જાતિય જીવનમાં રોજ ચરમસુખ પામવું કેટલું હિતાવહ?


એક યુનિવર્સિટીના રિસર્ચરોએ સેક્સ માટે નવું સૂત્ર કાઢ્યું છે. એન ઓર્ગેઝમ અ  ડે, કીપ ડોક્ટર અવે, એનો મતલબ એ કે રોજ ઓર્ગેઝમ માણવાથી વ્યક્તિ સ્વસ્થ રહે છે અને ડૉક્ટરની જરૂર નથી પડતી. અલબત્ત, આ વિધાન પુરુષો પર સ્ટડી કરીને તારવવામાં આવ્યું છે. રિસર્ચરોએ ૪૦ થી ૬૯ વર્ષના પંદર હજાર પુરુષોના અભ્યાસ પરથી આ તારણ કાઢ્યું છે. રિસર્ચરોએ વોલન્ટિયરોને તેમની અત્યાર સુધીની જિંદગીમાં જનરલ હેલ્થ અને સેક્સ્યુઅલ હેલ્થને લગતી પ્રશ્નાવલિ ભરાવીને આ નોંધ્યું છે. યંગ એજમાં સેક્સ્યુઅલ પ્રૉબ્લેમ્સ પણ ઓછા મોટા ભાગના કેસમાં પહેલાં સેક્સ્યુઅલ પ્રૉબ્લેમ્સની શરૂઆત થઈ હતી અને પછી હેલ્થ-પ્રૉબ્લેમ્સની.

રિસર્ચરોએ એ પણ નોંધ્યું છે કે જે લોકો નિયમિત અને ડેઈલી સેક્સ માણતા હતા તેમનામાં નાના-મોટા હેલ્થ-પ્રૉબ્લેમ્સ થવાની શરૂઆત મોડેથી થઈ હતી.

રોજ કામસુખની ચરમસીમા અનુભવવાની વાત કેટલે અંશે પ્રેક્ટિલક છે? રોજ ઓર્ગેઝમ માણવું એનો અર્થ શું છે? જે ચીજ રોજેરોજ દૈનિક જીવનમાં વણાઈ જાય એનું પછી કોઈ ેઅક્સાઈટમેન્ટ રહે ખરું? વળી, આ રિસર્ચમાં ભાગ લેનારી વ્યક્તિઓનું કોઈ મેડિકલ ચેકઅપ નથી કરવામાં આવ્યું. પરંતુ માત્ર વ્યક્તિગત અનુભવો અને ગમા-અણગમાને જ આવરવામાં આવ્યા છે. મેડિકલ બેક-અપ વિના આ આંકડાઓ પર મદાર રાખીને કોઈ વાત સ્વીકારી લેવી વધુ પડતું કહેવાશે. આ સૂત્ર પાછળનું વૈજ્ઞાાનિક બેક-અપ સમજવું હોય તો ઓર્ગેઝમ દરમ્યાન શું થાય છે અને એ વખતે શરીરમાં શું ફેરફારો થાય છે એ સમજવું પડે.

ઓર્ગેઝમ શું છે?

સેક્સ એ માનવીની અંગત લાગણી તેમ જ આનંદ મેળવવા માટે કુદરતે રચેલો અદ્ભુત માસ્ટરસ્ટ્રોક છે. સેક્સ પછી અનુભવતી સુખની અનુભૂતિની આ લાગણીને આપણે ઓર્ગેઝમ તરીકે ઓળખીએ છીએ. ઓર્ગેઝમ દરમ્યાન થતી અનુભૂતિને શબ્દમાં વર્ણવવી અઘરી છે. એ છતાં સમજાવવું જ હોય તો ઓર્ગેઝમને છીંક સાથે સરખાવી શકાય. છીક આવે ત્યારે શું થાય છે એનું વર્ણન કરવું અઘરું હોય છે. પરંતુ એક વાર છીંક ખાઈ લો પછી સમજાય કે એમાં શું થાય છે. સ્ત્રી અને પુરુષમાં ઓર્ગેઝમની અનુભૂતિ સરખી હોય છે. પરંતુ લક્ષણો જુદાં જુદાં હોય છે.

સુખની અનુભૂતિ કેમ થાય?

સેક્સ દરમ્યાન ચરમસીમા અનુભવાય ત્યારે મગજનું ચોક્કસ કેન્દ્રમાંથી ઓક્સિટોસિન અને પ્રોલેક્ટિન નામનાં ન્યુરો-હોર્મોન્સ રિલીઝ થાય છે. આ હોર્મોન્સ સુખની અનુભૂતિ કરાવે છે. આ હોર્મોન્સ મગજ અને શરીર બન્ને પર અસર કરે છે જેને કારણે વ્યક્તિનો મૂડ સુધરે છે અને બ્લડ-સર્ક્યુલેશનમાં અસર પડે છે. આ જ કારણોસર સેક્સક્રીડાને હેલ્થ-બસ્ટર કહેવામાં આવી છે.

દૈનિક ક્રિયા બનાવવાથી ફાયદો થાય?

ઓર્ગેઝમથી શરીર અને મન પર પૉઝિટિવ અસર પડે છે એ વાતની ના નથી, પરંતુ સવાલ એ આવે કે એને દૈનિક ક્રિયા બનાવી દેવાથી એનો ફાયદો થાય કે નહીં? સાઈકોલોજી અનુસાર કોઈ પણ ચીજમાં નાવીન્ય હોય ત્યાં સુધી એ વધુ ઉત્તેજક  અને આનંદદાયી રહે છે. સેક્સક્રીડા રોજ દિનચર્યાની જેમ કરવામાં આવે તો એ ક્રીડામાં ખરો ચાર્મ અને ઉત્તેજના ટકે નહીં. સેક્સમાં બન્ને પાર્ટન્ટરની શારીરિક-માનસિક ઉત્તેજનાનો મોટો ફાળો હોય છે. 

નાવીન્ય ઘટતાં મોનોટોની આવી જાય છે જેને કારણે ઉત્તેજના ઘટે છે. જેટલી ઉત્તેજના ઓછી એટલી એ પછી સુખની લાગણી પણ ઓછી થઈ શકે છે. આ જ ક્રિયા લાંબા ગાળે સેક્સ માટે અણગમો પેદા કરે એવું પણ બની શકે છે. 

ઓર્ગેઝમની વાતો

વીર્યસ્ખલન અને ઓર્ગેઝમ એ બે જુદી બાબતો છે. એવું શક્ય છે કે વ્યક્તિ સંતોષ અને સુખ અનુભવે, પરંતુ એ વખતે વીર્યસ્ખલન ન થાય. બીજી તરફ વીર્યસ્ખલન થઈ જાય છતાં સંતોષ ન અનુભવે એવું પણ બની શકે છે.

ઓર્ગેઝમ અનુભવવા માટે હંમેશાં સેક્સમાં રાચવું જ એ જરૂરી નથી. સેક્સની કલ્પના, ઈન્ટિમસી અને પાર્ટનર સાથેના ઈન્ટિમેટ અને ઉત્તેજક સહવાસ માત્રથી પણ વ્યક્તિને ઓર્ગેઝમનો અનુભવ થઈ શકે છે.

ઓર્ગેઝમ એ કોઈ ચીજ નથી જે તમે તમારા પાર્ટનરને આપી શકો. એક સારા પાર્ટનર તરીકે તમે બીજી વ્યક્તિને આનંદ અનુભવાય એવી પરિસ્થિતિ નિર્માણ જરૂર કરી શકો છો.



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/31NrfEC
Previous
Next Post »