
દે શના કયા રાજ્યમાં કે શહેરમાં કોવિડ-19ના કેટલા નવા કેસ દર્જ થયા, કેટલા દરદીઓ દુરસ્ત થયા અને અવસાન પામેલા દુર્ભાગીઓ કેટલા વગેરેનું statistics/ આંકડાશાસ્ત્ર થોડી વાર પૂરતું ભૂલી જાવ. આવા આંકડાની માયાજાળમાં આમેય પડવા જેવું હોતું નથી. અમેરિકન વિદ્વાન લેખક માર્ક ટ્વેઇને 'There are three kinds of lies: lies, damned lies, and statistics.' / ‘જગતમાં ત્રણ પ્રકારનાં જૂઠાણાં હોય છે: જુઠ્ઠું, હળાહળ જુઠ્ઠું અને આંકડાશાસ્ત્રા.’ એવું વાક્ય શું અમસ્તુંક રચ્યુંર હતું?
અહીં ચર્ચાના કેંદ્રમાં આંકડાશાસ્ત્રક નથી. કોવિડ-19 નહિ અને કોરોના પણ નહિ. વિષય માનવજાતની ઉત્પેત્તિથી લઈને તેની ઉત્ક્રાંતિને લગતા નૃવંશશાસ્ત્રeનો છે. વિષયના કેંદ્રમાં આંદામાન દ્વીપસમૂહ છે, જ્યાં બનતી નવાજૂની જોડે ભારતની મુખ્યા ભૂમિ પર વસનાર સરેરાશ નાગરિકને કશી લેવાદેવા હોતી નથી. જેમ કે, થોડા દિવસ પહેલાં આવેલી એક ટચૂકડી પણ ચિંતાજનક ન્યૂલઝ આઇટમ મુજબ કોવિડ-19 મહામારીમાં આંદામાનની મૂળ આદિવાસી પ્રજાનું અસ્તિજત્વદ જોખમમાં આવી પડ્યું છે.
આ દ્વીપસમૂહનો પ્રવાસ જેમણે ખેડ્યો હશે તેઓ ત્યાંકની જારાવા નામની આદિવાસી જાતિથી પરિચિત હશે. પરંતુ આંદામાનના ટાપુઓ પર એકમાત્ર જારાવા આદિવાસીઓનો જ વસવાટ નથી. ઓંગી, કારી, કોરા, ચારી, બો, જેરૂ, કેડ, કોલ, બે, બેલ, બીયા, જુવાઇ, શોમ્પેંન, સેન્ટિ્નલી વગેરે જેવી કુલ મળીને ૪૪ આદિમ જાતિઓનો તે આવાસ છે. આમાંની કેટલીક જાતિઓ અગાઉ રોગચાળામાં લુપ્તે થઈ ચૂકી છે, તો કોવિડ-19 મહામારી અમુકનો વસ્તીઆઆંક ચિંતાજનક હદે ઘટાડી નાખે તેમ લાગે છે.
સૌથી મોટો ખતરો ગ્રેટ આંદામાનીઝ તરીકે ઓળખાતી જાતિને છે, જેમની વસ્તીર અત્યાોરે ફક્ત પ૦ના નજીવા આંકડે છે. આંદામાન દ્વીપસમૂહનો સ્ટ્રેલટ ટાપુ તેમનો રક્ષિત આવાસ છે. માત્ર ૬ ચોરસ કિલોમીટરના એ દ્વીપ પર બાહ્ય જગતની કોઈ વ્યવક્તિ પગ મૂકી શકતી નથી. પરંતુ સ્ટ્રે ટ પર વસનાર ગ્રેટ આંદામાનીઝ લોકો ચાહે તો આંદામાનના અન્યપ ટાપુઓ પર અવરજવર કરી શકે છે. સ્ટ્રેોટ ટાપુ પર ‘સુધરેલું’ જીવન જીવનારા કેટલાક આદિવાસીઓ ક્યારેક કામકાજ અર્થે પોર્ટ બ્લે્રની મુલાકાત લેતા હોય છે. કોરોનાકાળ દરમ્યા’ન અમુક ટાપુવાસી પોર્ટ બ્લે ર આવ્યા અને વળતા પ્રવાસમાં અજાણતાં જ વિષાણુનો ચેપ લેતા ગયા. ઓગસ્ટા ૨૨ના રોજ સ્ટ્રે ટ ટાપુ ખાતે અમુક જણા બીમારીમાં પટકાયા ત્યાનરે તબીબોની ટીમ ત્યાંદ પહોંચી. તપાસ કરતા માલૂમ પડ્યું કે ટાપુ પર કોવિડ-19 મહામારીનું અશુભાગમન થઈ ચૂક્યું હતું.
