
- કેટલાંક ટુ વ્હીલરો અડધેથી બંધ પડયા : કેટલાંક નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા
ખેડા જીલ્લામાં બે દિવસના વિરામ બાદ ઢળતી સાંજે જીલ્લાના વડા મથક નડિયાદમાં વરસાદની શરૂઆત થઈ હતી. દિવસ દરમ્યાન ગરમીની અનુભૂતિ બાદ સાંજે વરસાદી માહોલ સર્જાયો હતો. જો કે જીલ્લામાં સાંજના છ વાગ્યા સુધી ૫૩ મી.મી. વરસાદ સરકારી ચોપડે નોંધાયો હતો.
ખેડા જીલ્લાના વડા મથક નડિયાદમાં ઢળતી સાંજે મેઘસવારી આવી પહોંચી હતી. આખો દિવસ શહેરમાં ઉઘાડ રહ્યો હતો. ભરબપોરે તો રાહદારીઓ પણ ગરમીનો અનુભવ કરી રહ્યા હતાં. ત્યારબાદ બપોરના સાડા ચાર વાગ્યા પછી વાતાવરણમાં એકાએક પલટો આવ્યો હતો. ત્યારબાદ આકાશે કાળા વાદળો ચઢી આવતા ઘનઘોર અંધારું છવાયું હતું અને વરસાદ શરૂ થયો હતો. એકાએક શરૂ થયેલા વરસાદ સાથે ઠંડો પવન પણ ફૂંકાવા લાગ્યો હતો. જેથી વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી.
નડિયાદશહેરમાં શનિવારનીમોડી સાંજે શહેરને ઘમરોળવા માટે મેઘસવારી આવી પહોચી હતી. એકાએક શરૂ થયેલા વરસાદે હેવી બેટીંગ શરૂ કરી હતી. જોતજોતામાં શહેરના ગરનાળાઓમાં પાણીની સપાટી વધવા લાગી હતી. શહરેના ખોડિયાર ગરનાળામાં પાણી બંને તરફથી એકસમાન ધસી આવ્યું હતું.
જોતજોતામાં ગરનાળામાં કેડસમું પાણી ભરાઈ ગયું હતું. ગરનાળામાંથી પસાર થતા વાહનચાલકો પેલે પાર જવાની અસમંજસમાં મુકાયા હતા. કેટલીક સીએનજી રીક્ષા તો પસાર થવા સાથે બંધ પડવા લાગી હતી. જ્યારે કેટલાક દ્વિચક્રી વાહનો તો આરટીઓ તરફ જતા ગરનાળાના ઢાળ ઉપર જ બંધ પડી ગયા હતા.
from Kheda anand News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3gEu9jJ
ConversionConversion EmoticonEmoticon