સ્ત્રીઓમાં વધુ જોવા મળતો હિસ્ટેરિયા


ઘણી વાર મહિલાઓને બધાની જવાબદારી  પોતાના શિરે લઈ ફરવાની ટેવ હોય છે. આવી જવાબદારી મનના કાર્યને આધિન છે. આ મન કાર્ય કરવા અત્યધિક તીવ્રતામાં પ્રવૃત્તિમય હોય છે તેથી મનના  માનસિક સંઘર્ષમાં દરિયાની લહેરની    માફક મોજા ઉછળતા જ રહે છે.

આખરે માનસિક તનાવના કારણે વધુ દબાણ રહે છે, અદમ્ય ઇચ્છાઓનું દમન, અને મનની કુાગ્રસ્ત સ્થિતિ, મનુષ્યની માનસિકતાને દૂષિત કરે છે અને કોઈ પ્રબળ આઘાત લાગવાથી મગજનું નિયંત્રણ શરીરના ોતસ જ્ઞાાનતંતુની નાડી પર રહેતું નથી. સાથે સાથે સ્મરણશકિત પણ કેટલોક સમય બંધ થઈ જાય છે.

આયુર્વેદમાં જણાવેલ છે 

''અપગતા સ્મતિરિતિ અપસ્માર''

અર્થાત્   સ્મરણશકિતની વિકૃતિ થવાના  કારણને અપસ્માર કહે છે.  સ્મરણશકિત,  બુધ્ધિ  અને  મનના વિભ્રમથી  બિભત્સ  ચેષ્ટાયુકત થતા અને કયારેક અંધકારમાં  ડૂબતા હોય  તેમ  જ્ઞાાન  શૂન્યને અપસ્માર કહે છે. આના બે ભેદ માનવામાં આવે છે. 

 (૧) ક્ષુદ્ર- જેનો દસ સેકંડથી ત્રીસ સેકંડ સુધી વેગ ચાલુ રહે છે.

(૨) તીવ્ર - જેનો અપસ્માર કે હિસ્ટીરિયાનો ખેંચનો વેગ બેથી પાંચ મિનિટ સુધી ચાલુ રહે છે. આને હિન્દી ભાષામાં  ''મિરગી'' કહેવાય છે. મિરગીના ખેંચનો વેગ અચાનક અને કયારેક ઓચિંતો પડી જાય છે. આ રોગનો વેગ પડવાના કારણે રોગી પોતાની ચેતનાની સુધ- બુધ ખોઈ નાખી અને એકાએક ધડામ લઈ પડી જાય છે. તે ! 

આયુર્વેદમાં સ્ટીયોને થવાવાળો અપસ્મારને ''યોષાપસ્માર' કહે છે. યોષા અર્થાતની અને અપસ્માર અર્થાત સ્મરણશકિતનો નાશ થવો. હિસ્ટીરિયા માટે આયુર્વેદમાં 'અપતન્નક'  શબ્દ ઉપર્યુકત છે. એપી લસી મિરની રોગનું નામ છે જેને અપસ્માર કહે છે અને જયારે હિસ્ટીરિયા ફિટ અથવા તે બીમારીને યોષા પસ્માર અથવા અપતંન્નક રોગ કહે છે. આ બંને રોગ અલગઅલગ છે અને બંને રોગમાં ઘણો જ તફાવત છે. જેને સારી રીતે જાણી સમજી લેવો જોઈએ. જેનાથી ચોક્કસ નિદાન કરી શકાય. 

જીમિરગી - આ મિરગીનો વેગ અચાનક પડે છે. રોગી આવેલ  વેગને સંભાળી શકતો નથી, કાપેલ વૃક્ષની જેમ  એકાએક ધડામ કરી પડી જાય છે.  જેના કારણે  રોગી એકલો  હોય કે ઘણી જ ભીડમાં હોય તો પણ વેગ (આંચકી) આવે છે. આવા દર્દી નિદ્રામાં સૂતેલા  હોય તો  પણ  વેગ આવે છે. આંખા ે ઉપર ચઢી જાય છે, ગળુ   વાંકું થઈ જાય છે. દાંતનું બત્રીસીનું ચોકઠું ચુસ્ત  બંધ  થઈ જાય છે.  આ દરદના કારણે દર્દીને  બિલકુલ  ભાન  રહેતું  નથી  તેથી  ઘણીવાર ઝાડો- પેશાબ થઈ જવાના  કારણે  કપડાં પણ બગડી  જાય  છે. રોગી  બેભાન  થઈ  જાય  છે બોલી પણ નથી શકતો.  જ્યારે વેગ શાંત થઈ જાય છે ત્યારે  દર્દીને  અશક્તિનો  ઘણો જ અનુભવ  લાગે  છે.  ત્યાર પછી તેને મિરગીનો વેગ આવ્યો હતો તે  વાત  પણ  ભૂલી જાય  છે.  આ રોગના   વેગ  સ્ત્રી તથા પુરુષ બંનેને પડી શકે છે.

જી હિસ્ટીરિયા -  આ હિસ્ટીરિયાની  સ્થિતિ  આ  ઉપરોક્ત  લક્ષણથી  બિલકુલ  વિરુધ્ધ  હોય  છે. આ રોગ અચાનક નથી  થતો,  વેગ અતિ તીવ્ર નથી હોતો, રોગી પોતાને સંભાળીને  હિસ્ટીરિયાનો વેગ આવે ત્યારે    ધીમેથી પડે  છે, કારણ  કે  શરીરમાં  કંઈ પણ જાતનું  વાગી જાય નહિ.  એકલો  અથવા   એકાન્તમાં  હોય ત્યારે વેગ આવતો  નથી. 