ગ્રેટ આંદામાનીઝની માફક ઓંગી, શોમ્પેીન અને જારાવા જાતિના આદિવાસીઓ પણ કોવિડ-19નો શિકાર બન્યા છે. ઉત્તર, મધ્યઅ અને દક્ષિણ આંદામાન પર વસનાર એ દરેક પ્રજાતિની વસ્તી પાંખી છે. જેમ કે, આજે ફક્ત ૧૦૦ ઓંગી બચ્યાર છે. આથી આંદામાનની આદિમ જાતિઓનો વર્ષોથી અભ્યાછસ કરતા વિશ્વજીત પંડ્યા અને અમિત કુમાર ઘોષ જેવા નૃવંશશાસ્ત્રી ઓ ચિંતામાં આવી પડ્યા છે કે મહામારી રખે એકાદ પ્રજાતિનો સફાયો કરી નાખે તો આપણે કમ સે કમ ૬૦,૦૦૦ વર્ષ પુરાણા ‘જીવંત અશ્મિ’ હંમેશ માટે ગુમાવી દઈશું.
■■■
આજથી લગભગ સવા લાખ વર્ષ પહેલાં આફ્રિકામાં મનુષ્યરનો આદિપૂર્વજ ઉદ્ભજવ્યોં હતો. દિવસભર વગડામાં ભટકીને પેટપૂજા કરવી અને સાંજ ઢળતા ગુફાઓમાં આવી જવું એ તેનો નિત્યરક્રમ હતો. નૃવંશશાસ્ત્રી ઓના મતે એ સિલસિલો પચ્ચીેસેક હજાર વર્ષ ચાલ્યો, પણ ત્યાદર પછી આદિમાનવનો એક સમુદાય ખોરાકની શોધમાં ભટકતો ઉત્તર દિશામાં પ્રવાસ કરી મધ્યી એશિયા (આજના ઇરાક) સુધી પહોંચ્યોર. અહીં તેણે કેટલાંક હજાર વર્ષ પસાર કર્યા. દરમ્યાીન એક જૂથ પશ્ચિમમાં યુરોપ ગયું અને બીજું એશિયા, રશિયા-અમેરિકા પહોંચ્યું . આટલા વ્યાાપક પ્રસારનો સમય ફલક પોણો લાખ વર્ષથી લઈને બાર હજાર વર્ષ સુધીનો હતો. દક્ષિણ અમેરિકામાં આદિમાનવનું આગમન ૧૨,૦૦૦ વર્ષ પહેલાં થયું, તો (મ્યા.નમારના રસ્તે ) આંદામાનમાં તેમની પધરામણી ૬૦,૦૦૦ વર્ષ અગાઉ થઈ હોવાનું કહેવાય છે.
