વોશિંગ્ટન, ૨ સપ્ટેમ્બર,૨૦૨૦,મંગળવાર
સાઉથ ચાઇના સી માં એકાધિકારના મુદ્વે અમેરિકા અને ચીન વચ્ચે ઘર્ષણ વધતું જાય છે. હોંગકોંગ અને તાઇવાન ઉપરાંત ભારત સાથે લડાખ સરહદે પણ ચીન વિવાદમાં ઉતર્યુ છે. વિશાળ વિસ્તાર અને જનસંખ્યા ધરાવતો હોવા છતાં વિસ્તારવાદી ચીનની ભૂખ સંતોષાતી નથી. હકિકતમાં તો પાડોશીઓ સાથે સરહદી વિવાદ ઉભા કરવાએ પ્રભૂત્વ સાબીત કરવાની સ્ટ્રેટેજીનો ભાગ છે. વિશ્વનો ૬૦ ટકાથી વધુ વેપારી જહાજો પસાર થાય છે તે દક્ષિણ ચીન સાગરમાં ચીનના આધિપત્યને અમેરિકા પડકારી રહયું છે.
યુએસએના યુધ્ધ જહાજો અને યુધ્ધ વિમાનો દક્ષિણ ચીન સાગરમાં યુદ્ધાભ્યાસ કરી રહયા છે. ચીન અને અમેરિકી સેના વચ્ચે ટેન્શન વધતું જાય છે. ૨૭ ઓગસ્ટના રોજ ચીને ચાર મધ્યમ અંતરની બેલેસ્ટિક મિસાઇલનું પરીક્ષણ કર્યું હતું. ચીને અગાઉ હેનાન દ્વીપ પાસે મિસાઇલ ટેસ્ટને લઇને ચેતવણી આપીને વિમાની સેવાઓ પર પ્રતિબંધ મુકયો હતો. ચીને આ પગલું અમેરિકાના સંશોધક વિમાનોએ તેની વાયુસરહદની નજીક ઉડાણભર્યુ તેની પ્રતિક્રિયા સ્વરુપનું હતું.

ચીનના મિસાઇલ પરીક્ષણના જવાબમાં અમેરિકા પણ ચૂપ રહયું નહી. અમેરિકી સેનાએ વોશિંગ્ટનથી બેઇજિંગ સુધી પ્રહાર કરી શકાય તેવી પરમાણુ મિસાઇલ મિનિટમેનનો ટેસ્ટ કરતા સ્થિતિ વધુ ઘેરી બની છે. મિનિટમેન મિસાઇલ અમેરિકાની આન બાન અને શાન ગણાય છે. મિનિટમેન યુધ્ધના પાસાને પલટી શકે તેવું ઘાતક હથિયાર છે. મિનિટમેનએ સોવિયત સંઘ સાથેના કોલ્ડવોરના સમયથી અમેરિકાએ સામેલ કરી છે. ૧૯૬૨માં અમેરિકાનું હથિયાર બની એ પછી ૧૯૬૫માં તેનું બીજુ વર્ઝન અને ૧૯૭૦માં ત્રીજી વાર અપગ્રેડ કરવામાં આવી હતી. આ મિસાઇલ ભલે જુની રહી પરંતુ તે તકનિકની રીતે બે મિસાલ હોવાથી અમેરિકાએ નિવૃત કરી નથી.

આ ઇન્ટર કોન્ટિનેંટલ બેલાસ્ટિક મિસાઇલ એ ખંડથી બીજા ખંડના સ્થળે પ્રહાર કરવા માટે ઉપયોગમાં લેવાય છે. ૩૦૦ કિલો ટન જેટલા વજનનો અણુબોંબ લઇ જવા સક્ષમ મિનિટમેનને અમેરિકા પોતાનું સ્પેશિયલ હથિયાર ગણે છે આથી જ તો આજ સુધી બીજા કોઇ દેશને વેચી નથી કે તેની તકનિક પણ શિખવી નથી.૧૯૪૫માં બીજા વિશ્વયુધ્ધ દરમિયાન અમેરિકાએ જાપાનના હિરોશીમા પર અણુબોંબ ફેંકયો તે ૧૫ કિલો ટનનો હતો. તેની તુલનામાં મિનિટમેન કેટલો વિનાશ વેરી શકે છે તેનો અંદાજ લગાવી શકાય છે. ૧૩૦૦૦ કિમી સુધી માર કરી શકતી મિસાઇલ અમેરિકાએ ચીનની નજીક ગુઆમ નેવલ બેસ પર તાકીને રાખી છે. એલજીએમ ૩૦-જી મિનિટમેન સૌથી અધતન વર્ઝન છે.
from Science technology News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3lFrtGd
ConversionConversion EmoticonEmoticon