અજય દેવગણ આગામી ફિલ્મમાં વિલનના રોલમાં જોવા મળશે


(પ્રતિનિધિ દ્વારા) મુંબઇ,તા. 31 ઓગસ્ટ 2020, સોમવાર

અજય દેવગણના સિતારા હાલ ચમકી રહ્યા છે. તેની ૨૦૨૦ની ફિલ્મ તાનાજીએ બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી હતી. હવે તેને ફિલ્મઉદ્યોગના જાણીતા બેનર સાથે કામ કરવાની તક મળી છે. 

અજય માટે આ વરસની આ સૌથી મોટી ઉપલબ્ધિ છે. તેની કારકિર્દી દરમિયાન તે પ્રથમ વખત ટોચના બેનર સાથે કામ કરવાનો છે. 

જોકે આ થ્રિલર ફિલ્મ હોવાની વાત છે અને આમાં તે સુપરવિલન બનવાનો છે. જે સુપરહીરોની સાથે ટક્કર લેશે. કહેવાય છે કે, આ ફિલ્મમાં અજયનો રોલ હીરો કરતાં અનેકગણો મહત્વનો અને લાંબો હશે.

યશરાજ ફિલ્મસ સાથેની ફિલ્મમાં અજય દેવગણ  શિવ રવૈલના દિગ્દર્શનમાં કામ કરવાનો છે. જે રાહુલ રવૈલનો પુત્ર છે અને તે યશરાજ બેનર સાથે કારકિર્દી શરૂ કરી રહ્યો છે. 

આ પાત્ર માટે અક્ષય કુમારને લેવામાં આવશે એવી અફવાએ જોર પકડયું હતું. પરંતુ નિર્માતા-દિગ્દર્શક માટે અજય જ પ્રથમ પસંદગી હતો.



from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/34S0mC2
Previous
Next Post »