બોબી દેઓલ: 'એક્ટિંગ સરળ વસ્તુ નથી '


તે નું સાચું નામ વિજય દેઓલ છે. ઓટીટી પર તેણે પદાર્પણ કર્યું ત્યારે તેનું નામ વિજય સિંહ જ રાખ્યું છે. જે નેટફ્લિક્સ પર રિલિઝ થયેલી 'ક્લાસ ઓફ ૮૩' હતી. તેના ભાઈ સન્ની દેઓલની જેમ કે જેનું સાચું નામ અજય દેઓલ છે, તેણે પણ તેનું નામ બોબી દેઓલ રાખ્યું હતું. જે તેના સાચા નામને બદલે લાડકુ નામ ચે. આ દેઓલ-બોયનું અત્યારે જ રિલિઝ થયેલા પ્રોજેક્ટ 'આશ્રમ' કે જેનું દિગ્દર્શન પ્રકાશ ઝાએ કર્યું છે. અત્યારે લોકડાઉનમાં બોબી દેઓલ જુદી જુદી પટકથા વાંચે છે. અહીં બોબી દેઓલ સાથે વિભિન્ન પ્રોજેક્ટ્સ અને અન્ય બાબતોની ચર્ચા કરવામાં આવી છે, જે વાચકો માટે રસપ્રદ બની રહેશે.

* ઓટીટી પર રિલિઝ થયેલી 'ક્લાસ ઓફ ૮૩'થી જેવો રોલ અગાઉ ભજવ્યો છે ખરો?

*મને ખરેખર આવું પાત્ર ભજવવાની મઝા આવી અને એ દ્વારા મેં ઓટીટી પ્લેટપોર્મ પર પદાર્પણ કર્યું. ૧૯૮૦માં બનેલી સાચી ઘટના પર આધારિત આ ફિલ્મ છે. આ ફિલ્મ કોપ-ડ્રામા છે અને હું એક પ્રામાણિક પોલીસની ભૂમિકા ભજવું છું જે સાચી દિશામાં કામ કરવા ઇચ્છે છે, પણ સિસ્ટમ તેને તેના માર્ગે આગળ લઈ જવા માગે છે. તેની પત્ની સાથેના સંબંધોમાં ખટાશ છે અને તે તિરસ્કૃત થયેલી વ્યક્તિ હોય છે અને તે સંબંધો સાચા બને એ માટે પણ પ્રયત્ન કરે છે. શાહરૂખ ખાન, ગૌરી ખાન અને ગૌરવ સાથે કામ કરવાનો આનંદ થયો. એસઆરકે તેના કામ પ્રત્યે પ્રતિબધ્ધ છે. રેડ ચિલ્લીસ સાથે કામ કરવાની અનેરી મઝા પડી.

* આ રોલ માટે શી તૈયારી કરી?

*આ માટે એક મહિનાની વર્કશોપ રાખવામાં આવી હતી અરે મેં  અને કેટલાંક યુવાનોએ તેમાં કામ કર્યું. નવા અભિગમ ધરાવતા કલાકારો સાથે કામ કરવાનું પડકારરૂપ અને એક્સાઈટ લાગ્યું - જેને કારણે હું વધુ નર્વસ બન્યો, પણ એને લીધે મને મારું સર્વશ્રેષ્ઠ કામ આપવાની તક મળી. એમાંય અતુલ નામના યુવાન સાથે કામમાં આનંદ અનુભવ્યો. હું એવું નહોતો ઇચ્છતો કે લોકો કહે કે 'બોબી દેઓલ યે રોલ કર રહા હૈ', તેને બદલે પાત્ર અવિસ્મરણીય બની રહે તેવું હું ઇચ્છતો હતો. એક એકટર તરીકે મેં મારા જીવનમાં ઊંચાઈ અને પછડાટ નિહાળી છે. હું ઇચ્છું છું કે લોકો મને વિભિન્ન રંગમાં નિહાળે. ઓટીટી પ્લેટફોર્મ્સ પર શ્રેષ્ઠ કન્ટેન્ટનો વિસ્ફોટ થયો છે અને કલાકારોને પણ યોગ્ય સમયમાં સાચા અભિનયને પ્રદર્શિત કરવાની તક મળે છે.