આજે નૃવંશશાસ્ત્રી ઓ જેમને નીગ્રિટો તરીકે ઓળખે છે તે આદિમ જાતિના મનુષ્યોા આંદામાનના પ૭૨ પૈકી અમુક ટાપુઓ પર વસી ગયા. (નીગ્રિટો = કાળો વાન). આંદામાન-નિકોબાર ભારતનો ભૂભાગ હોવાનું જોતાં સહેજે એમ કહી શકાય કે નીગ્રિટો આદિમાનવો ભારતના સર્વપ્રથમ વસાહતીઓ હતા. ભારતની મુખ્યય ભૂમિ પર માનવસંચાર થવામાં બીજાં અનેક વર્ષ નીકળી જવાનાં હતાં. આ હિસાબે આંદામાનની આદિમ જાતિઓને ભારતના ‘ફર્સ્ટ સિટિઝન’ ગણો તો ખોટું નહિ.
નીગ્રિટો લોકોએ હજારો વર્ષ આંદામાન-નિકોબાર પર એકલવાયું જીવન પસાર કર્યું. સમુદ્રી કાચબા, માછલાં, કાચિંડા, સાપ જેવા સજીવો અને નાળિયેર તેમનો આહાર હતો. બાહ્ય જગતથી તેઓ અલિપ્તો હતા તેમ બાહ્ય જગતનેય તેમના અસ્તિ ત્વેની જાણકારી નહિ. તવારીખી નોંધ મુજબ આંદામાન પર આવેલી પ્રથમ ‘સુધરેલી’ પ્રજા દક્ષિણ ભારતની ચોલા સામ્રાજ્યની હતી. જો કે નીગ્રિટો જોડે તેમનો ભેટો થયાની નોંધ નથી.
ઈ.સ. ૧૦૧૪માં ચોલા સમ્રાટ રાજેન્દ્રો ચોલા પ્રથમે આંદામાનના અમુક ટાપુઓ પર બંદરો સ્થાયપ્યાંા, જે મૂળ તો દક્ષિણ ભારત અને અગ્નિ્ એશિયા વચ્ચેમ આવનજાવન કરતા વ્યા પારી વહાણોના ‘પગથોભ’ માટે ઊભાં કરેલાં હતાં. આંદામાનના કાંઠે ત્રીસેક વર્ષ સુધી ચોલા વહાણોનો ટ્રાફિક ચાલ્યો‘, પણ ત્યારર બાદ આંદામાન વળી પાછું ‘સુધરેલી’ માનવજાતની નજર બહાર ગયું.
■■■
હંમેશ માટે નજર બહાર રહ્યું હોત તો સારું થાત. અલબત્ત, વિધિની વક્રતા ગણો કે આંદામાનની નીગ્રિટો જાતિનું દુર્ભાગ્ય , પણ સ્વાજર્થી માનવજાત અહીં પોતાનું આધિપત્યક સ્થા પ્યાદ વિના રહી ન શકી. આ દ્વીપસમૂહ પર સુખમય જીવન જીવતા આદિમ જાતિના નીગ્રિટોનું સુખ-ચેન છીનવવા માટે અઢારમી સદીમાં આર્કિબાલ્ડર બ્લેજર નામનો અંગ્રેજ લેફ્ટનન્ટહ આંદામાનની ભૂમિ પર આવી ચડ્યો. આજે તેનાં અશુભ પગલાંનું સ્થીળ પોર્ટ બ્લે ર તરીકે ઓળખાય છે.
અંગ્રેજ જમડા ઘર ભાળી ગયા ને આદિમ જાતિના માથે પનોતી બેઠી. આંદામાનના એક પછી એક ટાપુઓને ખાલસા કરવા નીકળેલા ગોરાઓ જ્યાં ગયા ત્યાંબ (અજાણતાં જ) કોલેરા, ફ્લૂ, ક્ષય વગેરે રોગો ફેલાવતા ગયા. હજારો વર્ષથી એકેય રોગ કે વિષાણુના સંપર્કમાં ન આવેલી આદિમ જાતિની રોગપ્રતિકારક શક્તિ શહેરી લોકોની તુલનાએ તો કાચ જેવી નાજુક હોય. આથી જે તે ટાપુ પર રોગચાળો ફાટી નીકળ્યો ત્યાહરે અનેક જણા રિબાઈને માર્યા ગયા.
