વા યરસથી થતાં રોગોને અટકાવવા રસી આપવામાં આવે છે. લોખંડ વાગવાથી પણ ધનૂર નામનો ઘાતક રોગ થાય છે. બાળકોને થતા ડિપ્થેરિયા રોગની રસી એમિલ વોન બેહરિંગે શોધેલી. બેહરિંગ રસી વિજ્ઞાાનનો પ્રણેતા ગણાય છે તેને ડિપ્થેરિયાની રસીની શોધ બદલ ૧૯૦૧માં મેડિસિનનું નોબેલ ઇનામ એનાયત થયું હતું. તે 'બાળકોના તારણહાર' તરીકે પ્રસિદ્ધ થયો હતો.
વોન બેહરિંગનો જન્મ ઇ.સ. ૧૮૫૪ના માર્ચની ૧૫ તારીખે જર્મનીના પ્રશિયાના હેન્ડોર્ફ ગામે થયો હતો. તેના પિતા શિક્ષક હતા. બેહરિંગને ૧૨ ભાઈબહેનો હતા સ્થાનિક શાળામાં પ્રાથમિક શિક્ષણ બાદ તે બર્લિનની કૈઝર વિલ્હૈન એકેડેમીમાં મિલિટરી ડોક્ટર તરીકે જોડાયો હતો. સૈનિકોને ગોળી વાગવાથી ધનુરનો રોગ થતો.
બેહરિંગે ધનુર અને બાળકોને થતા ડિપ્થેરિયાનો ઊંડો અભ્યાસ કર્યો.
ઘોડા, ડુક્કર અને બકરી પર પરીક્ષણો કર્યા બાદ ઇ.સ. ૧૮૯૨માં માણસ પર પ્રયોગો કરી ડિપ્થેરિયાની પ્રથમ રસીની શોધ કરી ત્યાર બાદ તેને માર્બર્ગ યુનિવર્સિટીમાં પ્રોફેસર તરીકે નિમણૂક મળી ત્યાં જ તેણે જીવનભર ફરજ બજાવી અમેરિકન એકેડમી ઓફ આર્ટસ એન્ડ સાયન્સનો તે મેમ્બર બનેલો. બેહરિંગે પોતાની રસી ઉત્પાદક કંપની પણ સ્થાપી હતી.
આજે પણ આ કંપની વિશ્વની અગ્રણી કંપની ગણાય છે. ઇ.સ. ૧૯૧૭ના માર્ચની ૩૧ તારીખે બેહરિંગનું અવસાન થયું.
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3dSNRs7
ConversionConversion EmoticonEmoticon