દાવત : કઠોળ અને વિવિધ શાકની વિવિધતાસભર વાનગીઓ


કઠોળ અને વિવિધ શાકની વિવિધતાસભર વાનગીઓ 

રીત : 

 ફલાવરને ધોઈ મીઠા અને અજીનો મોટો નાખીને ૧૦ મિનિટ સુધી મૂકી રાખો. બાકીની વધેલી સામગ્રીથી ઘટ્ટ ખીરું બનાવીને ખૂબ ફીણો. તેમાં ફલાવર નાખીને ગરમ તેલમાં તેનાં ભજિયાં તળી લો. કઢાઈમાં ૨ ચમચા તેલ ગરમ કરો. તેમાં ડુંગળી, લસણ, આદુ અને લીલાં મરચાં સાંતળો, તેમાં વેજિટેબલ સ્ટોક, સોયાસોસ, ખાંડ, મીઠું અને અજીનો મોટો નાખો. ૨-૩ મિનિટ સુધી ચડવા દો. કોર્નફલોર ૧/૨ કપ પાણીમાં ધોળીને નાખો અને ૧ મિનિટ સુધી વધારે ચડવા દો. તેમાં ફલાવરનાં ભજિયાં નાખીને હલાવો. ૨ મિનિટ પછી ઉતારી લીલી ડુંગળી અને કોથમીર સજાવી ભાત અથવા નૂડલ્સની સાથે સર્વ કરો.

ખટમીઠું પનીર

સામગ્રી : 

૨૫૦ ગ્રામ ટુકડામાં કાપેલું પનીર. ૪ ગાજર, ૪ ટામેટાં, ૧ ડુંગળી, ૧૧/૨ ઈંચ આદું, ૩/૪ કપ તેલ, ૧ ચમચી જીરંુ, ચપટી હિંગ, ૧ મોટી ચમચી સોયા સોસી, 11/2 ચમચી મીઠું, 1 ચમચી લાલ મરચું, ઝીણી સમારેલી થોડી કોથમીર.

પનીરને તેલમાં તળીને મૂકી દો. ટામેટાં, ગાજર, ડુંગળી અને આદુને સમારી ૧/૨ કપ પાણીની સાથે કૂકરમાં રાંધો અને પછી કાઢીને ઠંડુ કરી વાટી લો. કઢાઈમાં તેલ ગરમ કરો. હિંગ અને જીરાનો વઘાર કરી વાટેલાં શાકની ગ્રેવી, સોયા સોસ અને મસાલા નાખીને સાંતળો. ૧ કપ પાણી નાખીને ઉકાળો. પનીર નાખીને પાંચ મિનિટ સુધી ઢાંકી રાખો. નીચે ઉતારીને કોથમીર નાખો.

ફલાવર મંચૂરિયન : 

સામગ્રી : 

૨ કપ છોલેલા વટાણા, ૩ મોટી ડુંગળી, ૨ મોટા ટામેટાં, ૧ મોટી ચમચી લાંબા, પાતળા સમારેલાં આદું-લસણ, ૨ લીલાં મરચાંની ચીરીઓ, ચપટી હળદર, ૧/૨ ચમચી લાલ મરચું, ચપટી ગરમ મસાલો, ૧ ચમચો તેલ, મીઠું સ્વાદ મુજબ. 

રીત : 

વટાણા મીઠાના પાણીમાં બાફી લો. ડુંગળી અને ટામેટાંના પતીકાં કરો. તેલ ગરમ કરીને ડુંગળી, આદુ અને લસણને ૨ મિનિટ સુધી સાંતળો. તેમાં મીઠું, મસાલો, ટામેટાં, લીલાં મરચાં અને વટાણા નાખીને તાપ પર ૫ મિનિટ સુધી ઢાંકીને મૂકી રાખો. થોડી થોડી વારે હલાવતાં રહો. છેલ્લે કોથમીર ટામેટાંથી સજાવો. પરોઠાં અથવા રોટલીની સાથે પીરસો.

ફલાવર મંચૂરિયન : 

સામગ્રી

૧ કપ ફલાવર સમારેલું, ૧/૨ કપ મેંદો, ૧/૨ ચમચી મીઠું, ૧/૪ કપ કોર્ન ફલોર, ૧ ચપટી અજીનો મોટો, ૧ ચમચી લાલ મરચું, તળવા માટે પૂરતું તેલ.