* લોકડાઉન દરમિયાન જોયેલી ફિલ્મો અને વેબસીરિઝ અંગેની જાણકારી આપ.

*મેં ઘણા બધાં કન્ટેન્ટ નિહાળ્યા છે તેથી દિવસ દરમિયાન તમે કેટલું નિહાળું એ ઘણીવાર યાદ નથી રહેતું, પણ મેં પ્રામાણિકપણે 'લાસ્ટ કિંગડમ' અને 'કિંગ કન્વેનિયન્સ'. સીરિઝ ઘણી માણી છે, જે કેનેડાના કોરિયન ફેમિલી આધારિત હતી જેમાં સુપરમાર્કેટની માલિકી ધરાવતા પરિવારની વાતો છે. આ ઉપરાંત તાજેતરમાં જ મેં 'કામિયાબ' ફિલ્મ નિહાળી અને આનંદ માણ્યો. ટીવી શોઝ પર આધારિત એક શ્રેણી જોઈ, મને રેસ બહુ ગમે છે. મને ફોર્મ્યુલા વન સીરિઝ જોવાનું પણ ગમે છે.

* દુબઈ અને અબુ ધાબીમાં તમારી સ્મૃતિઓ કેવી રહી?

*હું કિશોર હતો ત્યારે મારી માતા સાથે દુબઈ ગયો હતો.  મારી બહેનના લગ્ન હતા ત્યારે તેની ખરીદી માટે દુબઈ ગયા હતા. આ પછી લાંબા ગાળે હું દુબઈ ગયો હતો અને શહેરનું જે નવીનીકરણ થયું હતું એ નિહાળ્યું હતું. મને દુબઈ અને અબુ ધાબી ખૂબ ગમે છે. મારો બેસ્ટ પ્રેન્ડ મોન્ટી પણ અબુધાબીમાં રહે છે. અમે દરરોજ ચેટ કરીએ છીએ. હવે હું ઘણીવાર ત્યાં જાઉં છું અને ઇન્ડિયન ક્લબમાં બેડમિંગ્ટન રમીએ છીએ. લોકડાઉનમાં મને ટ્રાવેલ કરવા ન મળ્યું તેનો મને અફસોસ છે, પણ આખું વિશ્વ તેને ફેસ કરે છે. તો ચાલો ટેપિક ચેન્જ કરીએ. (હસે છે).

* શું લોકડાઉને પરિવારજનો સાતે સમય વિતાવવાની તક આપી?

*તમે જાણતા જ હશો અમે મુંબઈમાં સંયુક્ત પરિવારમાં સાથે જ રહીએ છીએ. ડેડ લોનાવાલાના ફાર્મમાં રહે છે કેમ કે તેમને નિસર્ગ સાથે રહેવામાં આનંદ આવે છે. તાજેતરમાં જ વાવાઝોડું આવ્યું હતું અને ઘણાં વૃક્ષો તૂટી પડયા હતા, પણ તેમને કશું વાગ્યું નથી. અમે અહીં આનંદમાં છીએ અને તેઓ ત્યાં ખુશ છે. મને લાગેવળગે છે ત્યાં સુધી જ્યારે મને કામ નથી હોતું ત્યારે હું મારા પરિવારજનો સાથે ઘરે જ રહું છું. અગાઉ કરતાં આજે અમે વધુ સાથે રહીએ છીએ. અમે ફાર્મ હાઉસ જવાનું મિસ કરીએ છીએ કેમ કે બાળકોની ઓનલાઈન સ્કૂલ ચાલુ છે. આથી તેમણે મુંબઈમાં જ રહેવું પડે છે. મારો મોટો પુત્ર આર્યમાન ન્યૂયોર્કમાં ભણે છે. મને ચોકલેટ બહું ભાવે છે, પણ હવે તેને ખરીદવાનું બંધ કર્યું છે.

