विद्या विनयेन शोभते ।।


विद्या विनयेन शोभते 'આવું વાક્ય અમદાવાદમાં આવેલ ગુજરાત વિદ્યાપીઠના પ્રવેશ દ્વાર ઉપર લખેલ છે. જ્ઞાાન કે વિદ્યા હંમેશા વિનય-વિવેકથી શોભે છે.

સૌની સાથે આપણે નમ્રતાથી વર્તીએ. એમનું માન જાળવીએ એનું નામ વિનય, અને દેવ-ગુરૂ- વડિલો પ્રત્યે ભક્તિ, નમ્રતા અને સુયોગ આચરણ કરીએ એનું નામ વિનય.

આના માટે ક્ષેણિક રાજાને વિદ્યા મેળવવા કેવો વિનય કરવો પડેલો તેની એક સુંદર 

વાર્તા છે.

મગધદેશના માલિક શ્રેણિક રાજા. તેમની રાણીનું નામ ચેલ્લાણા. રાણી ચેલ્લાણા ગર્ભવતી બની ત્યારે તેને એક એવી તીવ્ર ઇચ્છા થઈ કે મૂળ આ ઇચ્છા એના પેટે જન્મનાર બાળકને હિસાબે થઈ. ઇચ્છામાં તેને એક દંડિયા મહેલમાં રહેવાની થઈ માનાની ઇચ્છા પૂરી કરવા તેમના પુત્ર અભયકુમારે દેવની આરાધના કરી. માનાની ઇચ્છા મુજબનો એકદંડિયો મહેલ રાજગૃહીમાં બનાવી આપ્યો. સાથે સાથે મહેલના બગીચામાં બધી જ ઋતુઓનાં ફૂલો અને ફળો હંમેશા દેવપ્રભાવથી મળવા લાગ્યા.

આજ રાજગૃહીમાં એક ચાંડાલ રહેતો હતો. તેની પત્નીને પણ ગર્ભના પ્રભાવથી શિયાળામાં કેરી ખાવાનો દોહદ થયો એટલે કે ઇચ્છા થઈ. એણે પતિને વાત કરી. પત્નીની ઇચ્છા પૂરી કરવી એ પણ જરૂરી હતું. એટલે એ મૂંઝાયો વગર ઋતુએ હું આ કેરીઓ કેવી રીતે લાવું. એટલે એને ચારેબાજુ તપાસ કરવા માંડી તપાસ કરતાં એને ખબર પડી રાણીમાતાના એક દંડિયા મહેલના બગીચામાં હંમેશા કેરી પાકે છે. પણ રાજાની પરવાનગી વગર અંદર દાખલ થવુ મુશ્કેલ હતું. પણ એને એની ચિંતા નહોતી કારણકે એની પાસે આકર્ષિણી વિદ્યા હતી. આ વિદ્યાથી તે ગમે તેવા ઊંચા ઝાડ ઉપર રહેલા ફળોને તોડી લઈ શક્તો.

આ ચાંડાલ રાત્રિના અંધકારમાં બગીચાની દિવાલ પાસે પહોંચી ગયો અને પોતાની વિદ્યાના બળથી. આંબાના ઝાડની ડાળ નમાવી એણે કેરીઓ મેળવી લીધી. અને પોતાની પત્નિની ઇચ્છા પૂરી કરી. આમ લગભગ ચાર-પાંચ દિવસ ચાલ્યું.

આથી આ દેવનિર્મિત એ આમ્ર:વૃક્ષ સૂકાવા માંડયું. આ આમ-વૃક્ષ ઉપરથી કોઈ ચોર કેરીઓ ચોરી રહ્યુંં છે અને આમ્ર-વૃક્ષ પણ સૂકાઈ રહ્યું છે. રાજાએ અભયકુમારને બોલાવી કહ્યું કે કોઈપણ ઉપાયે આ ચોરને પકડી લાવો.

અભયકુમાર રાત્રે એક દંડિયા મહેલના બગીચાની નજીકમાં જઈને ઊભા રહીને લોકોને ભેગા કરી એક સુંદર કથા કહેવા માંડી-કથા પૂરી થયા પછી લોકોને પ્રશ્ન કર્યો કે બોલો, ભાઈઓ ! કન્યા, ચોર, રાક્ષસ અને માળી આ ચારમાંથી મૂર્ખ કોણ કહેવાય ?

સભામાં પેલો ચંડાળ-ચોર પણ આવેલો હતો. એણે તરત જ ઉભા થઈને જવાબ આપ્યો : મૂર્ખમાં મૂર્ખ પહેલો ચોર જ ગણાય કે જેમણે હાથમાં આવેલી વસ્ત્રાલંકાર વાળી કન્યાને છોડી દીધી.

અભયકુમારે સમજી લીધું કે, ચોર આ જ છે, તરત જ એને પકડી લીધો. તે કેરીઓ કેવી રીતે ચોરતો એવાત કઢાવી લીધી. અને એ ચોરને ક્ષેણિક-રાજા સમક્ષ રજૂ કર્યો, રાજાએ તેને ફાંસીની સજા ફરમાવી દીધી. પરંતુ અભયકુમારને થયું કે જેની પાસે વિદ્યા હોય તેને મારી નાંખવાથી તો તેની વિદ્યાનો પણ નાશ થાય, એટલે એમણે કહ્યું કે - પિતાજી આ ચોરની પાસે આકર્ષિણી વિદ્યા છે. તેને ફાંસીએ ચડાવતા પહેલાં એ વિદ્યા આપ ગ્રહણ કરી લો !

રાજાને પણ આ વાત ગમી. એમણે સિંહાસન પર બેઠાં બેઠા જ ચોરની પાસેથી વિદ્યા ગ્રહણ કરવાનો પ્રયત્ન કર્યો. પણ તેમાં તેમને સફળતા મળી નહિ. ત્યારે અભયકુમારે કહ્યું : પિતાજી ! વિદ્યા તો વિનયથી જ મળે ! આપ નીચે બેસો અને ચોરને સિંહાસન ઉપર બેસાડો પછી વિદ્યા સિદ્ધ થાય છે કે નહિ એ જુઓ.

રાજાએ એમ જ કર્યું. ચોરને સિંહાસન ઉપર બેસાડયો અને રાજા શિષ્ય બન્યા અને ચોર ગુરૂ બન્યો. તરત જ આ વિદ્યા રાજાને સિદ્ધ થઈ ગઈ. રાજાએ એને ગુરૂમાની તેની સજા માફ કરી રાજાને સિદ્ધ થઈ ગઈ. રાજાએ એને ગુરૂમાની તેની સજા માફ કરી.

બાળકો ! વિદ્યા વિનયથી જ મળે. કોઈ પણ જ્ઞાાન લેવા માટે દરેકે પોતાનો અંહકાર- માન વગેરે ત્યજવા જોઈએ તો જ સાચા જ્ઞાાનની પ્રાપ્તિ થાય. માટે વિનય કેળવવો ખુબ 

જરૂરી છે.

- રજનીકાન્ત ઝેડ. વર્ધમાની



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3oH8UD9
Previous
Next Post »