રીત : 

સોસ માટે સામગ્રી :  ૨ ચમચા લીલી ડુંગળી ઝીણી સમારેલી, ૧ ચમચી આદુ ઝીણું સમારેલું, ૮-૧૦ લસણની કળી ઝીણી સમારેલી, ૨ લીલાં મરચાં ઝીણાં સમારેલાં, ૧/૪ ચમચી મરી પાઉડર, ચપટી અજીનો ઓટો, ૨ ચપટી ખાંડ, ૧ કપ વેજિટેબલ સ્ટોક, ૨ ચમચા સોયા સોસ, ૧ ચમચો કોર્ન ફલોર, ૨ ચમચા તેલ, ૧ ચમચી મીઠું, ૧ ચમચી ચીલી સોસ, થોડી કોથમીર સમારેલી.

બેક્ડ કોબીજ

સામગ્રી :

 ૧ મધ્યમ આકારની કોબીજ, ૧ કપ મિક્સ શાકભાજી ઝીણી સમારેલી, ૧ ડુંગળી ઝીણી સમારેલી, ૨ લીલાં મરચાં ઝીણાં સમારેલાં, ૧ ચમચી મીઠું, ૧/૨ ચમચી મીઠું, ૧/૨ ચમચી લાલ મરચું, ૧/૨ ચમચી ગરમ મસાલો, ૧ ચમચી શેકેલો ચણાનો લોટ, ૨ ચમચા તેલ, ૧ ચીઝ ક્યૂબ છીણેલું, ૨ મોટી ચમચી કોથમીર સમારેલી.

 રીત : 

કોબીજને મીઠું નાખેલાં પાણીમાં ૧૦ મિનિટ સુધી બાફો. પછી ઠંડી કરી બહારથી ૧ ઈંચ જાડું પડ રાખીને અંદરથી પોલી કરી દો. ૧ ચમચો તેલ ગરમ કરી તેમાં ડુંગળી, લીલાં મરચાં સાંતળો, બધાં શાકભાજી અને અડધી સમારેલી કોબીજ નાખો. પછી મસાલો નાખીને ઢાંકી રાખો. શાક અડધું ચડી જાય ત્યાર બાદ નીચે ઉતારીને ચણાનો લોટ ગરમ મસાલો અને ધાણા નાખો. આ મિશ્રણને પોલી કરેલી કોબીજમાં ભરી દો. ઉપરથી છીણેલું ચીઝ ભભરાવો. પહેલેથી ગરમ ઓવનમાં ૧/૨ કલાક સુધી બેક કરો.

મેથીના મુઠિયાં

સામગ્રી : 

૧ કપ ચણાનો લોટ, ૧/૩ કપ એકદમ ઝીણી સમારેલી મેથી, ૧ ચમચી રવો, મીઠંુ સ્વાદ મુજબ, ૧/ કપતેલ. ગ્રેવી માટે સામગ્રી : ૧ ડુંગળી વાટેલી, ૨ ચમચા આદુ-લસણની પેસ્ટ, ૧/૨ કપ ઘટ્ટ દહીં, ૧૧/૨ ચમચી મીઠું, ૧ ચમચી લાલ મરચું, ૧/૨ ચમચી હળદર, ૨ ચમચા ધાણા, ૪ ચમચા તેલ, ૧ ચમચી જીરું.

રીત : 

મુઠિયાં બનાવવા માટે તેલ સિવાયની બધી સામગ્રી મિક્સ કરી દો. તેમાં ૨ મોટી ચમચી તેલ નાખીને મસળો અને પાણીથી કડક બાંધી લો. રોલ પણ સાથે જ બનાવી લો. ઉકળતા પાણીમાં રોલ નાખી દો. ૧૫ મિનિટ પછી તે ઉપર તરવા લાગશે ત્યારે બહાર કાઢીને ૧ ઇંચના જાડા ટુકડામાં કાપીને ગરમ તેલમાં તળી લો. મુઠિયાનાં પાણીનો ગ્રેવીમાં ઉપયોગ કરો. વાસણમાં તેલ ગરમ કરો. જીરાનો વઘાર કરી વાટેલી ડુંગળી, આદુ-લસણની પેસ્ટ નાખીને સાંતળો. દહીં અને મસાલો નાખી તેલ છૂટું પડે ત્યાં સુધી સાંતળો. મુઠિયાનું ઘટ્ટ પાણી તેમાં નાખી ઊભરો આવવા દો. મુઠિયાં નાખીને ૧૦ મિનિટ સુધી રંધાવા દો. છેલ્લે સમારેલી કોથમીર અને ગરમ મસાલો નાખી ઉતારો.