* તમે કાયમ એમ કહો છો કે તમારા બાળકો તમારી સાથે અહીં જ રહેવા જોઈએ.

* બાળક તરીકે હું કાયમ મારા પિતા તરફ જોતો. તેઓ અમારા માટે બધી વ્યવસ્થા કરતા. મારા બાળકો માટે પણ હું એવું જ ઇચ્છું છું. મારા બાળકો મને ફરી ફાઈટ કરવા પ્રેરણારૂપ બને છે. કેટલાંક વર્ષો પહેલાં એવું હતું, પણ હવે આપણે આપણી જાતમાં શ્રધ્ધા રાખવાની જરૂર છે, એવું મારું માનવું છે. મારી પત્ની મારી શક્તિનો પિલર છે. મારા જીવનનું ઉત્તમ પીઠબળ છે. એ સતત મારા પડખે ઊભી રહે છે. એ મારા માટે સર્વસ્વ છે. બાળકો અને હું તેના માટે પ્રથમ છીએ. હું કાયમ એવું કહું છું કે 'નહીં તો નજર લગ જાયેગી.' આ બધા માટે આભાર. મને કામ કરવાનું ગમે છે અને તેનાથી હું ખુશખુશાલ રહું છું.

* તમારું જીવન તો ફિલ્મ-સેટ્સ પર જ વિત્યું તેની સ્મૃતિઓ કેવી છે?

*'ધરમવીર' ફિલ્મની યાદ હું ભૂલ્યો નથી. બધા જ જાણે છે કે મને સારું ભોજન સૌથી વધુ ગમે છે. હું સ્કૂલ ગયો જ નથી. સન્નીભૈયાએ 'બેતાબ' માટેનો પ્રથમ શોટ આપ્યો હતો એ મને યાદ છે. 'બેતાબ'નું પ્રિમિયર યોજાયું હતું ત્યારે સોકર-મેચ માટે હું શાળાએ ગયો હતો. મને યાદ છે એ પછી હું ઘરે દોડી ગયો હતો અને કપડાં બદલીને થિયેટર પહોંચ્યો હતો, પણ હું ફિલ્મનો હિસ્સો હોવા છતાં મારા પરિવારે ફિલ્મની સોશિયલ લાઈફથી મને દૂર રાખ્યો હતો. વ્યાવસાયિક રીતે મારા પરિવારમાં દરેક જણ કલાકાર છે, પણ અમે ફિલ્મ-ક્રાઉડથી દૂર જ રહ્યા છીએ.

* શું તમારું પદાર્પણ તો ઇવેન્ટફૂલ રહ્યું હશે ને?

*મારી પ્રથમ ફિલ્મ 'બરસાત'નું દિગ્દર્શન શેખર કપૂરે કર્યું હતું, પણ એ લાંબી ચાલી હતી કેમ કે તેની પટકતામાં વારંવાર ફેરફાર કરાતા હતા. મેં ઘોડેસ્વારી શીખી હતી, કેમ કે મારો ભૂમિકા એવી હતી. હું બધુ જ શીખ્યો હતો. પૂર્ણાજી પાસેથી ડાન્સ જે સદ્ગત સરોજ ખાનના સહાયક હતા. આ પચી સ્ક્રીપ્ટ બદલાતા હું ડ્રમર બન્યો હતો અને પછી ડ્રમ વગાડવાનું શીખ્યો હતો. અરે ભારતીય એથ્લેટ તરીકે મેં ૪૫ દિવસ તેની પણ ટ્રેનિંગ લીધી હતી. આ પછી સેખર કપૂરે 'બેન્ડિંટ ક્વીન'નું સુકાન હાથ ધર્યું અને રાજકુમાર સંતોષી 'બરસાત'ના દિગ્દર્શક બન્યા. આમ ખરેખર એ ઇવેન્ટફૂલ હતી, મારી કારકિર્દીનો પ્રારંભ. અને શુટિંગના છેલ્લા દિવસે મારો પગ ભાંગી ગયો.

