ડાકોરમાં શરદ પૂર્ણિમા માટે ભક્તોએ દર્શન માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવવું પડશે

- 6 માસ બાદ ડાકોરના ઠાકોર ભક્તોને પૂનમના દર્શન આપશે

ખેડા, તા.28 ઓકટોબર 2020, બુધવાર

ડાકોરમાં લોકોના સ્વાસ્થયને ધ્યાનમાં રાખીને મંદિર ટ્રસ્ટ દ્વારા નવું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં દર્શન કરવા ઇચ્છતા દરેક ભક્તએ મંદિરની વેબસાઇટ પર રજીસ્ટ્રેશન કરવું ફરજીયાત રહેશે. આ દર્શન માટે ચોક્કસ સમયગાળો ફાળવવામાં આવશે. તે નિર્ધારિત સમયગાળા દરમિયાન જ ભક્તએ દર્શન કરીને બહાર નિકળી જવું પડશે. 

આ ઉપરાંત રજીસ્ટ્રેશન નહી હોય તેવા ભક્તોને દર્શન માટે અંદર પ્રવેશવા દેવામાં આવશે. આ ઉપરાંત રજીસ્ટ્રેશન જેમનું હશે તેમનું પણ થર્મલ ગન દ્વારા ચેકિંગ થશે, ત્યાર બાદ પ્રવેશ આપવામાં આવશે.બુધવાર તારીખ 28/10/2020 ના રોજ સવારે 8:00  મંદિર વેબસાઈટ www.ranchhodrayji.org બુકીંગ શરૂ કરાશે. 

ત્યાં દરેક ભક્ત પોતાનું રજીસ્ટ્રેશન કરાવી શકશે. પંચાંગ મુજબ 30/10/2020 અને મંદિર પંચાંગ મુજબ  31/10/2020 એમ 2 દિવસ  ડાકોર મંદિરમાં શરદપૂર્ણિમા ઉજવાનાર છે. ફરજિયાત ઓનલાઈન બુકીંગ થી માત્ર 11000 દર્શનાર્થી ભક્તો જ દર્શન કરી શકશે.





from Kheda anand News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3mnufPY
Previous
Next Post »