કે ટલાક કિટકો પૃથ્વી પર માણસ જાત કરતા ય પહેલાના સમયથી પેદા થયેલા છે. વાંદા પણ તેમાંનો જ એક જીવ છે. ગટર અને ગંદકીમાં રહેતા વાંદા કોઈને ગમે નહી તેવા જંતુ છે. પરંતુ કુદરતે તેને ભારોભાર વિશેષ શક્તિઓ આપી છે. પ્રતિકૂળ વાતાવરણ અને અનેક જોખમો વચ્ચે જીવવા માટે તેનામાં સ્વરક્ષણની અજાયબ યુક્તિઓ મૂકી છે. વાંદા કોઈ પણ ઝેરથી મરતા નથી. ડીડીટી જેવા જંતુનાશકની તેના પર કોઈ અસર થતી નથી. પાતળું અને લીસું શરીર ગમે તેવી સાંકડી જગ્યામાં ઘૂસી શકે છે. તે સાબુ, ચૂનો અને ચામડા પણ ખાઈ શકે છે. ખાવા ન મળે તો બે મહિના જીવતા રહી શકે છે. વાંદાનું શરીર સ્થિતિસ્થાપક હોય છે તેની ઉપર સખત કવચ હોય છે તે બૂટ નીચે કચડાય તો પણ છૂંદાઈ જતા નથી. લગભગ ૭૦ કિલો વજન જેટલું દબાણ તે સહન કરી શકે છે. વાંદાના શરીર પર સૂક્ષ્મ વાળ હોય છે તે હવાની ગતિ પારખે છે. વાંદાની સૌથી મોટી શક્તિ જાણીને નવાઈ લાગે તેનું માથું કપાઈ જાય તો પણ ધડ થોડાક દિવસ જીવિત રહે છે.
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/35xkOXm
ConversionConversion EmoticonEmoticon