દ રિયાકિનારે નાળિયેર, તાડ અને સોપારીના ઊંચા વૃક્ષો જોવા મળે. વિશ્વભરના દરિયાકાંઠાઓ પર નાળિયેરી અને ખજૂરી વગેરે તો જોવા મળે જ. ખારા પાણીની આ વનસ્પતિ મીઠાં ફળ આપે છે. તેમાં ય ઘણી વિવિધતા છે. માલદીવના ટાપુઓ પર થતાં નાળિયેરી જેવા કોકો દ મેર ના વૃક્ષ પર મોટા કદનાં બે નાળિયેર જોડીને બનેલું એક મોટું ફળ થાય છે. આ ફળનું બીજ વિશ્વમાં સૌથી મોટા કદનું છે.
કોકો દ મેર એક વિશિષ્ટ વૃક્ષ છે. વૃક્ષ ૨૫ થી ૩૦ મીટર ઊંચુ હોય છે. તેના પાન સાત મીટર લાંબા હોય છે. તેમાં એક મીટર લાંબા ફૂલ બેસે છે. આ રાક્ષસી કદના વૃક્ષ પર છ થી સાત વર્ષે ફળો બેસે છે. આ ફળને પાકીને મોટું થતાં બે વર્ષ લાગે છે. બે વર્ષમાં પાકેલું કોકો દ મેર ૧૭ થી ૨૦ કિલો વજનનું કદાવર ફળ બને છે. ૪૦ થી ૫૦ સેન્ટીમીટર લંબગોળ આ ફળ ઉપર નાળિયેર જેવી કાચલી હોય છે તેમાં ત્રણ કે ચાર બીજ હોય છે. તે પણ મોટા કદનાં હોય છે. કોકો દ મેરના ફળો દરિયાના પાણીમાં તરતાં રહે છે. ઇ.સ.૧૭૬૯માં કેટલાક ખલાસીઓની પ્રથમ વાર નજરે પડેલું. આ ફળની આસપાસ અનેક દંતકથાઓ વણાયેલી છે. ખલાસીઓ તેને સેતાનનું ફળ પણ કહેતા.
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/31EwAy3
ConversionConversion EmoticonEmoticon