અમદાવાદ, તા. 26 ઓક્ટોબર 2020,સોમવાર
જ્યારે નીલ આર્મસ્ટોંગે ચંદ્ર ઉપર પ્રથમ પગલું મુંક્યું તયારે તેમણ કહ્યું હતું કે એક વ્યક્તિનું આ નાનુ અમથું પગલું માનવતા માટે વિરાટ છલાંગ છે. ત્યારબાદથી ચંદ્ર તરફ દુનિયાના વિજ્ઞઆનીઓની જે દ્રષ્ટિ મંડાઇ છે, તે આજદિન સુધી ખસી નથી. અપોલો મિશન અંતર્ગત અમેરિકાએ કુલ નવ અંતરીક્ષ યાનોને ચંદ્ર તરફ મોકલ્યા અને છ વખત મનુષ્યને ચંદ્રની ધરતી ઉપર ઉતાર્યો. અપોલો મિશનના બાદના ત્રણ દશકનો સમય એવો હતો કે જેમાં ચંદ્ર મિશનોમાં ઓટ આવી હતી, પરંતુ હવે ફરીથી દુનિયા આખી ચંદ્ર તરફ મીટ માંડીને બેઠઈ છએ. અને દુનિયાના અનેક દેશો ચંદ્ર ઉપર પહોંચવા માટે વિવિધ કાર્યક્રમો ચલાવી રહ્યા છે.
હાલમાં જ અમેરિકી અંતરીક્ષ એજન્સી નાસાએ પોતાના મૂન મિશનની રુપરેખા જાહેર કરી છે. જે અંતરગ્ત 2024ના અંત સુધીમાં અક પુરુષ અને એક સ્ત્રીને ચંદ્ર ઉપર મોકલવામાં આવશે. આ મીશન અંતર્ગત નાસા 51 વર્ષ બાદ ફરીથી ચંદ્રની સપાટી પર મનુષ્યને મોકલશે. તો દુનિયાના આઠ દેશોએ મળીને એક સમજૂતી પણ કરી છે. જે અનુસાર આ આઠ દેશ મળીને ચંદ્ર વિશેનું સંશોધન કરશે.
ભારતની વાત કરીએ તો ભારતે પણ ગયા વર્ષે ચંદ્રયાન 2 મિશન હાથ ધર્યુ, જેમાં તેને ધારી સફળતા ના મળી પરંતુ તેને નિષ્ફળ પણ ના કહી શકાય. આ મિશન બાદ તે હવે નવા મૂન મિશનની તૈયારીમાં લાગ્યું છે. અત્યારે તો સૌથી મોટા આશા નાસાના મૂન મિશન ઉપર છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે નાસાનું આ મિશન ચંદ્રને લઇને નવા અધ્યાયની શરુઆત કરશે.
માત્ર આટલું જ નહીં પણ આવનાર દશકમાં ચંદ્ર માનવીય ગતિવિધિનું કેન્દ્ર રહશે. અનેક દેશોની સરકારોની નજર ચંદ્ર પર રહેલી બહુમુલી ખનિજો પર છે. જેમાં સોનુ, ચાંદિ, ટાઇટેનિયમનો સમાવેશ થાય છે.
from Science technology News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2TnYBpc
ConversionConversion EmoticonEmoticon