સૂરણ વટાણાની ભાજી

સામગ્રી :

 ૫૦૦ ગ્રામ સૂરણ, ૧ કપ વટાણાના દાણા, ૧ કપ છીણેલી ડુંગળી, ૨ મોટાં ટામેટાં ઝીણાં સમારેલાં, આદુનો ટુકડો, લીલાં મરચાં ઝીણાં સમારેલાં, ૧ ચમચી મીઠું, ૧/૨ ચમચી હળદર, ૨ ચમચી ધાણા, ૧/૪ કપ  સમારેલી કોથમીર, ૧ કપ તેલ.

રીત : 

સૂરણને છોલી નાના-નાના ટુકડા કરી લો. કઢાઈમાં તેલ ગરમ કરીને તેને સોનેરી રંગે સાંતળી લો. કઢાઈમાંથી વધારાનું તેલ કાઢીને ડુંગળી, આદું અને મરચાં નાખીને સાંતળો. તેમાં મસાલા અને ટામેટાં નાખો. ટામેટાં ચડી જાય ત્યાં સુધી હલાવતાં રહો. ત્યાર બાદ સૂરણ અને વટાણા નાખી ૧/૨ કપ પાણી પણ રેડી. શાક બરાબર રંધાઈ જાય પછી ઉતારીને કોથમીર નાખો.

મટર કરી 

સામગ્રી : 

૨ કપ વટાણા, ૧ ડુંગળી ચોરસ કાપેલી, ૨ મોટી ચમચી લસણ અને આદુની પેસ્ટ, ૧ મોટી ચમચી લીલાં મરચાંની પેસ્ટ, ૪ ચમચા તેલ, ૪ મોટી ચમચી ઘટ્ટ દહીં, ૧ ચમચી ગરમ મસાલો, ૨ ચમચા સમારેલી કોથમીર, ૨ ચમચા લાંબુ કાપેલું પનીર, ૧૧/૨ ચમચી મીઠું.

રીત : 

વટાણાને થોડા દળદળા ખાંડી લો. તેલ ગરમ કરીને ડુંગળી સોનેરી રંગે સાંતળી લો. બન્ને પેસ્ટ નાખીને તેલ છૂંટુ પડે ત્યાં સુધી શેકો. તેમાં દહીં નાખો. પછી વટાણા નાખીને ૫.૭ મિનિટ હલાવતાં રહો. પછી ૧૧/૨ કપ પાણી નાખી ધીમા તાપે રાંધો. છેલ્લે ગરમ મસાલો, પનીર, કોથમીર નાખીને પીરસો.

ચણાની દાળ-વટાણાનું શાક

સામગ્રી :

 ૧ કપ ચણાની દાળ, ૧ કપ વટાણાના દાણા, ૧ કપ દહીં, ૧ ડુંગળી ઝીણી સમારેલી, ૪ લવિંગ, ૨ મોટી એલચી, ૨ તમાલપત્ર, ૨ તેજપત્તા, ૧ આદુનો ટુકડો, ૧ ચમચી લાલ મરચું, ૨ મોટી ચમચી તેલ, સમારેલી કોથમીર, મીઠું સ્વાદ મુજબ.

રીત : 

ચણાની દાળને ૪ કલાક પાણીમાં પલાળીને નિતારી લો. કૂકરમાં તેલ ગરમ કરો. આખા મસાલા, ડુંગળી અને આદુ નાખીને સાંતળો. પછી દહીં અને મસાલા નાખીને ફરી સાંતળો ૧/૨ કપ પાણી, દાળ અને વટાણા નાખીને ૧ સીટી વાગે ત્યાં સુધી કૂકરમાં ચડવા દો. છેલ્લે કોથમીર ભભરાવીને પીરસો.



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/31I2wlw
Previous
Next Post »