* 'ગુપ્ત' તારી લેન્ડમાર્ક ફિલ્મ હતી ને?

* હા, મારા પગમાં સાતથી આઠ મહિના લોખંડનો સળિયો હતો અને 'ગુપ્ત'ના એક ગીતનું શુટિંગ મારો પગ ભાંગેલો હતો ત્યારે જ કરાયું હતું. આ પછી મેં 'દુનિયા હસીનો કા મેલા' ફિલ્મનું શુટિંગ મહેબુબ સ્ટુડિયોમાં શુટિંગ શરૂ કર્યું, જેમાં મારે ડાન્સ કરવાનો હતો. આ બંને ફિલ્મો ટેક્નિકલી ઘણી સારી હતી. 

* સલમાન ખાન સાથે લાંબો સમય સંકળાયેલા હતા?

*મારી પહેલી ફિલ્મના બાઈક સ્ટંટ વેળા એ જ્યારે હું શીખતો હતો ત્યારે સલમાનને મળ્યો હતો. તેની ફિલ્મ 'મૈંને પ્યાર કિયા' રિલિઝ થઈ અને એ પછી તે બીજી ફિલ્મના શુટિંગમાં વ્યસ્ત થઈ ગયો. તેણે મારી સાથે પણ સ્ટંટ કર્યા છે. અમે બીચ પર હોર્સ હાઇડિંગ પણ સાથે કર્યું છે. હું તેમને છેક શરૂઆતના દિવસથી ઓળખું છું.

* હવે તું શું તારી જાતને વધુ મેર્ચ્યોર એક્ટર સમજે છે?

*એક એક્ટર તરીકે અમારે સતત શીખતા રહેવાની જરૂર હોય છે, જે અમારા માટે સારું છે. હું છેલ્લા ૨૫ વર્ષથી આ ઇન્ડસ્ટ્રીમાં છું અને મને લાગે છે મારા ક્રાફ્ટમાં વધુ નિખાર આવ્યો છે. 'ક્લાસ ઓફ ૮૩' ઘણી એક્સાઈટિંગ હતી. મારો રોલ માત્ર હીરો નહીં, પણ અન્યો માટે પ્રેરણાદાયી હતો. આ સ્ટોરી સાચી કથા પર આધારિત હતી.

* તને તારા પિતા અને ભાઈની ફિલ્મો ગમે છે?

*પપ્પાની કેરિયર તો દંતકથા રૂપ છે અને તેઓ એવા હીરો હતા જે વર્ષે ત્રણ હીટ ફિલ્મ આપતા. મને તેમની 'પ્રતિજ્ઞાા' અને 'શોલે' ફિલ્મ ઘણી ગમે છે. મેં મારા ભાઈની ફિલ્મ 'બેતાબ' મેં જોઈ છે. તેમને નૃત્યુ કરવાનું નથી ગમતું. 'ઘાયલ' અને બીજી ઘણી ફિલ્મો મને વધુ ગમે છે.

* શું તમારા બાળકોને આ વ્યવસાયમાં લાવશો?

*હું મારા બાળકોને કોઈ પણ વ્યવસાય માટે તેમના મગજ ખુલ્લા રાખવા જણાવું છું બંને બાળકો અત્યારે સારો અભ્યાસ કરી રહ્યા છે. એક્ટિંગ કંઈ સરળ વ્યવસાય તો નથી જ. પણ હું તેમને કાયમ કંઈક નવું કરતા રહેવાની સલાહ આપું છું અને કદીય પીઠેહઠ નહીં કરવા જણાવું છું. તમે કેટલી સખત મહેનત કરો છો તેના પર તમારું નસીબ આધાર રાખે છે,' એવું હું તેમને જણાવું છું.



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/31TRh9r
Previous
Next Post »