રહે તેથી તકેદારીના બધાં જ પગલાં ભરવામાં આવશે. અનલોકમાં આટલા મોટા પાયે રજૂ થનારી આ ફિલ્મ જોવા દર્શકો ખેંચાઈ આવે એ એટલા માટે તેનો ખાસ્સો પ્રચાર પણ કરવામાં આવ્યો છે.



from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/37Lp8F2
Previous
Next Post »