‘ગુલાબી ગેંગ’ની નેતા 50 લાખ રૂપિયા જીતી, કૌન બનેગા કરોડપતિમાં કર્મવીર તરીકે આવેલી


- બે લાખ મહિલાઓનું સામાજિક પુનર્વસન કરે છે

મુંબઇ તા.24 ઓક્ટોબર 2020 શનિવાર

મેગાસ્ટાર અમિતાભ બચ્ચન દ્વારા સંચાલિત કૌન બનેગા કરોડપતિના કાર્યક્રમમાં છત્તીસગઢની ગુલાબી ગેંગની નેતા ફુલવાસન યાદવે આ ગેમમાં રૂપિયા પચાસ લાખ જીતી લીધા હતા. 

ફુલવાસન યાદવ એક નાનકડા ગામની રહેવાસી છે અને છત્તીસગઢમાં બે લાખ મહિલાઓના પુનર્વસવાટના કાર્યમાં સક્રિય છે. આ મહિલા સંગઠન રોજ રાત્રે ગુલાબી સાડી પહેરીને સડકો પર નીકળે છે અને કોઇ મહિલા સાથે છેડછાડ જેવી અનિચ્છનીય ઘટના બનતી નથી એની તકેદારી રાખે છે.

આ ગેમમાં ફુલવાસનને અભિનેત્રી રેણુકા શહાણેએ સહાય કરી હતી. કેટલાક સવાલોના જવાબમાં ફુલવાસન મૂંઝાય ત્યારે રેણુકા એને સહાય કરતી હતી. એવો એક સવાલ રૂપિયા પચાસ લાખનો હતો. સવાલ આ હતો- હિમાચલ પ્રદેશમાં એવી કઇ મહિલાનો અવાજ ગૂંજે છે જે ગેરકાયદે ખનન સામે લડી રહી હતી ? જવાબ માટે ચાર વિકલ્પો હતા- કિંકરી દેવી, દયાબાઇ, માનલી પ્રધાન અને ચુની કોટલ. આ સવાલનો જવાબ મેળવવા ફુલવાસને એક્સપર્ટની મદદ લીધી હતી અને ત્યારબાદ સાચો જવાબ આપી શકી હતી.

ફુલવાસનના મહિલા ઉત્થાન વિશેના વિચારોથી અમિતાભ બચ્ચન પણ પ્રભાવિત થયા હતા. અમિતાભે પોતે આ વાત કૌન બનેગા કરોડપતિ ગેમ દરમિયાન જાહેર કરી હતી.




from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3dRgwxX
Previous
Next Post »