સંજય દત્ત બે કારણોસર સારવાર કરવા અમેરિકા જઇ શકશે નહીં


(પ્રતિનિધિ દ્વારા)   મુંબઇ,તા.29 ઓગસ્ટ 2020, શનિવાર

સંજય દત્તને ફેંફસાના કેન્સરનું નિદાન થયું છે તેને ચોથા સ્ટેજનું કેન્સર હોવાનું કહેવાઇ રહ્યું છે. સંજય દત્તને અમેરિકાના પાંચ વરસના વિઝા પણ મળી ગયા છે પરંતુ તે અમેરિકા સારવાર લેવા જવા માટે વિચારી શકતો નથી. જોકે હાલ સંજય મુંબઇની કોકિલાબેન હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યો છે.   સૂત્રની વાત સાચી માનીએ તો, સંજય દત્ત કેન્સરની સારવાર માટે બે કારણોસર જઇ શકતો નથી. જેમાંનુ એક કારણ છે કોરોના મહામારી અને બીજું કારણ છે તેના ફેંફસામાં ઝડપથી ફ્લુઇડ જમા થઇ રહ્યું છે અને ઝડપથી વધી રહ્યું છે. તેથી તેની સારવારમાં સમય પસાર થાય તે પરવડે એમ નથી.  સંજય દત્તે ફેંસલો લીધો છે કે, તે પોતાનો ઇલાજ મુંબઇમાં જ કરાવશે. સંજય દત્ત સાથે અમેરિકા જવા તેની પત્ની માન્યતા દત્ત, બહેન પ્રિયા દત્ત પણ જવાના હતા. તેમજ તેનો ખાસ મિત્ર સુજીત જૈન પણ જવાનો હતો. 

કહેવાય છે કે, સંજય દત્ત મુંબઇની લીલાવતી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ થયો હતો ત્યારે તેના ફેંફસામાંથી દોઢ લિટર ફ્લુઇડ કાઢ્યું હતું. સંજય દત્તની સારવાર કરનાર ડોકટરે પણ જણાવ્યું હતું કે, તેણે અમેરિકા જવાની યોજના હાલ પૂરતી ટાળી દીધી છે. જેની પુષ્ટિ સંજય દત્તના એક અન્ય મિત્ર રાહુલ મિત્રાએ કરી હતી. 

ગયા અઠવાડિયાની શરૂઆતમાં સંજય દત્તની પત્ની માન્યતા દત્તે જણાવ્યું હતું કે, સંજયની ટ્રીટમેન્ટહાલ મુંબઇમાં જ થવાની છે. તેણે એક નિવેદનમાં કહ્યું હતું કે, જે લોકો પુછી રહ્યા છે, તેમને કહું છું કે સંજુના પ્રાથમિક ઉપચાર મુંબઇમાં જ થશે. કોવિડ-૧૯ને ધ્યાનમાં રાખીને અમે આગળની યાત્રાની યોજના કરશુંય ત્યાં સુધી સંજુની ટ્રીટમેન્ટ કોકિલાબેન હોસ્પિટલમાં જ અમારા જાણીતા સમ્માનિત ડોકટરો કરી રહ્યા છે.  



from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/34KHODB
Previous
Next Post »