અજમાવી જૂઓ - મીનાક્ષી તિવારી

-   ભાતની સોડમ વધારવા ભાત બની જાય પછી તેમાં એક ચમચો શુદ્ધ ઘી ભેળવવું.

-   સ્ટેનલેસ સ્ટીલનું સિન્ક ચકચકિત કરવા બેકિંગ સોડાથી સાફ કરવું.

-   ચણાના લોટમાં સૂકાં લાલ મરચાં રાખવાથી લોટમાં જીવાત નહીં પડે અને લાંબા સમય સુધી તાજો રહેશે.

-   મેથીની કડવાશ દૂર કરવા મેથીને સમારી સ્વચ્છ પાણીથી ધોઇ તેના પર થોડું મીઠું ભભરાવી ૧૦-૧૫ મિનિટ બાદ ભાજીમાંથી પાણી નીચોવી લેવું.

-   એક થેલીમાં અજમો ભરી કબાટમાં રાખવાથી જરીની સાડી કાળી નથી પડતી.

-   મીણબત્તીની વાટ તથા તેની આસપાસ મીઠું ભભરાવી પેટાવવાથી મીણબત્તી લાંબો સમય સુધી બળશે.

-   કડવી દવા ખાતા પહેલાં મોમાં બરફનો ટુકડો મૂક્યા પછી દવા ખાવાથી દવાની કડવાશ જણાશે નહીં.

-   બ્રાઉન જોડા પર કેળાની છાલનો અંદરનો ભાગ રગડવો જોડા મુલાયમ થશે.

-   પુસ્તકોમાં જીવાત ન પડે માટે પુસ્તકના પાનાની વચ્ચે લીમડાના પાન રાખવા.

-   રબડીમાં  ખસખસ નાખવાથી રબડી ઘાટ્ટી  તથા સ્વાદિષ્ટ બને છે.

-   ભાતની સોડમ વધારવા ભાત બની જાય પછી તેમાં એક ચમચો શુદ્ધ ઘી ભેળવવું.

-   સ્ટેનલેસ સ્ટીલનું સિન્ક ચકચકિત કરવા બેકિંગ સોડાથી સાફ કરવું.

-   ચણાના લોટમાં સૂકાં લાલ મરચાં રાખવાથી લોટમાં જીવાત નહીં પડે અને લાંબા સમય સુધી તાજો રહેશે.

-   મેથીની કડવાશ દૂર કરવા મેથીને સમારી સ્વચ્છ પાણીથી ધોઇ તેના પર થોડું મીઠું ભભરાવી ૧૦-૧૫ મિનિટ બાદ ભાજીમાંથી પાણી નીચોવી લેવું.

-   બ્રેડને સહેલાઇથી કાપવા છરીને સહેજ ભીની કરવી.

-   નવા વાસણ પરથી લેબલ દૂર કરવા લેબલની વિપરીત બાજુ પરથી વાસણ ગરમ કરવું અને તરત જ ચાકુથી ઘસી ઉખેડવું.

- સવારના નાસ્તામાં એક ગ્લાસ ટામેટાના રસમાં થોડું મધ ભેળવી પીવાથી શક્તિ વધે છે.

from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/35G0QK2
Previous
Next Post »