(પ્રતિનિધિ દ્વારા) મુંબઇ,તા.21 ઓકટોબર 2020, બુધવાર
દીપ્તિ નવલએ મોહાલીમાં ૧૯ ઓકટોબરના રોજ એન્જિયોપ્લાસ્ટી કરાવી હતી. ૬૮ વર્ષી અભિનેત્રી મંગળવારે હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થઇ હતી.પહેલા એવા સમાચાર આવ્યા હતા કે, દિપ્તી નવલને હૃદય રોગનો હુમલો આવ્યો છે જેના કારણે તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે.
દિપ્તી નવલે જણાવ્યું હતુ કે તેને મનાલીથી મોહાલી લાવવામા ંઆવી હતી અને હોસ્પિટલમા ંદાખલ કરવામાં આવી હતી તેની એન્જિયોપ્લાસ્ટી કરવામાં આવી છે અને તેની તબિયત હવે સારી છે.
દિપ્તીએ હાલમાં જ અમેન પ્રાઇમ વીડિયોની વેબસીરીઝ મેડ ઇન હેવનમાં કામ કર્યું હતું.તેણે પોતાની કારકિર્દીની શરૃઆત ફિલ્મ ઝૂનૂનથી કરી હતી.
from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/35BhD19
ConversionConversion EmoticonEmoticon