ઊંઘમાં પણ વેગ આવતો નથી,  આંખો ઉપર ચઢતી નથી,   ગળુ (ગરદન) વાંકુ થતું નથી, દાંત જકડાઈ જતા નથી, શરીર પર નિયંત્રણ  રહે છે. અર્થાત્  કપડા મલ-મૂત્રથી   ખરાબ થતા નથી.  રોગી બેભાન  થતો  નથી,  દર્દી બબડતો  રહે  છે,  પણ આંખ  બંધ રાખે છે.

અશક્તિનો  અનુભવ  થતો નથી,  હિસ્ટીરિયાનો વેગ પશ્ચાત દર્દી પૂર્વવત સ્વસ્થ  સ્થિતિમાં થઈ જાય  છે.  કંઈ બન્યુ જ નથી, પણ   તેનો વેગ લાંબા સમય સુધી ચાલુ રહે છે.

હિસ્ટીરિયા ઘણું કરીને સ્ત્રીઓને  જ થાય છે અથવા જે પુરુષનો સ્વભાવનીની જેમ હોય છે તેને થાય છે. 

જેની ઘણી જ કોમળ, લાગણીશીલ, સંવેદનશીલ, તુમાખી, ક્રોધીત સ્વભાવની હોય, અને સૂક્ષ્મદર્શી  નાની- નાની ઝીણી  ઝીણી  બાબતમાં મનમાં વિચાર કરતી સ્વભાવવાળી હોય, તે હિસ્ટીરિયાના વેગ આવતા હોય તે ની પોતાના મનને કોઈપણ કારણ વગર વ્યથીત ચિંતામુકત બનાવતી  હોય, પોતાની ઇચ્છાઓ માટે  ખોટાં  ઘર્ષણ કરી મનને દબાણથી  દમન કરે, રીબાઈ રીબાઈ જીવન વ્યતીત કરતી હોય તેવું મનો  વ્યથામાં  રહેતી હોય અને તે  માનસિક રૂપમાં  અસંતુષ્ટ  રહી  લાંબા સમય સુધી  વિવશ બની જીવતી હોય તો તેને આ હિસ્ટીરિયા રોગ થાય છે. વિશેષ કરી યુવાનીના વિષયોના વિચારમાં અને તેના કામમાં અસંતુષ્ટ અને અસંતોષી રહેવાની અવસ્થામાં આ રોગ ઘણું કરી જોવામાં આવે છે. તેથી કરીને તેવીનીને જો બાળક થઈ જાય છે ત્યારે સારવાર વગર જ  સારું થઈ જાય છે.

આ રોગમાં પતિ સાથે સારો સ્નેહ પ્રેમભાવ બરાબર ન હોતા તેવીનીનો પતિ દુર્વ્યવહાર કરતો હોય યૌવન શકિતમાં દુર્બળતા, અને સંપૂર્ણ રીતે પ્રેમભર્યો   સહવાસ  પતિ  તરફથી મળતો ન હોય તેવીનીને  હિસ્ટીરિયા રોગ મુખ્ય થવામાં કારણભૂત હોય છે.

જીચિકિત્સા- હિસ્ટીરિયા રોગની યોગ્ય સારવાર એજ છે કે પતિ તથા કુટુંબના બધા જ સદસ્ય તેનીને સારા વાતાવરણમાં રાખે, સારો વ્યવહાર કરે અને પ્રેમથી સાર સંભાળ કરે અને બધાં જ કારણો દૂર થાય કે જેથી આ રોગ ઉત્પન્ન થયો હતો. 

જી ઔષધિ- (૧) સારસ્વતચૂર્ણ ૨ ગ્રા, સ્મૃતિસાગર રસ  ૧૨૫ મિ.ગ્રા., શતાવરી ચૂર્ણ ૧ ગ્રા., બ્રાહ્મી ચૂર્ણ ૨ ગ્રા, મેદય રસાયન ચૂર્ણ ૧ ગ્રા. બે- દૂધ સાથે. 

(૨) સારસ્વતા રિષ્ટ અથવા શંખપુષ્પી સીરપ એક- એક ચમચી જમ્યા પછી અડધા કપ પાણીમાં

(૩) સુવર્ણયુમા બ્રાહ્મવટી ૨ ગો   બે વાર  મધમાં. 

(૪) સુવર્ણમાષિકભસ્મ ૨ રતી બેવાર મધ અથવા માખણ સાકર સાથે લેવાથી જલદી તથા વધુ લાભ થાય છે. 

 ઉપરોકત ચિકિત્સા ૨થી ૩ માસ કરવી જોઈએ.  આહાર- વિહાર- ગળ્યા, ખારા, ખાટા, આહાર ખાવા, તીખા, તળે લા ગરમ આંબલીવાળા ખોરાક બંધ કરવા. જે પતિ સુખ તથા માનસિક વિચારથી દૂર રાખી આનંદ પ્રફુલ્લીત વાતાવરણમાં આરામ આપવો, મનને  દુ:ખ   થાય તેવું કોઈ કામ સ્ત્રી પાસે  કરાવવું નહિ.



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/327eeWE
Previous
Next Post »