ઘણા ઘણાને આપણે વ્રત, બાધા કે ટેક લેતા જોયા છે કે ફલાણા ફલાણા દેવ ભગવાન મને જો અમુક ધંધા, રોજગાર, નોકરી કે બિમારીમાં ફાયદો થશે તો હું અડદની દાળ છે ચોખ્ખા છે. દુધ કે ઘી છે. આ બધી વસ્તુ હું નહીં ખાઉં. ઘણા ઘણાને મેં આવી અમથી ટેક લેતા જોયા છે. તો આવી ટેક (બાધાં) શા માટે.
જેમનાથી આપણા શરીરનાં બંધારણમાં જરૂરી પોષક તત્ત્વો, વિટામિન્સો કે ઊર્જાઓ મળે છે એવી વસ્તુની બાધાઓ શા માટે. આપણા શરીરનો શું દોષ. આત્માનાં કલ્યાણ માટે શરીરને દંડ દેવાનો. શરીરે શું લગાડયું એ તો આપણા મન કે બુધ્ધીનો ગુલામ છે. એ ક્યા પોતાની રીતે પાપ કે પુણ્ય કરે છે. પરંતુ આપણી મન બુધ્ધી જ આ બધું શરીર પાસે કરાવે છે.
પ્રથમ મન જ જો ખરાબ કર્મ કરાવે છે. નોકરીમાં ભ્રષ્ટાચાર કરાવે. ધંધા રોજગારમાં જલ્દી રળવા ખોટા કામ કરીને વળી એમાંથી મુક્ત થવા પાછા વ્રત કે ટેક લઇએ તો એક દ્રષ્ટીએ તો આપણા ચીત કે બુધ્ધીથી થયેલ શરીર સાથે અન્યાય જ છે. જે પાપમાં ગણી શકાય. માટે જો બાધા લેવી જ છે તો સીધ્ધી આત્માને અસર પહોંચે તેવી લ્યો. જેમ કે કાયમી એકાદ નિસહાય, વૃધ્ધ કે અપંગની સેવા કરવી.
કાયમી એકાદ કલાક કોઈ અભણ કે અજ્ઞાાનીને સત્યવસ્તુ સમજાવી અંધશ્રધ્ધામાંથી બહાર કાઢવો અને સત માર્ગે ચઢાવવો. કોઈ અંધ કે અશક્તને બાવડુ જાલી તેમનાં લક્ષ્ય સુધી પહોંચાડવો. કોઈ અન્ન, વસ્ત્ર કે રહેણાક વગરનો રહી જતો હોય તો એમને જમાડી અન્નકૂટનો આનંદ માણવો.પણ આવી વસ્તુનું લગભગ ભાગ્યે જ કોઇને જ્ઞાાન છે. બાકીનાં તો હજી પણ દુધ, ચા, ચોખા કે દાળની બાધામાં દટાઈને બેઠા છે.
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2HKrZDg
ConversionConversion EmoticonEmoticon