બળવો કરનાર 7 સભ્યોનું સભ્યપદ રદ કરી દેવાયું


નડિયાદ, તા.5 સપ્ટેમ્બર 2020, શનિવાર

ડાકોર નગરપાલિકામાં ભાજપના વ્હીપ વિરુદ્ધ બળવો કરીને પાલિકા પ્રમુખ થયેલ અપક્ષોનું સભ્યપદ રદ કરવાનો હુકમ થતા યાત્રાધામના રાજકારણમાં ભૂકંપ સર્જાયો છે. અઢી વર્ષ પહેલાની પાલિકા પ્રમુખની ચૂંટણીમાં બળવો કરનાર નગરપાલિકાના સાત જેટલા સભ્યો સામે પક્ષાંતર ધારા હેઠળ કેસ ચાલતો હતો. ૨૦૧૮ની પ્રમુખની ચૂંટણીમાં ક્રોસ વોટીંગ કરનાર સાત સભ્યોએ ફરીથી તાજેતરની ચૂંટણીમાં પણ ક્રોસ વોટીંગ કર્યું હતું. તેમની સામે છેલ્લાં બે વર્ષથી ચાલતા પક્ષાંતર ધારા હેઠળના કેસમાં આજે ચૂકાદો આવતા પાલિકાના સાતેય સભ્યોનું સભ્યપદ રદ થયું છે. 

ભાજપ પક્ષના મેન્ડેટ પર ચૂંટાયેલા હોવા છતા ભાજપના વ્હીપનો અનાદર કરનાર ડાકોર નગરપાલિકાના ચૂંટાયેલા સભ્યોને ગેરલાયક ઠરાવતો હુકમ રાજ્યના શહેરી ગૃહનિર્માણ વિભાગ હેઠળના પક્ષાંતર સત્તા મંડળની કોર્ટમાં કરાયો છે.

પ્રાપ્ત વિગતો અનુસાર ડાકોર નગરપાલિકાની ચૂંટણી તા.૧૭-૨-૨૦૧૮ના રોજ યોજાઇ હતી.જેમાં ભાજપના કુલ-૧૧ સભ્યો જીત્યા હતા અને અપક્ષના ૧૭ સભ્યોએ  જીત મેળવી હતી.ત્યારબાદ તા.૩-૩-૨૦૧૮ ના રોજ પ્રમુખ-ઉપપ્રમુખની ચૂટણી યોજાઇ હતી.જેમાં ભાજપપક્ષ તરફથી રાજેશભાઇ પટેલને પ્રમુખ તરીકે મેન્ડેટ આપવામાં આવ્યું હતું,  અને ઉપપ્રમુખ તરીકે દિપીકાબેન પટેલને મેન્ડેટ આપવામાં આવ્યુ હતુ.ત્યારે ભાજપ પક્ષના સાત સભ્યો ક્રોસ વોટીંગ કર્યુ હતુ.જેમાં અક્ષયભાઇ એમ. પટેલ,કલ્પેશભાઇ ચન્દ્રવદન ભટ્ટ,ઉપેન્દ્રભાઇ રણછોડભાઇ ઉપાધ્યાય,મમતાબેન કેતનભાઇ ગાંધી,ઝલકબેન,વિનિતાબેન વિપુલભાઇ શાહ અને શીતલબેન વિપુલભાઇ પટેલે ક્રોસ વોટીંગ કરીને જ્યોત્સાનાબેન શાહને મત આપ્યા હતા.આ સમયે જ આ સાત સભ્યો વિરુધ્ધ પક્ષાંતરઘારામાં કેશ દાખલ કરવામાં આવ્યો હતો.

ડાકોર નગર પાલિકામાં પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણી  તા.૨જી સપ્ટેમ્બરના રોજ યોજાઇ હતી.જેમાં આ સાત સભ્યો પૈકી ત્રણ સભ્યોએ ફરીથી ક્રોસ વોટીંગ કરીને અપક્ષ ઉમેદવારને ટેકો જાહેર કર્યો હતો.આ ઉપરાંત ભાજપ પક્ષના પૂવ ર્સંગઠન મહામંત્રીએ પણ વ્હીપનો અનાદર કરીને ક્રોસ વોટીંગ કર્યુ હતુ.આ સભ્યો ભાજપના હોવા છતા પક્ષ વિરુધ્ધ ક્રોસ વોટીંગ કેમ કર્યુ  અને કોના કહેવાથી કર્યુ છે તેવી ચર્ચાઓ છેલ્લાં બે દિવસથી ટોક ઓફ ઘી ટાઉન બની હતી. ગતરોજ થયેલા પક્ષાંતર ધારા હેઠળના હુકમ અંગે ડાકોરના રાજકારણમાં અનેક તર્ક વિતર્કો ચાલી રહ્યા છે.જેમાં પાર્ટીના મહામંત્રી શબ્દશરણ બ્રહ્મભટ્ટ દ્વારા આ નિર્ણય ચૂંટણી અગાઉ લેવાયો હોત તો આજે ડાકોર નગરપાલિકામાં ભાજપના જ ક્રોસ વોટીંગનું કલંક લાગ્યું ન હોત. અને ભાજપે પાલિકાની સત્તા જાળવી રાખી હોત. 

બે દિવસ પૂર્વે ઉપપ્રમુખ બનેલા સભ્યનું સભ્યપદ પણ રદ

નડિયાદ, તા.5 સપ્ટેમ્બર 2020, શનિવાર

બે દિવસ અગાઉ યોજાયેલ ડાકોર નગરપાલિકાની ચૂંટણીમાં કલ્પેશભાઇ ચંન્દ્રવદન ભટ્ટ ઉપપ્રમુખ તરીકે બિનહરીફ ચૂંટાયા છે. પરંતુ આજે જાહેર થયેલા પક્ષાંતર ઘારા હેઠળના હુકમમાં  તેમનું સભ્ય પદ પણ રદ કરવાનું જાહેર થયું છે. આથી આવનાર દિવસોમાં ડાકોર નગરપાલિકામાં ઉપપ્રમુખની ચૂંટણી નવેસરથી યોજાય તેવી અટકળો વહેતી થઇ છે.



from Kheda anand News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2Zb1eOy
Previous
Next Post »