આ યુર્વેદ શરીરને સ્વસ્થ રાખવા અને માંદા પડવાના સૂત્રાધાર રૂપે શરીરમાં રહેલા વાયુ-પિત્ત-કફએ ત્રણને મુખ્ય ગણેલા છે. આની સમાનમાત્રા શરીરને નિરોગી રાખી અને સ્વસ્થ રાખે છે. પણ તેનાં વધવાથી કે ઘટવાથી (વિકૃત થવાથી) અનેક પ્રકારનાં રોગો ઉત્પન્ન થાય છે. આયુર્વેદ શાસ્ત્ર એ વાયુનાં ૮૦ રોગો, પિત્તનાં ૪૦ રોગો તથા કફનાં ૨૦ રોગો દર્શાવ્યા છે.
વાયુનો ઉપચાર મિત્રવત્ અર્થાત મિત્રની માફક સ્નેહથી ઉપચાર કરવાનું કહેલ છે. વાયુનાં દર્દીને સ્નેહન એટલે સ્નિગ્ધ-ચીકણા પદાર્થોનો ઉપયોગ કરવો. વાયુનાં દરદીને આખા શરીરે તેલનું માલિસ કરવાથી - મહાનારાયણ તેલની એનિમા (બસ્તિ) આપવાથી, ઘી, તેલ વાળો ખોરાક આપવાથી ફાયદો થાય છે. ઔષધો પણ તિવ્ર નહીં તેવા આપવાથી મિત્રની જેમ સારવાર કરવાથી વાયુનાં રોગોમાં ફાયદો થાય છે. વાયુનો ગુણ લુખો, હલકો અને ચલ હોવાથી સ્નેહનથી ફાયદો થાય છે.
પિત્ત ગરમ ને દ્રવ છે. 'પિતેષુ જામાત્ વત્ત' એટલે જેમ જમાઇની સુશ્રુષા કરીએ તેવી જ રીતે પિત્તનાં રોગોનો ઉપચાર કરવો જોઇએ. મધુર-શીતળ-પદાર્થોથી સારવાર કરવી જોઇએ. દૂધ શીતળ છે. દૂધમાં સાકર નાખી તથા ઠંડુ કરીને આપવાથી પિત્તનાં વિકારો શાંત થાય છે. દૂધ-ભાત-ખીર આપવાથી શરીરની, પેટની, બળતરા અને પિત્તનાં રોગોમાં આરામ મળે છે. આ ઉપરાંત ગુલકંદ, કેળા, ચિકુ, કાળીદ્રાક્ષથી ધાત્રી રસાયણ જેવા ઠંડા પદાર્થો આપવાથી પિત્તનાં રોગો મટી શકે છે. જમાઇને જો સાસરે મધુર આહાર સત્કાર ન મળે તો તે છંછેડાઈ જાય તેવી રીતે પિત્ત દોષને જમાઈ જેમ ઉપચાર કરવો જોઇએ.
કફનો સ્વભાવ સ્નિગ્ધ-ગુરૂ-ઠંડો છે. આથી કફનાં રોગોનો નાશ કરવો હોય તો કફવાળા દરદીને કષ્ટ આપવું પડે. આથી આયુર્વેદ કફનાંરોગોમાં 'દુર્જન વત્' સારવાર કરવાનુ સૂચન કરેલું છે. કફવાળા દર્દીને ખાવાનું બંધ કરી ઉપવાસ કરાવવા જોઇએ. અઠવાડીયે એકવાર નકોરડો ઉપવાસ કરાવવો. પાણી પણ સુંઠ નાખીને ઉકાળેલુ (સુંઠી સિધ્ધજલ) પાવું જોઇએ. અઠવાડીયે એક દિવસ નકોરડો ઉપવાસ બાકીનાં દિવસોમાં ખાખરા, બાફેલાં મગ, બાફેલા શાક, લુખા અને કોરા ખોરાક આપવા, સુંઠ, મરી. પિપરનું ત્રિકટુ ચૂર્ણ ૧-૧- ચમચી ત્રણવાર આપવું. ચરબી વગરનું હળદર પિપર નાખેલું દુધ મલાઈ વગરનું દુધ આપવું. કડવા ઉકાળા આપવા. ચાલવા જેવી કસરતો કરાવવી. ઠંડા, ગળ્યા, ભારે, ચિકણા પદાર્થો બિલકુલ આપવા નહિ. આવી સારવારો દરદીને પ્રિય ન હોવાથી કફને દુર્જનની જેમ સારવાર કરવાનું આયુર્વેદે કહ્યું છે.
આયુર્વેદમા વાયુ પિત્ત કફનાં પ્રકોપની આયુર્વેદીય પેથોલોજીની સૂત્રાત્મક સારવાર આ એક શ્લોકમાં અલંકારિ રીતે સચોટતાથી મુકેલી છે.
- ઉમાકાન્ત જે. જોષી
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2Tx80us
ConversionConversion EmoticonEmoticon