રહસ્યમયકાર્ડ (ટેરટ) દ્વારા સાપ્તાહિક રાશિ ભવિષ્ય


કન્યા રાશિમાં બુધ

જ્યોતિખશાસ્ત્રમાં દેવતાઓના સંદેશવાહક તરીકે બુધ ગ્રહને માનવામાં આવેલો છે જેનો જન્મકુંડળીમાં ત્રીજા અને અગિયારમા સ્થાન સાથે વિશેષ સંબંધ માનવામાં આવેલો છે. આપણા રોજિંદા જીવનમાં જે કાંઇ વ્યક્ત કરેેીએ છીએ તેમાં બુધ ગ્રહનો મુખ્યમહત્ત્વનું પ્રદાન વાતચીતમાં હોય છે તથા દરેક વ્યક્તિ સાથેના સંબંધોમાં વાતચીત દ્વારા જે છાપ ઉભી કરી શકીએ છીએ તેમાં બુધગ્રહ નોંધપાત્ર ભાગ ભજવે છે.

૨ સપ્ટેમ્બર બપોરનાં ૧૨.૦૫ મિ.થી ૨૨ સપ્ટેમ્બર સાંજના ૪.૫૭ મિ. સુધી પોતાની ઉચ્ચની કન્યા રાશિમાં ગોચર ભ્રમણમાં પસાર થનાર બુધ મેષ, વૃષભ, મિથુન, સિંહ, વૃશ્ચિક, ધન અને કુંભ રાશિની વ્યક્તિઓ માટે શુભફળદાયક નીવડશે. કોઈ મહત્ત્વની ચર્ચા વિચારણા અને અગત્યનાં કાર્યોના ઉકેલ માટે કન્યા રાશિના બુધનું ગોચર ભ્રમણ આ રાશિની વ્યક્તિઓ માટે લાભદાયક નીવડશે. નાણાંકીય દ્રષ્ટિએ આ રાશિની વ્યક્તિઓને સામાન્ય લાભ મળશે. કર્ક, કન્યા, તુલા, મકર અને મીનરાશિની વ્યક્તિઓએ વાણી વર્તનમાં સંયમ જાળવવાનો રહેશે. આ રાશિની વ્યક્તિઓને મિશ્રફળ પ્રાપ્ત થશે. વાતચીત દરમ્યાન તથા અગત્યનાં નિર્ણયો લેવામાં આ વ્યક્તિઓએ ઉતાવળા ન બનવું. તમારી દલીલશક્તિ દ્વારા નુકશાન થઇ શકે.                    - ઈન્દ્રમંત્રી

મેષ (અ. લ. ઇ.)

The Lovers - ધ લવર્સનું કાર્ડ તમારી પ્રિય વ્યક્તિ સાથે દિલ ખોલીને મૂંઝવણ વિશે વાતચીત કરી યોગ્ય ઉકેલ મેળવી શકવાનું સૂચવી જાય છે. વિવાહ લગ્ન અંગે આવી રહેલા અવરોધ દૂર થઇ શકશે. તમારા મનગમતા કાર્યો કરી શકશો. તા. ૨, ૩, ૬, ૭ શુભ.

વૃષભ (બ. વ. ઉ.)

Justice - જસ્ટીસનું કાર્ડ તમારી યોજનાઓ પ્રમાણેના કાર્યો થઇ શકવાનું સૂચવી જાય છે. કોઈ સ્વજનોની સમસ્યામાં મધ્યસ્થી બની તેઓને યોગ્ય માર્ગદર્શન આપી શકશો. કોર્ટ-કચેરી સંબંધિત કાર્યો સાથે સંકળાયેલા હોય તેઓ પ્રગતિ જોઈ શકશે. તા. ૨, ૩, ૪, ૫ શુભ.

મિથુન (ક. છ. ઘ.)

The wheel of fortune - ધ વ્હીલ ઓફ ફોર્ચ્યુનનું કાર્ડ નસીબનો સાથ તમને મળી રહ્યો હોવાનું અનુભવી શકવાનું સૂચવી જાય છે. કુટુંબની વ્યક્તિઓ સાથે મહત્ત્વનાં પ્રશ્નો અંગે ચર્ચા-વિચારણા થશે. નાણાંકીય દ્રષ્ટિએ લાભદાયક ફેરફારો આવશે. તા. ૪, ૫, ૬, ૭ શુભ.

કર્ક (ડ. હ.)

Two of cups - ટુ ઓફ કપ્સનું કાર્ડ તમારા જીવનસાથી સાથે કોઈ નોંધપાત્ર બાબતનો નિર્ણય લઇ શકવાનું સૂચવી જાય છે. નવી વ્યક્તિ સાથે પરિચય થશે. આરોગ્ય અંગે કોઈ તકલીફ અનુભવી રહ્યા હશો તેમાં રાહત જણાશે. યશ મેળવી શકશો. તા. ૬, ૭, ૮ શુભ.

સિંહ (મ. ટ.)