અંગ્રેજ જમડાના આગમન પહેલાં ગ્રેટ આંદામાનીઝ લોકોની વસ્તીણ ૬થી ૮ હજારની આસપાસ હતી. ઓગણીસમી સદી પૂરી થતા સુધીમાં ફક્ત ૬૨પ જણા જીવતા બચ્યા હતા. બીજા ત્રીસ વર્ષ પછી આંકડો ૯૦ પર આવી ગયો અને વધુ ત્રણ દાયકા પછી ફક્ત ૧૯! વિવિધ રોગનો શિકાર બનેલી કોલ, બે, બેલ, જુવાઇ, કેડ જેવી આદિમ જાતિઓ તો ૧૯૩૧ સુધીમાં નામશેષ બની ગઈ. માનવજાતની ઉત્પ ત્તિનો તેમજ ઉત્ક્રાંતિનો ૬૦થી ૭પ હજાર વર્ષ લાંબો જૈવિક ઇતિહાસ પોતાની સાથે કબરમાં લેતી ગઈ.
આ ગોઝારી ઘટના પછી ગ્રેટ આંદામાનીઝના મુઠ્ઠીભર લોકોને સ્ટ્રે ટ ટાપુ પર એકાંતવાસ માટે મોકલી દેવામાં આવ્યા. કોઈ નવો વાઇરસ કે બેક્ટીરિઆ તેમના સુધી પહોંચી ન શકે એ ખાતર બાહ્ય જગત જોડે તેમનો સંપર્ક કાપી દેવાયો. આમ છતાં તાજેતરમાં સ્ટ્રે ટ ટાપુથી પોર્ટ બ્લેાર જનારા આંદામાનીઝ કોરોનાના ભરડામાં આવ્યા. વિના ન રહ્યા.
ઉત્તર આંદામાનમાં વસનારી જારાવા આદિમ જાતિને પણ કોરોનાનો ચેપ લાગ્યો છે. પોર્ટ બ્લેરરથી ૩૦૦ કિલોમીટર ઉત્તરે દિગલીપુર નામનું નગર આવેલું છે, જ્યાં પહોંચવા માટે ગ્રેટ આંદામાન ટ્રંક રોડ નામની પાકી સડક બનાવવામાં આવી છે. સડકનો બહુધા હિસ્સોય ગાઢ વર્ષાજંગલોમાંથી નીકળે છે.
અહીં બારાટાંગ નામના વનવિસ્તા.રમાં જારાવા આદિવાસી પ્રજાનો વસવાટ છે. કાળોડિબાંગ વાન ધરાવતા જારાવાના આદિપૂર્વજો આજથી ૬૦-૭પ હજાર વર્ષ પહેલાં આંદામાન પહોંચ્યાો હતા. આથી બારાટાંગની મુલાકાત લેતી વખતે ગ્રેટ આંદામાન ટ્રંક રોડના વનવિસ્તા રમાં તીરકામઠાં ધારી જારાવા લોકોનાં છૂટપૂટ ટોળાં દેખાય તો સમજવું કે ભારતના પહેલવહેલા વસાહતીઓના વંશજોનો સાક્ષાત્કાર થયાે!
ગ્રેટ આંદામાન ટ્રંક રોડ પર રોજના સેંકડો વાહનો પસાર થાય છે, જેમના ચાલકો તેમજ મુસાફરો બારાટાંગ પાસે જારાવાને ‘દયાભાવે’ ખોરાક દેતા હોય છે. આથી જારાવાનાં ટોળાં બારાટાંગની આસપાસ ડેરો જમાવીને બેસે છે. એકાદ વાહન નીકળે, એટલે ત્યાંુ દોડી જાય અને ખોરાક મેળવે. ગ્રેટ આંદામાન ટ્રંક રોડના રાહદારીઓનો ‘દયાભાવ’ જારાવા લોકો સુધી કોરોના વિષાણુ પહોંચતો કરવામાં નિમિત્ત બન્યોન છે.
