અમિતાભ બચ્ચને નવી કાર સાથે પોઝ આપી તસવીર શેર કરતાં સોશિયલ મીડિયા પર ટ્રોલ થયા


- કોરોના મહામારીમાં આવી અધધધ કિંમતની કાર ખરીદવા બદલ ફોલોઅર્સ નારાજ

મુંબઇ, તા.02 સપ્ટેમ્બર 2020, બુધવાર

અમિતાભ બચ્ચન સોશિયલ મીડિયા પર સક્રિય છે અને તેમના લાખો ફોલોઅર્સ છે. તેમના પ્રત્યે અબાલવૃદ્ધ સહુ કોઇને માન છે, તેમ છતાં તેમના ચાહકો તેમને સોશિયલ મીડિયા પર ટ્રોલ કરતા અચકાતા નથી. તાજેતરમાં પણ તેમની સાથે આમ જ બન્યું છે. 

વાત એમ બની છે કે, અમિતાભ બચ્ચને ઇન્સ્ટાગ્રામના પોતાના અકાઉન્ટ પર ખરીદેલી નવી કાર સાથે પોઝ આપીને એક તસવીર શેર કરી છે. તેમની આ નવી કાર મર્સિડિઝ છે અને તેની કિંમત રૂપિયા એક કરોડ ૩૮ લાખ હોવાનું અંકાઇ રહ્યું છે. 

આ જોતાં જ એક યુઝરે ટીપ્પણી કરી છે કે, શું ફર્ક પડે છે, લોકો મર્સિડિઝ લે કે પછી રિક્ષા. જેટલો પ્રેમ લોકોે સુશાંતના સમયમાં બોલીવૂડથી હતો એ હવે રહ્યું નથી. 

તો વળી અન્ય એક યુઝર્સે લખ્યું છે કે, કોરોના મહામારીમાં કરોડોનો ગાડી ખરીદવાની બદલે તેમણે દાન કરવું જોઇતું હતું. આ ઉપરાંત અન્ય એક યુઝર્સે લખ્યું છે કે, બોલીવૂડમાં એક સોનૂ સૂદ છે જે લોકોની મદદ કરી રહ્યો છે અને આ એક પોતાના માટે નવી કાર ખરીદે છે. 

તો વળી એક ફોલોઅર્સને પોતાની નારાજગી જતાવતા ટાંક્યુ છે કે, તેમના અને સોનૂ સૂદમાં આ જ ફરક છે. ગરીબ બાળકોના શિક્ષણ માટે મદદ કરવી હાલ વધુ જરૂરી છે તેવી પણ ટીપ્પણી આવી છે. 

મહામારીના સમયે નવી કાર જોઇને બહુ દુઃખ થયું છે. મહાનાયકને સુશાંત સિંહ રાજૂપતના આત્મહત્યા  કે હત્યા માટે કોમેન્ટ કરવાનો સમય નથી પરંતુ બેજાન કાર સાથે તસવીર પડાવા માટે સમય છે. બોયકોટ બોલીવૂડ.



from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2QPU0Lb
Previous
Next Post »