Eight of sword - એઇટ ઓફ સ્વોર્ડસનું કાર્ડ કોઈ કાર્ય અંગે તમે પ્રયત્નશીલ હો તેમાં એક કરતા વધુ પ્રયત્નની જરૂર હોવાનું સૂચવી જાય છે. તમારું મન માને તે પ્રમાણે નવાં કાર્યો અંગે નિર્ણય લેવા હિતાવહ જણાવી શકાય. કોઇના દોરવાયા દોરવાઈ ન જવું. તા. ૨, ૮ શુભ.

કન્યા (પ. ઠ. ણ.) 

The Chariot - ધ શેરીઓટનું કાર્ડ નવું મકાન કે ફ્લેટ ખરીદવા ઇચ્છી રહ્યા હો કે તમારા હાલના મકાન કે ફ્લેટમાં ફેરફારી કરવા ઇચ્છી રહ્યા હો તે અંગે તક પ્રાપ્ત થવાનું સૂચવી જાય છે. મિત્રો સાથે ટુંકી મુસાફરીનો યોગ ઉદ્ભવશે. સ્નેહીજનોનો સહકાર મેળવી શકશો. તા. ૨, ૩, ૪, ૫ શુભ.

તુલા (ર. ત.) 

Death - ડેથનું કાર્ડ તમારા વ્યવસાયક્ષેત્રે મળી રહેલી તક માટે ઉતાવળા ન બનવું. નવાં કાર્યો માટે વિચારી શકાય પરંતુ ઉતાવળ ે તેનો અમલ કરવો નહિ. ભૂતકાળના અનુભવોને ધ્યાનમાં લઇ હાલમાં નવાં કાર્યો માટે વિચારવું લાભદાયક રહેશે. તા. ૪, ૫, ૬, ૭ શુભ.

વૃશ્ચિક (ન. ય.)

Eight of wands - એઇટ ઓફ વૉન્ડસનું કાર્ડ નવા કાર્યોની શરૂઆત વિશેવિચારતા પહેલાં હાલમાં હાથ પર રહેલા કાર્યોને પૂર્ણ કરવા સૂચવી જાય છે. સ્વપ્રયત્નો દ્વારા કરવામાં આવેલા કાર્યોમાં સરળતા રહેશે. વિલંબમાં પડેલા કાર્યોને ઊકેલી શકવા પ્રયત્નશીલ  બનવું લાભદાયક રહેશે. તા. ૬, ૭, ૮ શુભ.

ધન (ભ. ધ. ફ. ઢ.)

Ten of wands - ટેન ઓફ વૉન્ડસનું કાર્ડ તમારી સમસ્યાઓને લઇ હાલમાં મૂંઝાઈ રહ્યો હોવાનું સૂચવી જાય છે. તમારા સ્નેહીજનો સમસ્યાઓના ઉકેલ માટે મદદરૂપ થશે. મુક્ત મનથી તમારી મુશ્કેલીઓની રજૂઆત કરી યોગ્ય ઉકેલ પ્રાપ્ત કરી શકશો. સંતાનોનો સહકાર. તા. ૨, ૮, શુભ.

મકર (ખ. જ.)

Seven of cups - સેવન ઓફ કપ્સનું કાર્ડ તમારા વ્યવસાયક્ષેત્રે એક કરતાં વધુ તક આગામી સમય દરમ્યાન પ્રાપ્ત થવાનું સૂચવી જાય છે જેનો યોગ્ય વિચાર કરી લાભ મેળવી લેવો અને નવાં ફેરફારો કરવા. શુભ સમાચાર મળશે. સ્થાન પરિવર્તન કરવું હોય તો થઇ શકે. તા. ૩, ૪, ૫ શુભ.

કુંભ (ગ. શ. સ. ષ.)

The star - ધ સ્ટારનું કાર્ડ તમારા વિલંબમાં પડેલા કાર્યોને ઉકેલવા પ્રયત્નશીલ રહેવા સૂચવી જાય છે. ધીમે ધીમે તમારા નોંધપાત્ર કાર્યોને ઉકેલી શકશો. તમારા આનંદ ઉત્સાહમાં વધારો થાય તેવો પ્રસંગ બનશે. કોર્ટ-કચેરી અંગેની કાર્યવાહીમાં સફળતા મળશે. તા. ૨, ૩, ૬, ૭ શુભ.

મીન (દ. ચ. ઝ. થ.)

The world - ધ વર્લ્ડનું કાર્ડ તમારી ભૂતકાળની પરિસ્થિતિની સરખામણીમાં આજે કઇ સ્થિતિ પર પ્રગતિ સુધી પહોંચ્યા છો તેનું અવલોકન કરી વર્તમાન સમય દરમ્યાન નવાં કાર્યોમાં આગળ વધવા સૂચવી જાય છે. જેમાં સફળતા મેળવી શકશો. સંતાનો સાથે ચર્ચા-વિચારણા કરી શકશો. તા. ૩, ૪, ૫, ૮ શુભ.



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/357Q8O7
Previous
Next Post »