આજે તબીબોની એક ટીમ જારાવાના વસવાટ વિસ્તાેરમાં ખડેપગે છે. વિષાણુનો ચેપ વધુ ન ફેલાય એ ખાતર તકેદારીનાં પગલાં લઈ રહી છે અને કોવિડ-19નો ભોગ બનેલા જારાવાને સારવાર આપી રહી છે. ઓંગી તથા ગ્રેટ આંદામાનીઝ પણ મેડિકલ ટ્રીટમેન્ટે મેળવી રહ્યા છે. આમ છતાં તેમની નબળી રોગપ્રતિકારક શક્તિ જોતાં તબીબો ચિંતિત છે. તાજા સમાચાર મુજબ આંદામાનમાં અત્યાળરે કોવિડ-19ના પોણા પાંચસો જેટલા એક્ટિવ કેસ છે.
પિસ્તાાળીસ લોકોનું કોવિડ-19માં અવસાન નીપજ્યું છે, જેમાં આદિમ જાતિના હતભાગીઓનો પણ સમાવેશ થાય છે. પરંતુ શરૂઆતમાં અમેરિકન વિદ્વાન માર્ક ટ્વેઇનનું પેલું વાક્ય 'There are three kinds of lies: lies, damned lies, and statistics.' / ‘જગતમાં ત્રણ પ્રકારનાં જૂઠાણાં હોય છે: જુઠ્ઠું, હળાહળ જુઠ્ઠું અને આંકડાશાસ્ત્રt’ નોંધ્યું તેમ આંકડાની માળાજાળમાં પડવા જેવું નથી.
ધ્યાળનમાં લેવા જેવો મુદ્દો બીજો છે: કોરોના વિષાણુ આંદામાનની નીગ્રિટો જાતિ સુધી પહોંચી ચૂક્યો છે, એટલે ભૂતકાળમાં અંગ્રેજો દ્વારા કોલેરા, ફ્લૂ, ક્ષય જેવા આયાતી રોગોએ કેટલીક નીગ્રિટોનું નિકંદન કાઢી નાખ્યું તેનું કોરોના વડે પુનરાવર્તન ન થવું જોઈએ. અન્ય થા માનવ ઉત્પરત્તિના ઇતિહાસની બહુ મોટી ધરોહર આપણે ગુમાવવાનો વારો આવશે.
આ મુદ્દાના સંદર્ભે આપણે, માનવજાતે ધ્યાપનમાં લેવા જેવો બીજો મુદ્દો: કુદરતે જે તે સજીવને તેના નિશ્ચિત ગોખલામાં સમજીવિચારીને ગોઠવ્યો છે. ગોખલામાં હસ્તેક્ષેપ કરવાની ચેષ્ટા ન કરો—અને ધરાર કરવી જ હોય તો માઠાં પરિણામો ભોગવવા માટે તૈયાર રહો.
હજારો વર્ષથી આંદામાનમાં મસ્તહરામ જીવન જીવનારા નીગ્રિટોને માટે કુદરતે રચી આપેલા ગોખલામાં સામ્રાજ્યવાદી અંગ્રેજોએ દખલગીરી ન કરી હોત તો? જારાવા પર ‘દયાભાવ’ રાખી તેમને ખોરાક આપવાનું બેકફાયર થનારું પગલું ભરવામાં ન આવ્યું હોત તો? આનો જવાબ બંધ આંખે નિરાંતે વિચારજો. માનવજાત માટે ‘સુધરેલી’ અને ‘બુદ્ધિશાળી’ વિશેષણ વાપરવાનું કદાચ ત્યાનર પછી મન ન થાય એ સંભવ છે! ■
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2ERAJ9o
ConversionConversion EmoticonEmoticon