-વેબ સિરિઝ આશ્રમના સર્જક સામે વધી રહેલો રોષ
-ફિલ્મ સર્જક પ્રકાશ ઝા વધુ ને વધુ ફસાઇ રહ્યા હતા
મુંબઇ તા.28 ઓક્ટોબર 2020 બુધવાર
પ્રસિદ્ધ ફિલ્મ સર્જક પ્રકાશ ઝા પર હિન્દુઓની ધાર્મિક લાગણી દૂભવવાનો આક્ષેપ કરાયો હતો. એમની લેટેસ્ટ વેબ સિરિઝ આશ્રમના મુદ્દે હોબાળો સર્જાયો હતો.
સોશ્યલ મિડિયા પર પ્રકાશ ઝા વિરોધી લાગણી વધુ દ્રઢ બની હતી અને એમની ધરપકડની માગણી તેજ થઇ હતી.
પ્રકાશ ઝા પર એવો આક્ષેપ મૂકાયો તો કે આશ્રમ સિરિઝમાં સાધુસમાજ વિરોધી અને હિન્દુ લોકોની ધાર્મિક લાગણી દૂભાય એેવી રજૂઆત કરવામાં આવી હતી. સંખ્યાબંધ લોકોએ આ વેબ સિરિઝ હિન્દુ ધર્મની બદનામી કરી રહી હોવાનો આક્ષેપ કરીને એના પર પ્રતિબંધ લાદવાની માગણી સોશ્યલ મિડિયા પર કરી હતી. કેટલાક લોકોએ પ્રકાશ ઝા ઉપરાંત સિરિઝના મુખ્ય કલાકાર બોબી દેઓલ પર પણ ગુસ્સો ઠાલવ્યો હતો. બોબીએ આ સિરિઝમાં કાશીપુરવાલે નિરાલા બાબાનો રોલ કર્યો છે અને આશ્રમમાં ધર્મના નામે ભવાડા થાય છે એવું ચિત્રણ કરવામાં આવ્યું હતું.
જો કે આ બધા વિરોધ વંટોળ વચ્ચે પણ પ્રકાશ ઝાએઆ સિરિઝની બીજી આવૃત્તિની તૈયારી શરૂ કરી દીધી હતી. આ સિરિઝનો બીજો ભાગ નવેંબરની 11મીથી શરૂ થશે. જો કે એ પહેલાં વિરોધ વંટોળ વધી જવાની શક્યતા નકારી કઢાતી નથી.
from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/37LgQNx
ConversionConversion EmoticonEmoticon