ભૂ કંપ ઓચિંતા જ આવતી આફત છે. એટલે ભૂસ્તરશાસ્ત્રીની લેબમાં સિસ્મોગ્રાફ કાયમ ચાલુ સ્થિતિમાં રાખવામાં આવે છે. જ્યારે પણ ભૂકંપ આવે તો તેના પર તીવ્રતા જાણી શકાય.
ભૂકંપની ધ્રુજારી બે કે ચાર સેકંડ જ રહે છે આટલા ટૂંકા સમયમાં તેનું એપિસેન્ટર કેવી રીતે શોધી શકાય તે પણ જાણવા જેવુંે. ભૂકંપ જમીનના
પેટાળમાં કોઈ એક સ્થળેથી શરૂ થાય છે તેને તેનું કેન્દ્ર કે એપિસેન્ટર કહે છે. આ સ્થાનમાંથી ત્રણ પ્રકારના મોજા નીકળે છે અને ધરતીને ધ્રુજાવે છે. તેમાં પી-વેવ નામના મોજાં જમીનની સપાટી તરફ સીધી ગતિ કરે છે. એસ-વેવ ત્રાંસી ગતિ કરે છે. આ ત્રણે મોજાની ઝડપ જુદી જુદી હોય છે.
પી-વેવ સૌથી વધુ ઝડપે ગતિ કરે છે. જમીનની નક્કરતાના આધારે આ મોજા સેકંડના ત્રણથી માંડીને ૧૩ કિલોમીટરની ઝડપે ગતિ કરે છે. સિસ્મોગ્રાફમાં બંને પ્રકારના મોજા સપાટી પર ક્યારે પહોંચે છે તે જાણી શકાય છે. વિજ્ઞાાનીઓ પી અને એસ વેવ વચ્ચેના સમયગાળાની જેટલી સેકંડ થાય તેટલા કિલોમીટરની ઊંડાઈએ એપિસેન્ટર હોય તેમ નક્કી કરે છે. ઇ.સ. ૧૯૧૩માં લૂનો ગુટેનબર્ગ નામના વિજ્ઞાાનીએ આ પદ્ધતિ શોધેલી.
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/35sSc1x
ConversionConversion EmoticonEmoticon